ETV Bharat / bharat

બોલો લ્યો ! પત્નીએ દવાનો ઓવરડોઝ આપી કરી પતિની હત્યા - પત્નીએ દવાનો ઓવરડોઝ આપી પતિની હત્યા કરી

કાનપુરમાં થોડા દિવસો પહેલા થયેલા ઋષભ હત્યા કેસનો (Rishabh murder case of Kanpur) પોલીસે ખુલાસો કર્યો છે. આ ખુલાસામાં સામે આવ્યું છે કે, ઋષભનું મોત દવાઓના ઓવરડોઝને (wife kills husband by giving overdose of medicines) કારણે થયું હતું. હાલ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધા છે.

બોલો લ્યો ! પત્નીએ દવાનો ઓવરડોઝ આપી કરી પતિની હત્યા

author img

By

Published : Dec 9, 2022, 8:37 PM IST

કાનપુર: કાનપુરના પોલીસ કમિશનરે શહેરના રિષભ હત્યા કેસનો (Rishabh murder case of Kanpur) ખુલાસો કર્યો છે. હત્યા પાછળના કારણે બધાને ચોંકાવી દીધા હતા. ક્રાઈમ સિરિયલ જોયા બાદ ઋષભની ​​પત્નીએ પહેલા તેના પ્રેમી દ્રારા તેના પતિ પર હુમલો કરાવ્યો, ત્યારબાદ પતિ બચી જતાં તેને દવાનો ઓવરડોઝ આપીને મારી નાખવામાં આવ્યો (wife kills husband by giving overdose of medicines) હતો. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે.

કોણ છે ઋષભ: કલ્યાણપુર શિવલી રોડ પર ઋષભ તેની પત્ની સપના સાથે રહેતો હતો. 27 નવેમ્બરે ઋષભ તેના મિત્ર મનીષ સાથે ચકરપુર ગામમાં લગ્ન સમારોહમાં ગયો હતો. ત્યાંથી ઘરે પરત ફરતી વખતે ઋષભ પર અચાનક હુમલો થયો હતો. ઋષભની ​​સારવાર સ્વરૂપ નગરની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેમને 1 ડિસેમ્બરે રજા આપવામાં આવી હતી. જો કે, 3 ડિસેમ્બરે, ઋષભની તબિયત ફરીથી બગડી અને તેનું એલએલઆર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું.

વ્હોટ્સએપ ચેટ દ્વારા હત્યારાનો પર્દાફાશ: આ સમગ્ર મામલે જોઈન્ટ પોલીસ કમિશનર આનંદ પ્રકાશ તિવારીએ જણાવ્યું કે, જ્યારે સર્વેલન્સ ટીમે આ મામલાની તપાસ કરી તો હુમલાના દિવસે ઘટનાસ્થળે ઘણા શંકાસ્પદ નંબરો એક્ટિવ મળી આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે, નંબર રાજુ અને સીતુનો છે. જ્યારે રાજુની કોલ ડિટેઈલ કાઢવામાં આવી તો જાણવા મળ્યું કે, તે ઋષભની પત્ની સપના સાથે ઘણી વાતો કરતો હતો. આનાથી સપના પર પોલીસની શંકા વધુ ઘેરી બની હતી.

ઋષભના મૃત્યુનું પ્લાનિંગ: આ પછી દરેકના મોબાઈલ જપ્ત કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે ખબર પડી કે, રાજુ, સપના અને સીતુએ ઋષભના મૃત્યુનું પ્લાનિંગ કર્યું હતું. હુમલા બાદ જ રાજુએ સપનાને મેસેજ કર્યો કે, કામ થઈ ગયું. જો કે, જ્યારે ઋષભ બચી ગયો, ત્યારે બધાએ ઋષભને વધુને વધુ દવાઓ આપીને (wife kills husband by giving overdose of medicines) એટલો બીમાર કરી દીધો કે, તેનું એલએલઆર હોસ્પિટલમાં મૃત્યુ થયું.

પ્રોપર્ટી માટે કર્યું મર્ડર: પૂછપરછ દરમિયાન સપનાએ પોલીસને જણાવ્યું કે, ઋષભ પાસે ઘણી પ્રોપર્ટી છે. સપના જ્યારે ઋષભ સાથે પ્રોપર્ટી વિશે વાત કરતી ત્યારે તે તેની અવગણના કરતો હતો. તેને શંકા હતી કે, તે મિલકત કોઈને આપી દે નહીં, તેથી તેને મારી નાખવાની યોજના બનાવી. આ માટે તેણે ઘણી ક્રાઈમ સિરિયલો (husband murdered after watching crime serial) પણ જોઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.