કોલ્હાપુરઃ નશામાં ધૂત પતિના ગુપ્તાંગને એક તીષ્ણ હથિયાર વડે કાપી પત્નીએ હત્યા (Maharashtra Wife Kill Husband ) નીપજાવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના કોલ્હાપુરના (Kolhapur shocking incident ) શાહુવાડી તાલુકાના નંદગાંવમાં બની હતી. મૃતકની ઓળખ વંદનાના પતિ પ્રકાશ કાંબલે તરીકે થઈ હતી. પતિની હત્યા બાદ તેણે શરૂઆતમાં પતિની આત્મહત્યાનું નાટક કર્યું હતું અને પોલીસના સ્કેચ બતાવ્યા બાદ તેણે ગુનો કબૂલી લીધો હતો. હાલ, તેણી કસ્ટડીમાં છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.
પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો: પોલીસ ઈન્સ્પેક્ટર વિજય પાટીલના જણાવ્યા મુજબ, મૃતક પ્રકાશ પાંડુરંગ કાંબલે અને તેની પત્ની વંદના પ્રકાશ કાંબલે બંને શાહુવાડી તાલુકાના (Incidents in Shahuwadi taluka ) લોલાને ગામના છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તે શાહુવાડી તાલુકાના નંદગાંવ પૈકીના એક મંગુરવાડીમાં ખેતરમાં સાલગાડીનું કામ કરે છે. અહીં પતિ હંમેશા દારૂના નશામાં રહેતો હતો અને તેના અનૈતિક સંબંધ માટે હંમેશા તેણીને મારતો હતો. ગઈકાલે મધ્યરાત્રિએ જ્યારે તે નશામાં હતો ત્યારે તેણે ફરીથી તેણીને હેરાન કર્યા પછી તેણીએ નિર્દયતાથી તેની હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચો: આસામ પૂરના ખપ્પરમાં: નદીમાં હાથી ડૂબવાના ભયાનક દ્રશ્યો આવ્યા સામે, Viral Video
તેણીએ તેના પતિને માથામાં પથ્થર વડે અને ગુપ્તાંગમાં છરી મારીને નિર્દયતાથી હત્યા કરી હતી. આ ઘટના બાદ તેની પત્ની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવી છે. પોલીસ ઈન્સ્પેક્ટર વિજય પાટીલે પણ કહ્યું કે, વધુ તપાસ ચાલી રહી છે. જેમાં પ્રથમ અફેર વિશે દોષિત લાગણીથી શરૂઆત કરી અફેર ધરાવતા પાર્ટનર વીશે જણાવી બાદમાં હત્યાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો: વેદનાની પરાકાષ્ઠા: એક જ પરિવારના ચાર વામન, આખા પરિવારની જવાબદારી મોટી બહેન પર
પ્રાપ્ત માહિતી અનુસાર, શરૂઆતમાં પત્ની વંદના કાંબલે પોતે શાહુવાડી પોલીસ (shahuwadi police in murder case) સ્ટેશન ગઈ હતી અને તેના પતિએ આત્મહત્યા કરી હોવાની માહિતી આપી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મલકાપુર મોકલી આપી હતી, ત્યારપછી પોલીસ આવતાં જ તેણીએ ગુનો કબૂલી લીધો હતો. દરમિયાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.