- 28 એપ્રિલના રોજ વિશ્વભરમાં ઉજવાય છે, 'કાર્યસ્થળ પર સલામતી અને સ્વાસ્થ્ય દિવસ'
- કામદારોના સ્વાસ્થ્ય અને સલામતી અંગે સરકારોને જાગૃત કરવાનો ઉદ્દેશ
- હાલમાં કોરોના મહામારીને લઈને ક્યા પગલાઓ લઈ શકાય તે જાણવા જરૂરી
હૈદરાબાદ: વિશ્વભામાં 28 એપ્રિલને 'કાર્યસ્થળ પર સલામતી અને સ્વાસ્થ્ય દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. તેની શરૂઆત વર્ષ 2020માં થઈ હતી. દર વર્ષે વિશ્વભરમાં કામ દરમિયાન થતા અકસ્માતો અને બીમારીઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો: કોરોના મહામારીમાં માનસિક હતાશાના નિરાકરણ માટે અમદાવાદના યુવાનોની અનોખી પહેલ
આ દિવસ કેમ ઉજવવામાં આવે છે?
આ દિવસની જાહેરાત આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશન(ILO) દ્વારા કરવામાં આવી હતી. જેને વર્ષ 2003થી દર વર્ષે ઉજવવામાં આવે છે. તેનો હેતુ કાર્યસ્થળ પર કાર્યરત કર્મચારીઓને સલામતી અને અન્ય આરોગ્ય સુવિધાઓ પ્રદાન કરવાનો છે. ILOનું આ અભિયાન સરકારોને કામદારોની મુશ્કેલીઓ અને તેમની સલામતી માટે વિશ્વભરમાં વધુ સારા પગલાં અને સુવિધાઓ વિશે જાગૃત કરવા માટે છે. કાર્યસ્થળ પર થતા કોઈપણ પ્રકારના અકસ્માતો તેમજ બિમારીઓને અટકાવવા માટે આ એક જાગૃતિ કાર્યક્રમ છે. આ અંતર્ગત લોકોને કાર્યસ્થળ પર કઈ રીતે વિવિધ રોગો અને અકસ્માતોથી બચી શકાય તે અંગે શીખવવામાં આવે છે.
આ પણ વાંચો: બેરોજગારીથી યુવા માનસ પર માઠી અસર, આ રીતે તણાવ દૂર કરો
કોરોના મહામારી વચ્ચે કાર્યસ્થળો પર શું કરવું જોઈએ?
દેશભરમાં હાલ કોરોના મહામારી ચરમસીમાએ છે. આ દરમિયાન ઘણાબધા લોકો ઘરે રહીને જ કામ કરી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો એવા પણ છે. જેમને કાર્યસ્થળ પર જવું પડતું હોય છે. આ લોકોએ કાર્યસ્થળ પર કોરોનાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલી ગાઈડલાઈનનું તો પાલન કરવું જોઈએ. આ સાથે સંક્રમિતો તેમજ હાઈ રિસ્ક એજ ગૃપમાં આવતા લોકોથી અંતર જાળવવું જોઈએ. કોરોના બિમારીની સાથે સાથે લોકોમાં તણાવ અને ડર પણ પેદા કરે છે. લોકોમાં હાલ કોરોનાને લઈને બિમાર થવાનો ડર, મોતનો ડર, સામાજિક રૂપથી બહિષ્ક્રૃત થવાનો અને આજીવિકા ખોઈ બેસવાનો ડર સતાવી રહ્યો છે. આ પ્રકારની મહામારીમાં આ ચિંતા અને ડર સ્વાભાવિક છે. જોકે, કાર્યસ્થળો પર ખાસ કરીને શ્રમિકો અને કામદારોના માનસિક સ્વાસ્થ્યની તકેદારી લેવામાં આવે, તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.