ETV Bharat / bharat

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રની પીડા, કહ્યું- 'દિલ્હીને કારણ પૂછો' - ભાજપ સંગઠન પ્રધાન

ઉત્તરાખંડમાં રાજકીય ગરમાવો વચ્ચે CM ત્રિવેન્દ્રસિંહ રાવત રાજ્યપાલ બેબી રાની મૌર્યાને મળ્યા અને રાજીનામું સુપરત કર્યું હતું.

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતનું  રાજીનામું

author img

By

Published : Mar 10, 2021, 7:05 AM IST

Updated : Mar 10, 2021, 12:23 PM IST

  • ઉત્તરાખંડના મુખ્યપ્રધાને પદ પરથી રાજીનામું આપ્યું
  • રાજીનામું આપ્યા બાદ રાવતે મીડિયા સાથે વાત કરી
  • ભાજપમાં મને જ આ સન્માન આપવામાં આવ્યું હતું

દહેરાદૂન: ત્રિવેન્દ્રસિંહ રાવતે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્રિવેન્દ્રસિંહ રાવત રાજ્યપાલ બેબી રાની મૌર્યાને મળ્યા અને રાજીનામું સુપરત કર્યું હતું. એક અહેવાલ મુજબ, બુધવારે નવા મુખ્યપ્રધાનના નામની ઘોષણા કરવામાં આવશે. રાજીનામું આપ્યા બાદ ત્રિવેન્દ્રસિંહ રાવતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, દિલ્હીને પૂછો કે તેમનું રાજીનામું કેમ લેવામાં આવ્યું?

આ પણ વાંચો: ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્ર રાવતે ETV BHARATને કહ્યું- અમારી પ્રાથમિકતા લોકોને બચાવવાની છે

પાર્ટીએ મને મારા જીવનની સુવર્ણ તક આપી

ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું કે, હું લાંબા સમયથી પાર્ટીમાં આરએસએસના સ્વયંસેવક, ભાજપ સંગઠનમંત્રી તરીકે કામ કરી રહ્યો છું. છેલ્લા ચાર વર્ષથી પાર્ટીએ મુખ્યપ્રધાન તરીકે સેવા આપવાની તક આપી હતી. મારી પાર્ટીએ મને મારા જીવનની સુવર્ણ તક આપી છે. રાજીનામાના સવાલ પર ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું કે, આ એક સામૂહિક નિર્ણય છે. આનો જવાબ આપવા તમારે દિલ્હી જવું પડશે. તેમણે કહ્યું કે, તેનો જન્મ એક નાના ગામમાં થયો છે. પપ્પા પૂર્વ સૈનિક હતા. મેં કદી વિચાર્યું પણ નહોતું કે પાર્ટી આટલું મોટું પદ આપશે, પરંતુ ભાજપમાં ફક્ત મને જ આ સન્માન આપવામાં આવ્યું હતું. પક્ષે વિચાર્યું અને સામૂહિક નિર્ણય કર્યો કે, હવે મારે આ તક કોઈ બીજાને આપવી જોઈએ.

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં સર્જાઈ રાજકીય ઉથલપાથલ, CM ત્રિવેન્દ્રસિંહે દિલ્હીમાં ભાજપના નેતાઓને મળ્યા

પાર્ટીના ધારાસભ્ય પક્ષની 10 વાગ્યે બેઠક

ત્રિવેન્દ્રસિંહ રાવતે વધુમાં જણાવ્યું હતું કે, હું રાજ્યની જનતાનો આભાર માનું છું. જેને આવતીકાલે જવાબદારી મળશે તે તેનું કામ કરશે. હું હમણાં જ રાજીનામું રાજ્યપાલને આપવા આવ્યો છું. ભાજપમાં જે પણ નિર્ણય લેવામાં આવે છે તે સામૂહિક નિર્ણય હોય છે. આવતીકાલે પાર્ટી મુખ્યાલયમાં પાર્ટીના ધારાસભ્ય પક્ષની 10 વાગ્યે બેઠક છે. હવે પછીના મુખ્યપ્રધાન કોણ હશે તે તમામ ધારાસભ્યો નક્કી કરશે.

Last Updated : Mar 10, 2021, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.