- કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાના મોદી સરકાર પર પ્રહારો
- ભારતમાં ઓક્સિજન ટ્રાંસપોર્ટ કરવાની કોઈ સુવિધા બનાવવામાં નથી આવી
- સરકારે જે કરવું જોઈએ તે કરી રહી નથી: પ્રિયંકા ગાંધી
નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. પ્રિયંકાએ કહ્યું કે, દેશના લોકો કોરોના મહામારીમાં સારવાર વગર મરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આજે દેશભરમાંથી એવા અહેવાલો આવી રહ્યા છે કે, બેડ, ઓક્સિજન, રેમડેસીવીર, વેન્ટિલેટર વગેરેની તંગી સર્જાઈ છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેર વચ્ચે તૈયારી માટે આપણી પાસે ઘણા મહિનાઓ હતા. ભારતની ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા વિશ્વમાં સૌથી વધુ છે. ઓક્સિજન ટ્રાંસપોર્ટ કરવાની કોઈ સુવિધા બનાવવામાં આવી નથી.
આ પણ વાંચો: સરકારના વ્યર્થ વાટાઘાટોથી રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં મુકાશે: રાહુલ ગાંધી
આપણી પાસે ઇન્જેક્શનની અછત
કેન્દ્ર સરકારને આડે હાથ લેતા કોંગ્રેસના મહાસચિવે કહ્યું કે, દેશમાં ઓક્સિજન ઉપલબ્ધ છે, પરંતુ, જ્યાં પહોંચાડવાનું છે, ત્યાં પહોંચી શકતું નથી. છેલ્લા 6 મહિનામાં, 1.1 મિલિયન રેમડેસીવીર ઇન્જેક્શન નિકાસ કરવામાં આવ્યાં છે અને આજે આપણી પાસે ઇન્જેક્શનની અછત છે. તેમણે કહ્યું કે, સરકારે જાન્યુઆરીથી માર્ચ મહિનામાં કોરોના વાઇરસની 6 કરોડ રસીની નિકાસ કરી અને તે જ સમયમાં, 3-4 કરોડ ભારતીયોને રસી આપવામાં આવી છે. તો તમે ભારતીયોને કેમ પ્રાથમિકતા ન આપી?
સ્મશાનો પર મોટી ભીડ
સરકાર પર આક્ષેપ કરતા પ્રિયંકાએ કહ્યું કે, આવા રિપોર્ટ દરેક જગ્યાએથી આવી રહ્યા છે કે, સમજાતું નથી કે આ સરકાર શું કરી રહી છે? સ્મશાન પર મોટી ભીડ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં આપણે વિચારીએ છીએ કે આપણે શું કરવું જોઈએ. સરકારે જે કરવું જોઈએ તે કરી રહી નથી.
આ પણ વાંચો: કોરોના રસીને લઈને રાહુલ ગાંધીના સરકાર પર આકરા પ્રહારો
તમામ સંસાધનો ઉપયોગ કરો
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, હું સકારાત્મક રીતે કહી રહી છું કે, સરકારે ભગવાન માટે કંઈક કરવું જોઈએ. કોરોનાની લડાઇમાં તેમની પાસેના તમામ સંસાધનો ઉપયોગ કરવો જોઈએ. જો કેન્દ્ર સરકાર પોતાનું મન બનાવે તો ઓક્સિજન સુવિધાઓ બની શકે છે.