ETV Bharat / bharat

Joe Biden India Visit: બિડેન કોરોના વાયરસથી સંક્રમિત ન હોવાની પુષ્ટિ, G20 સમિટ માટે ભારત આવશે - White House on Biden visit

અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બિડેન કોરોના સંક્રમિત થઈ ગઈ હતી, પરંતુ એ વાતની પુષ્ટિ થઈ છે કે રાષ્ટ્રપતિ જો બિડેન કોરોનાથી સંક્રમિત નથી અને તેઓ G-20 સમિટમાં ભાગ લેવા ભારત આવશે.

White House on US President Biden's travel to India for G20 Summit

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2023, 8:01 AM IST

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન કોરોના વાયરસથી સંક્રમિત ન હોવાની પુષ્ટિ કરવામાં આવી છે અને તેઓ G-20 સમિટમાં ભાગ લેવા ગુરુવારે ભારત આવશે અને આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય વ્હાઇટ હાઉસે આ માહિતી આપી. આ જાહેરાતના એક દિવસ પહેલા સોમવારે અમેરિકાની ફર્સ્ટ લેડી કોરોના વાયરસથી સંક્રમિત મળી આવી હતી. આ પછી બિડેનની પણ તપાસ કરવામાં આવી હતી. તપાસ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે તેને ચેપ લાગ્યો નથી.

  • #WATCH | "On Thursday, the President will travel to New Delhi in India to attend the G20 Leaders' summit. On Friday, President Biden will participate in a bilateral with India's Prime Minister Modi. Sunday, the President will participate in official sessions of G20 summit...",… pic.twitter.com/wuh04cVwIX

    — ANI (@ANI) September 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વ્હાઇટ હાઉસ તરફથી નિવેદન: અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ G20 સમિટમાં ભાગ લેવા માટે ગુરુવારે ભારત આવશે. તેમણે કહ્યું કે બિડેન વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અને બિડેન શનિવાર અને રવિવારે G-20 સમિટના સત્તાવાર સત્રમાં ભાગ લેશે.

કોરોના નેગેટિવ: સુલિવાને જણાવ્યું હતું કે બિડેન મોટા ધ્યેયો સિદ્ધ કરવા માટે ઉભરતા બજાર ભાગીદારો સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. અગાઉ, વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરીન જીન-પિયરે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ બિડેનને સોમવારે રાત્રે કોવિડ -19 થી સંક્રમણ ન હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી અને તે જ પરિણામ મંગળવારે આવ્યું હતું.

  1. 20th ASEAN summit: PM મોદી 20મી ASEAN સમિટમાં ભાગ લેશે, સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે
  2. Zingping will not attend G20 conference : જિનપિંગ G20 કોન્ફરન્સમાં ભાગ લેશે નહીં, વડા પ્રધાન લી રહેશે હાજર

G-20 સમિટ: જ્યારે અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બિડેનને કોરોનાનું સંક્રમણ લાગ્યું ત્યારે જો બિડેનને કોરોના સંક્રમિત થવાનો ખતરો હતો. આનાથી જી-20 સમિટમાં ભાગ લેવા માટે તેમની ભારત મુલાકાત પર અસર પડી શકે છે. પરંતુ સમાચાર એ છે કે રાષ્ટ્રપતિ બિડેન કોરોના સંક્રમિત નથી. અને તે ભારતમાં 7 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી G-20 સમિટનો ભાગ બનશે. અગાઉ, બિડેને G-20 સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના ભાગ ન લેવાના સમાચાર પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમને ભારતમાં જિનપિંગને મળવાની આશા હતી.

(PTI)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.