નવી દિલ્હી કોહિનૂરને ભારત પરત લાવવાને લઈને કેન્દ્રમાં રહેલ મોદી સરકારે મોટું નિવેદન આપ્યું છે. સરકારના વિદેશ મંત્રાલયે શુક્રવારે આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તમને જણાવી દઈએ કે ભારતમાં અંગ્રેજોના શાસન દરમિયાન અંગ્રેજો કોહિનૂર સહિત ઘણી કિંમતી વસ્તુઓ પોતાના દેશમાં લઈ ગયા હતા. કોહિનૂર બ્રિટિશ રાણીના તાજમાં જોવા મળતો હતો. બ્રિટિશ રાણીના મોત થયા પછી ભારતમાં સમયાંતરે આ કિંમતી હીરાને તેના દેશમાં પરત લાવવાની (Demand to bring Kohinoor back to India) માંગ ઉઠી છે. બીજી બાજુ તેને પરત લાવવાની ઝુંબેશ પણ ચાલી રહી છે. હવે મહારાણી એલિઝાબેથના અવસાન પહેલા પણ માંગ હતી પરંતુ રાણીના મોત થયા પછી હિરાને ફરી લાવવા માટે વાતોએ વેગ પક્ડયું છે.
કોહિનૂરને લાવવાના માર્ગો કોહિનૂરને ભારત પરત લાવવાની માંગણી (Demand to bring Kohinoor back to India) અને અન્ય સંબંધિત પ્રશ્નો અંગે, ભારત સરકારના વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે યુનાઇટેડ કિંગડમમાંથી વિશ્વના સૌથી મોટા હીરામાંથી એક કોહિનૂરને પરત લાવવાના માર્ગો શોધવાનું ચાલુ રાખશે. .સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર કોહિનૂર પરત લાવવાની માંગ અંગેના એક પ્રશ્ન પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ થોડા વર્ષો પહેલા સંસદમાં આ મુદ્દા પર સરકારના પ્રતિભાવનો ઉલ્લેખ કર્યો અને તેમણે કહ્યું કે ભારત સરકારે થોડા વર્ષો પહેલા સંસદમાં આનો જવાબ આપ્યો હતો. અમે કહ્યું છે કે અમે મામલાના સંતોષકારક ઉકેલ માટે માર્ગો શોધવાનું ચાલુ રાખીશું.
કોહિનૂર ભારત આવશે? કોહિનૂરને ભારતમાં લાવવાની માંગ રાણી એલિઝાબેથના મૃત્યુ પછી ઉભી થઈ છે. સાલ 1849 માં મહારાજા દુલીપ સિંહ દ્વારા રાણી વિક્ટોરિયાને 108-કેરેટ કોહિનૂર રત્ન આપવામાં આવ્યો હતો. તે 1937 માં રાણી દ્વારા તેના તાજ પર પહેરવામાં આવ્યું હતું. બ્રિટિશ મીડિયામાં એવી અટકળો ચાલી રહી છે કે આવતા વર્ષે 6 મેના રોજ એક સમારોહમાં કેમિલાને હવે ક્વીન કોન્સોર્ટનો તાજ પહેરાવવામાં આવશે. જણાવી દઈએ કે, મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ મોટી સંખ્યામાં કોહિનૂર ભારત પરત લાવવાની માંગ કરવામાં આવી રહી છે.