વેલ્લુર-તમિલનાડુંઃ છેલ્લા કેટલાક દિવસોથી, ચેન્નાઈ અને વેલ્લોર વિસ્તારોમાં વેચાણ માટે વાઘના બચ્ચાના ફોટા સાથેના WhatsApp સ્ટેટસનો સ્ક્રિનશોટ (Whats App Status) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કિસ્સો (viral on social media) વેલ્લોર વન વિભાગના ધ્યાને આવ્યો હતો. આ પછી ખબર પડી કે સ્ટેટસ પોસ્ટ કરનાર વ્યક્તિ કટપડીનો પાર્થિબન હતો. પાર્થિબાને સ્ટેટસમાં કહ્યું, 'ત્રણ મહિનાનું વાઘનું બચ્ચું વેચવાનું છે. બુકિંગ પછી 10 દિવસની અંદર ડિલિવરી. વાઘના બચ્ચાની કિંમત રૂ. 25 લાખ', આ પ્રકારનો ઉલ્લેખ તેમણે પોતાના સ્ટેટસમાં કર્યો હતો. જેના પગલે વેલ્લોર વન વિભાગે તેની ધરપકડ કરી છે.
મિત્રના કહેવાથી ફસાયોઃ વન વિભાગની વધુ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પાર્થિપન હાલમાં ચારપન્નામેડુ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. તિરુપતિમાં કાયદાનો અભ્યાસ કરે છે. તેનો મિત્ર, ચેન્નાઈના અંબત્તુરનો તમિલ છે, તેની પાસે પાળીતા પ્રાણીઓને અપાતા ફૂડનો વેપાર કરે છે. દુકાન ચલાવે છે. પાર્થિબાને કહ્યું કે તેણે એના મિત્રના કહેવાથી વાઘના બચ્ચા વેચવા અંગે વોટ્સએપ સ્ટેટસ પોસ્ટ કર્યું હતું. બાદમાં પાર્થિબાને આપેલી માહિતીના આધારે તમિલ ઝડપાયો હતો. વન્યજીવ સંરક્ષણ ટીમ તપાસ કરી રહી છે. તેઓ વાઘના બચ્ચા અસલી છે કે નકલી તે અંગે પણ તપાસ કરી રહ્યા છે.