સાન ફ્રાન્સિસ્કો: વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે બિઝનેસ કરતા વ્યક્તિને અમુક લિંક્ડ ડિવાઇસ પર ચેટ સોંપી શકશે. આ પ્લેટફોર્મ હવે બિઝનેસ એકાઉન્ટ્સ માટે બીજી એક સુવિધા WhatsApp Premium રજૂ કરી રહ્યું છે, Wabtiinfo અનુસાર, WhatsApp પ્રીમિયમ માત્ર એક વૈકલ્પિક પ્લાન છે(whatsapp paid subscription) અને કેટલાક દેશોમાં કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ હોઈ શકે છે.
એડ-ઓન લાભોઃ WhatsApp પ્રીમિયમ દ્વારા, સબ્સ્ક્રાઇબર્સને એડ-ઓન લાભો ઓફર કરશે. અહેવાલો દાવો કરે છે કે, WhatsApp અત્યારે બે મુખ્ય લાભો ઓફર કરવાની યોજના બનાવી રહ્યું છે જેમાં કસ્ટમ બિઝનેસ લિંક બનાવવાની ક્ષમતા અને મલ્ટિ-ડિવાઈસ સપોર્ટનો સમાવેશ થાય છે
કસ્ટમ બિઝનેસ લિંક: કસ્ટમ બિઝનેસ લિંક સુવિધા વપરાશકર્તાઓને બિઝનેસ લિંક બનાવવા અને બિઝનેસ પેજ જોવા અને તેમના બિઝનેસની જાહેરાત કરવા માટે તેમના ગ્રાહકો સાથે શેર કરવા દેશે. જે પ્લે સ્ટોર અને ટેસ્ટફ્લાઇટ પર ઉપલબ્ધ Android અને iOS એપ્સના નવીનતમ બીટા વર્ઝન પર છે.
મલ્ટિ-ડિવાઈસ સુધારાઓ: WhatsApp Premium સબ્સ્ક્રાઇબર્સ તેમના મુખ્ય એકાઉન્ટ સાથે 10 જેટલા ઉપકરણોને જોડી શકશે. આનાથી તેઓ વોટ્સએપનો ઉપયોગ કરીને એક સાથે અનેક ગ્રાહકોને મેનેજ કરી શકશે.
પેઇડ સબ્સ્ક્રિપ્શનઃ WhatsApp પ્રીમિયમ પ્લાન એ કેટલાક બિઝનેસ એકાઉન્ટ્સ માટે ઉપલબ્ધ વૈકલ્પિક પ્રીમિયમ પ્લાન છે. જેમાં તેઓ WhatsApp સેટિંગ્સ ખોલીને જોડાઈ શકે છે. જો ત્યાં WhatsApp પ્રીમિયમ વિભાગ નામનો નવો વિભાગ છે, તો તેનો અર્થ એ છે કે આ બિઝનેસ એકાઉન્ટ્સ યોજનામાં જોડાવા માટે પાત્ર છે, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે, વ્યવસાયિક વપરાશકર્તાઓ માટે તમામ વર્તમાન સુવિધાઓ મફત રહેશે. પેઇડ સબ્સ્ક્રિપ્શન એ લોકો માટે એક વિકલ્પ યોજના છે જેઓ WhatsApp દ્વારા તેમના ગ્રાહક સુધી પહોંચવા અને તેનું સંચાલન કરવા માટે કેટલીક વધારાની કાર્યક્ષમતા મેળવવા માંગે છે.