હૈદરાબાદ: રેલવેમાં સરકારી (Indian Railways Recruitment 2022) નોકરી શોધી રહેલા ઉમેદવારો પાસે સારા સમાચાર છે. વેસ્ટર્ન સેન્ટ્રલ રેલવેના વિભિન્ન અપરેન્ટિસ પદો પર (Western Central Railway Apprentice Recruitment) ભરતીઓ નિકળી છે. આ પદો પર અરજીની પ્રક્રિયા 18 નવેમ્બરથી શરૂ થઈ ચૂકી છે. આ પદો પર અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ wcr.indianrailways.gov.in પર જઈને અરજી કરી શકે છે.
પદોનું વિવરણ: સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે, (Indian Railway Recruitment Posts Details) રેલવેએ કુલ 2521 પદો પર ભરતીની જાહેરાત છે, જેમાં ઈલેક્ટ્રીશિયન, ફિટર, ડીઝલ મિકેનિક, વાયરમેન જેવા તમામ પદ સામેલ છે. વધારે જાણકારી માટે ઉમેદવાર સત્તાવાર નોટિફિકેશન જોઈ શકે છે.
જરૂરી લાયકાત: આ પદો પર અરજી માટે (Qualification Required in Indian Railway Recruitment) ઉમેદવાર 10મુ પાસ હોવો જોઈએ. સાથે જ, તેમની પાસે સંબંધિત ટ્રેડમાં ncvt સર્ટિફિકેટ કે iti ડિગ્રી હોવી જોઈએ. અહીં વધારે જાણકારી માટે સત્તાવાર નોટિફિકેશન જુઓ.
ઉંમર મર્યાદા: આ પદો પર અરજી માટે ઉમેદવારોની ઉંમર મર્યાદા 15થી 24 વર્ષ નક્કી કરવામાં આવી છે.
અરજી ફી: આ પદો પર જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યૂએસ ઉમેદવારોને 100 રૂપિયા અરજી ફી આપવી પડશે. જ્યારે, મહિલા ઉમેદવારો સહિત અન્ય વર્ગોએ કોઈ અરજી ફી નહીં આપવી પડે.
અંતિમ તારીખ: પદો પર અરજીની અંતિમ તારીખ 17 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.