ETV Bharat / bharat

West Bengalમાં પૂર આવવાથી 7 લોકોના મોત, 2.5 લાખ લોકો બેઘર - Chief Minister Mamata Banerjee

પશ્ચિમ બંગાળમાં (West Bengal) ભારે વરસાદના કારણે પૂર આવવાથી 6 જિલ્લાઓમાં 7 લોકોનું મૃત્યુ થયું છે. જ્યારે અઢી લાખથી વધુ લોકો બેઘર થયા છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે આ અંગે માહિતી આપી હતી.

West Bengalમાં પૂર આવવાથી 7 લોકોના મોત, 2.5 લાખ લોકો બેઘર

author img

By

Published : Aug 3, 2021, 11:05 AM IST

  • પશ્ચિમ બંગાળમાં પૂરના કારણે 6 જિલ્લામાં 7 લોકોના મોત
  • પૂરના કારણે અઢી લાખથી વધુ લોકો બેઘર થયા
  • રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીએ આપી માહિતી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના ભારે વરસાદના કારણે આવેલા પૂરે ભારે તારાજી સર્જી છે. રાજ્યમાં અસરગ્રસ્ત 6 જિલ્લાઓમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે. જ્યારે અઢી લાખથી વધુ લોકો બેઘર થયા છે. રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન મમતા બેનરજી (Chief Minister Mamata Banerjee)એ બચાવ અભિયાન પર પ્રધાનોએ દેખરેખ રાખવાનો નિર્દેશ કર્યો છે.

આ પણ વાંચો- મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ યોજી વર્ચ્યુઅલ મિટિંગ, અમદાવાદના કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત

દામોદર ઘાટી નિગમના ડેમમાંથી પાણી છોડાયું

હુગલી જિલ્લા (Hooghly District)માં સેના અને વાયુસેનાએ (Air Force) બચાવ અને રાહત કાર્ય શરૂ કર્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, અઢી લાખથી વધુ લોકોને બચાવી લેવાયા છે અને તેમને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે. દક્ષિણ બંગાળના 6 જિલ્લાઓમાં મોટી સંખ્યામાં ઘરોને નુકસાન પહોંચ્યું છે. જ્યારે દામોદર ઘાટી નિગમના ડેમ (Dam of Damodar Valley Corporation)થી પાણી છોડવામાં આવ્યું છે અને ગયા અઠવાડિયે ભારે વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો- Valsad Rain update: ધરમપુરના ઢાંકવડ- નાંદગામને જોડતો પાર નદીનો પુલ આ વર્ષે સતત બીજી વાર ધોવાઈ ગયો

'લોકોને બચાવવું એ અમારી પ્રાથમિકતા'

અધિકારીઓએ કહ્યું હતું કે, અત્યાર સુધી પૂરના કારણે થયેલા નુકસાનનું અનુમાન નથી લગાવાયું. અત્યારે અમારી પ્રાથમિકતા અસરગ્રસ્ત લોકોને બચાવવાની છે. પશ્ચિમ મેદિનીપૂર જિલ્લાના ઘાટલના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેનારા પંચાયત પ્રધાન સુબ્રત મુખર્જીએ (Panchayat Minister Subrata Mukherjee) કહ્યું હતું કેે, તેઓ બેનર્જીને સ્થિતિથી અવગત કરાવશે અને સ્થિતિને પહોંચી વળવા માટે પગલાં લેશે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, NDRFની ટીમને રવિવારે સવારે બચાવ માટે લગાવવામાં આવી હતી, પંરતુ તેજ ધારાના કારણે ટીમ પહોંચી નહતી શકી. રાજ્ય સરકારે જિલ્લા તંત્ર સાથે વાત કરતા ભારતીય વાયુસેના (Indian Air Force)થી બચાવ અભિયાન (Rescue operation)માં તેમની સહાયતા કરવાનું કહ્યું છે.

અનેક વિસ્તારો પૂરની ઝપેટમાં આવ્યા

પૂર્વીય વર્ધમાન, પશ્ચિમ વર્ધમાન, પશ્ચિમ મેદિનીપૂર, હુગલી, હાવડા અને દક્ષિણ 24 પરગના જિલ્લાઓના અનેક વિસ્તારો પૂરની ઝપેટમાં આવ્યા છે. લોકોના ઘરમાં કમર સુધી પાણી ઘૂસી ગયા છે. અધિકારીએ કહ્યું હતું કે, અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે. રાજ્ય સચિવાલયમાં થયેલી કેબિનેટ બેઠક દરમિયાન મમતા બેનરજીએ પ્રધાનોને પોતપોતાના જિલ્લાઓમાં હાજર રહેવા અને રાહત તેમ જ બચાવકાર્યોની દેખરેખ રાખવા નિર્દેશ કર્યો છે. એક લાખથી વધુ તિરપાલ, 1,000 મેટ્રિક ટન ચોખા, પીવાના પાણીની હજારો પાંઉચ અને સાફ કપડાં અસરગ્રસ્ત લોકોને મોકલવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.