પશ્ચિમ બંગાળ નરેન્દ્રપુર : પશ્ચિમ બંગાળના નરેન્દ્રપુરમાં નવજાત શિશુની કિંમત 2 લાખ છે! પશ્ચિમ બંગાળમાં ઉત્તર 24 પીજીના નગર નરેન્દ્રપુરમાં પોલીસે એક મહિલાને શિશુના કથિત 'વેચાણ' માટે માતા સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. સ્થાનિક રહેવાસીએ નોંધાવેલી ફરિયાદના આધારે નરેન્દ્રપુર પોલીસે કેસ નોંધ્યો હતો અને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ચાર આરોપીઓમાં બાળકની સગી માતા, પ્રક્રિયામાં મધ્યસ્થી કરનાર દંપતિ અને બાળક ખરીદનાર મહિલાનો સમાવેશ થાય છે.
શા માટે માતા નવજાત બાળકને વેચવા માંગતી હતી? પ્રાથમિક તપાસ બાદ નરેન્દ્રપુર પોલીસને ખબર પડી કે મહિલાના પતિનું મૃત્યુ ઘણા સમય પહેલા થઈ ગયું હતું. જે બાદ તેણી અન્ય એક પુરુષ સાથે સંબંધમાં હતી. આ અફેરના કારણે તે ગર્ભવતી બની હતી. જ્યારે તેના પડોશીઓને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓએ તેને મારવાનું શરૂ કર્યું. ત્યારબાદ વિધવાએ અજન્મ્યા બાળકનો નાશ કરવાનું નક્કી કર્યું હતું.
બાળક ઝંખતા દંપતિ સુધી વાત પહોંચી : નરેન્દ્રપુર પોલીસના જણાવ્યા અનુસાર તાપસ મંડલ અને શાંતિ મંડલ નામના કપલને આ બાબતની જાણ થઈ હતી. ત્યારબાદ શાંતિએ પંચસાયર વિસ્તારમાં રહેતી ઝૂમા માઝીને ફોન કર્યો હતો. ઝૂમાને કોઈ બાળક ન હોવાથી શાંતિએ તેને દત્તક લેવા માટે સમજાવી અને બધી પ્રક્રિયા ચાલી. ઝૂમાએ 2 લાખ રૂપિયામાં નવજાત શિશુ ખરીદ્યું અને 11 દિવસના શિશુને ઘરે લઇ આવી હતી. તેણે નાણાંની વ્યવસ્થા કરવા માટે પોતાની જમીન પણ વેચી દીધી છે.
માતાનો બાળક વેચવાનો ઇનકાર : આ બનાવથી નરેન્દ્રપુર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન દરેકે આ પ્રકારની કોઇ ઘટના બની હોવાનો સતત ઘટનાનો ઇનકાર કર્યો હતો. માતાના કહેવા પ્રમાણે તેણે તેના નવજાત શિશુને વેચ્યું નથી. તેણીએ તેના ભવિષ્ય માટે નવજાત શિશુને આપ્યું છે. ઝૂમા પણ એ જ વાતનું પુનરાવર્તન કરે છે.
આરોપીઓનું શું કહેવું છે : ઝૂમાએ જણાવ્યું હતું કે "મેં નવજાત શિશુ નથી ખરીદ્યું. મેં બાળકનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે લીધું હતું. બીજી તરફ આ મહિલા (બાળકની માતા) આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. તેના માટે મેં તેને 2 લાખ આપ્યા. બાળક માટે નહીં." આ પ્રક્રિયામાં મધ્યસ્થી કરનાર દંપતિ પણ દાવો કરે છે કે તેમને કોઇ નાણાં મળ્યાં નથી. તેઓએ માત્ર ઝૂમાને મદદ કરવાનો પ્રયાસ કર્યો. તેની પાછળ કોઈ બાળ તસ્કરી ગેંગ છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.