- પશ્ચિમ બંગાળમાં આજે અમિત શાહ ભાજપનું ઘોષણા પત્ર જાહેર કરશે
- આ ઘોષણા પત્રમાં તમામ સમુદાયના લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે
- નાગરિકોના સૂચનને આધારે તૈયાર કરાયું છે ઘોષણા પત્ર
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. પહેલા તબક્કાની ચૂંટણીમાં માત્ર થોડા જ દિવસો બાકી છે. ભારતીય જનતા પાર્ટી હવે તેના વિઝન ડોક્યુમેન્ટ એટલે ઘોષણા પત્ર 21 માર્ચના રોજ જાહેર કરવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભાજપનું ઘોષણા પત્ર જાહેર કરશે.
આ પણ વાંચો: શાહની રેલી કરતા તો વધુ લોકો 'JCBની કામગીરી' જોવા ઉભા રહી જાય છે: અભિષેક બેનર્જી
ઘોષણા પત્રમાં તમામ સમુદાયના લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે
આ વિઝન ડોક્યુમેન્ટમાં ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર મુક્ત સરકાર, માછીમારો સમુદાયથી સંબંધિત કલ્યાણકારી યોજનાઓ, જમીન અધિગ્રહણ નીતિ અને ખેડૂતોની આવક વધારવાની બાબતોને આવરી લેશે. ગૃહપ્રધાન અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ રવિવાર 21 માર્ચે ભાજપના ભાજપનું ઘોષણા પત્ર જાહેર કરી શકે છે.
આ પણ વાંચો: બંગાળ ચૂંટણી: તૃણમૂલ જાહેર કરશે ઘોષણા પત્ર, ત્રણ વખત સ્થગિત થઈ ચૂક્યો છે કાર્યક્રમ