ETV Bharat / bharat

Weather Report: 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક રાજ્યોમાં વરસાદે મચાવી તબાહી - Weather Report Heavy Rain Alert In 22 States

ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ માટે 5 ઓગસ્ટે, ઉત્તરાખંડ, પૂર્વ યુપી અને બિહાર માટે 6 ઓગસ્ટે અને પૂર્વ યુપી અને બિહાર માટે 7 ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે. હાલમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.

weather-report-india-heavy-rain-alert-in-22-states

author img

By

Published : Aug 5, 2023, 8:18 AM IST

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ત્રણ 20 થી 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદ માટે નારંગીથી પીળી ચેતવણી જારી કરી છે. ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ માટે 5 ઓગસ્ટે, ઉત્તરાખંડ, પૂર્વ યુપી અને બિહાર માટે 6 ઓગસ્ટે અને પૂર્વ યુપી અને બિહાર માટે 7 ઓગસ્ટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આઠ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી: દરમિયાન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાન, ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર, પશ્ચિમ યુપી, પૂર્વ અને પશ્ચિમ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગા વિસ્તારો અને પૂર્વોત્તરના તમામ આઠ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહી: ચીન સરહદ નજીકના ગામોને જોડતો ઘાટબાગ-લિપુલેખ માર્ગ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બંધ થઈ ગયો છે. એક સપ્તાહ બાદ ગુરુવારે સાંજે જ આ રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. બીજી તરફ ગટર ઉભરાઈ જવાથી પૂર્ણાગીરી રોડ ફરી ચાર કલાક માટે બ્લોક થઈ ગયો હતો.

ઓડિશામાં 21 જિલ્લામાં ચાર લાખથી વધુ અસરગ્રસ્ત: ભારે વરસાદે ઓડિશામાં વિનાશ વેર્યો છે. 21 જિલ્લામાં ચાર લાખથી વધુ અસરગ્રસ્ત છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 6,834 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વિશેષ રાહત કમિશનર સત્યબ્રત સાહુએ કહ્યું કે ભારે વરસાદને કારણે રાજ્યમાં ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

હરિયાણામાં ભારે વરસાદ: શુક્રવારે સવારે અંબાલા અને કરનાલમાં ભારે વરસાદથી લોકોને ગરમી અને ભેજથી રાહત મળી હતી. બંને જિલ્લામાં ચાર મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.

  1. Banaskantha Rain: દર વર્ષે 4 મહિના સુધી આ ગામ રહે છે પાણીમાં ગરકાવ, તંત્ર આંખ આડા કાન કરીને જોવે છે તમાશો
  2. Gujarat Rain Update: ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેશે, બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણની અસર નહિ થાય

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.