નવી દિલ્હીઃ દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે કોઈ જગ્યાએ આફત તો કોઈ જગ્યાએ પાકને પાણી મળી રહ્યું છે. ગુજરાતમાં ખેડૂતો માટે વરસાદ વરદાન બન્યો તો કર્ણાટકમાં 541 હેક્ટરનો પાક નાશ પામ્યો છે. ગુજરાતમાં પણ અનેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. થોડા દિવસોમાં તહેવાર આવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનૂસાર વરસાદ પડી શકે છે. જેના કારણે તહેવારોમાં પણ મેઘરાજા નહીં કરે ખમૈયા. 31મી સુધી ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી-એનસીઆર, પશ્ચિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
અંબાલાલ પટેલે કરી આગાહી: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તારીખ 27 પછી ફરી વરસાદનુ જોર વધશે. અંબાલાલ પટેલે આપેલી આગાહી અનુસાર હજુ વરસાદનું જોર ધીમેધીમે વધશે. ઓગસ્ટ મહિનાના પહેલાં સપ્તાહમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ઓગસ્ટમાં એક પછી એક સિસ્ટમ આવશે તેવી સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જેના કારણે બેક ટુ બેક વરસાદનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જેના કારણે વરસાદ ફરી આવશે અને ગુજરાતને વરસાદ ઘમરોળશે.
ટ્રેન સેવાઓ પર અસર: વરસાદને કારણે પશ્ચિમ રેલવેની ઉપનગરીય ટ્રેન સેવાઓ સમગ્ર દિવસ દરમિયાન 10-15 મિનિટ મોડી પડી હતી, મુખ્યત્વે દક્ષિણ અને ઉત્તરમાં મરીન લાઇન્સ અને બોરીવલી સ્ટેશનો પર પાણી ભરાવાને કારણે. પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે મરીન લાઇન્સ સ્ટેશન પર પાણીનો ભરાવો BMCના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કોસ્ટલ રોડ માટે ચાલી રહેલા બાંધકામના કામને કારણે થયો હતો. પડોશી થાણે અને પાલઘર જિલ્લાઓ માટે, હવામાન કેન્દ્રએ એક 'ઓરેન્જ એલર્ટ' જારી કર્યું છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અહીં વરસાદ પડશે: સ્કાયમેટ વેધર અનુસાર, આગામી 24 કલાક દરમિયાન તેલંગાણા, વિદર્ભ, કોંકણ અને ગોવા, મધ્ય પ્રદેશ અને કોસ્ટલ કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદની અપેક્ષા છે.દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દક્ષિણ છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, કોસ્ટલ ઓડિશા, કેરળ, આસામ અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ગુજરાત, ઝારખંડ, દક્ષિણ હરિયાણા, બિહાર, દક્ષિણ પંજાબ, લક્ષદ્વીપ, રાયલસીમા અને તમિલનાડુમાં હળવા વરસાદની શક્યતા છે. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશના ભાગો, પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ અને ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે એક કે બે જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
મુંબઈમાં પાણી ભરાઈ ગયું: મુંબઈમાં ગુરુવારે ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે મોટા ભાગના મુખ્ય રસ્તાઓ પર મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થયો, પશ્ચિમ અને મધ્ય રેલવેની ઉપનગરીય ટ્રેન સેવાઓ વિલંબિત થઈ. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. ભારતીય હવામાન વિભાગ (IMD)ના મુંબઈ કેન્દ્રે ગુરુવારે મુંબઈ અને પડોશી રાયગઢ જિલ્લામાં વરસાદ માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે હવામાન વિભાગે કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
-
#WATCH | Maharashtra | Waterlogging witnessed in several parts of Wadala due to continuous heavy rainfall. pic.twitter.com/wxQ0cFZB1C
— ANI (@ANI) July 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Maharashtra | Waterlogging witnessed in several parts of Wadala due to continuous heavy rainfall. pic.twitter.com/wxQ0cFZB1C
— ANI (@ANI) July 28, 2023#WATCH | Maharashtra | Waterlogging witnessed in several parts of Wadala due to continuous heavy rainfall. pic.twitter.com/wxQ0cFZB1C
— ANI (@ANI) July 28, 2023
541 હેક્ટરનો પાક નાશ પામ્યોઃ સિદ્ધારમૈયાએ કહ્યું કે 1 જૂનથી ચોમાસાના વરસાદને કારણે 38 લોકોના મોત થયા છે અને 35 લોકો ઘાયલ થયા છે. 57 મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે, 208ને ભારે નુકસાન થયું છે અને 2,682 મકાનોને આંશિક નુકસાન થયું છે, અને 105 પશુઓએ જીવ ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે 185 હેક્ટર જમીન પરનો પાક અને 356 હેક્ટર બાગાયતનો નાશ થયો છે. તેમણે કહ્યું કે, કુલ વરસાદ અને પૂરને કારણે 541 હેક્ટરનો પાક નાશ પામ્યો છે.
-
#WATCH गुजरात के नवसारी में कल रात से लगातार हो रही बारिश के कारण जलभराव देखा गया।
— ANI_HindiNews (@AHindinews) July 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
जिला कलेक्टर अमित प्रकाश यादव ने शहर के सभी स्कूलों और कॉलेजों में छुट्टी का आदेश दिया है। pic.twitter.com/nNvqHMrzHW
">#WATCH गुजरात के नवसारी में कल रात से लगातार हो रही बारिश के कारण जलभराव देखा गया।
— ANI_HindiNews (@AHindinews) July 28, 2023
जिला कलेक्टर अमित प्रकाश यादव ने शहर के सभी स्कूलों और कॉलेजों में छुट्टी का आदेश दिया है। pic.twitter.com/nNvqHMrzHW#WATCH गुजरात के नवसारी में कल रात से लगातार हो रही बारिश के कारण जलभराव देखा गया।
— ANI_HindiNews (@AHindinews) July 28, 2023
जिला कलेक्टर अमित प्रकाश यादव ने शहर के सभी स्कूलों और कॉलेजों में छुट्टी का आदेश दिया है। pic.twitter.com/nNvqHMrzHW
કર્ણાટકમાં 38 લોકોના મોત: કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે મુશળધાર વરસાદ અને પૂરને લગતી ઘટનાઓમાં અત્યાર સુધીમાં 38 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે અને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં વરસાદ અને પૂરની સ્થિતિની સમીક્ષા કરતાં, મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા અને જાનમાલના નુકસાનને રોકવા માટે જરૂરી સાવચેતીના પગલાં લેવા નિર્દેશ આપ્યો.