- કાશ્મીર, મુસ્લિમો અને પોતાની નીતિઓ પર બોલ્યું તાલિબાન
- મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાને ગણાવ્યો પોતાનો અધિકાર
- કોઈપણ દેશ વિરુદ્ધ સશસ્ત્ર અભિયાન ન કરવાની તાલિબાનની નીતિ
- તાલિબાને ભારતના રાજદૂત સાથે દોહામાં કરી હતી મુલાકાત
ઇસ્લામાબાદ: દોહામાં તાલિબાનના રાજકીય કાર્યાલયના પ્રવક્તા સુહૈલ શાહીને વિડીયો લિંક દ્વારા બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે અવાજ ઉઠાવીશું અને કહીશું કે મુસ્લિમ તમારા પોતાના લોકો છે, તમારા પોતાના નાગિરક અને તેમને તમારા કાયદા અંતર્ગત સમાન અધિકાર મળવા જોઇએ.
કોઈપણ દેશ વિરુદ્ધ સશસ્ત્ર અભિયાન ન કરવાની તાલિબાનની નીતિ
શાહીને કહ્યું કે, મુસ્લિમ હોવાના કારણે એ સંગઠનનો અધિકાર છે કે તે કાશ્મીર તથા કોઈપણ અન્ય દેશમાં રહેતા મુસ્લિમો માટે અવાજ ઉઠાવે. અમેરિકાની સાથે દોહા કરારની શરતોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તેમની કોઈપણ દેશની વિરુદ્ધ સશસ્ત્ર અભિયાન કરવાની કોઈ નીતિ નથી.
દોહામાં તાલિબાન સાથે ભારતીય રાજદૂતે કરી બેઠક
કેટલાક દિવસ પહેલાં નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ભારતના રાજદૂત દીપક મિત્તલે તાલિબાનની વિનંતી પર દોહામાં તેના રાજકીય કાર્યાલયના પ્રમુખ શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકઝઈ સાથે મુલાકાત કરી. તેમણે ભારતની એ ચિંતા જણાવી કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ભારત વિરોધી ગતિવિધિઓ અને આતંકવાદ માટે ના કરવો જોઇએ.
ભારત વિરોધી ગતિવિધિઓ માટે ન થવો જોઇએ અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સાપ્તાહિક બ્રીફિંગમાં કહ્યું હતું કે, અમારું ધ્યાન એ વાત પર છે કે અફઘાન ધરતીનો ઉપયોગ ભારત વિરોધી ગતિવિધિઓ અને કોઈપણ પ્રકારના આતંકવાદ માટે ના થવો જોઇએ અને તાલિબાનને માન્યતા આપવાની સંભાવનાઓ વિશે અત્યારે કંઇપણ કહેવું ઉતાવળ હશે.
તાલિબાન સાથેની બેઠક વિશે વિદેશ મંત્રાલયે શું કહ્યું?
મિત્તલની સ્તાનિકઝઈ સાથેની મુલાકાત વિશેના એક પ્રશ્નના જવાબમાં બાગચીએ કહ્યું હતું કે, અમે અમારી ચિંતાઓથી વાકેફ કરવા માટે આ તકનો લાભ ઉઠાવ્યો, પછી આ અફઘાનિસ્તાનથી લોકોને નીકાળવા સંબંધિત હોય કે પછી આતંકવાદ વિશે હોય. અમને સકારાત્મક પ્રતિક્રિયા મળી છે.
વધુ વાંચો: અફઘાનિસ્તાનમાં જુમ્માની નમાઝ પછી તાલિબાન આજે સરકારની જાહેરાત કરશે
વધુ વાંચો: કતારમાં ભારતના રાજદૂતે તાલિબાન નેતા સાથે મુલાકાત કરી