- અમે (શિવસેના અને ભાજપ) કદી દુશ્મન રહ્યા નથીઃ દેવેન્દ્ર ફડણવીસ
- મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી
- અમે કોઈ જાહેર કાર્યક્રમમાં એક-બીજાની સામે આવી જઇએ છે, તો જરૂર મળીએ છેઃ સંજય રાઉત
મુંબઇ: મહારાષ્ટ્ર(Maharashtra)ના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) હંમેશાં ઉદ્ધવ ઠાકરે સરકાર પર નિશાન સાધતા જોવા મળ્યા છે, પરંતુ તાજેતરના દિવસોમાં ભાજપ અને શિવસેનાની વધતી નિકટતા પછી તેમણે રવિવારે બધાને આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે, શિવસેના(Shiv Sena) તેમનો દુશ્મન નથી. જ્યારે એક પત્રકારે તેમને પૂછ્યું કે, શું બન્ને પક્ષો ફરીથી એક સાથે આવે તેવી સંભાવના છે, તો તેમણે જવાબ આપ્યો કે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ફરી એકવાર ભાજપની સરકાર , CM વિજય રૂપાણીએ ફડણવીસને પાઠવી શુભેચ્છા
વર્તમાન સંજોગો અનુસાર નિર્ણય લેવામાં આવે છે
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, 'અમે (શિવસેના અને ભાજપ) કદી દુશ્મન રહ્યા નથી. તે અમારા મિત્ર હતા અને જેની સામે તેઓ લડ્યા, તેમની સાથે સરકાર બનાવી અને તેઓએ અમને છોડી દીધા. રાજકારણમાં કોઈ આગર-મગર હોતું નથી. વર્તમાન સંજોગો અનુસાર નિર્ણય લેવામાં આવે છે.
મરાઠા અનામતના મુદ્દે તેમની વચ્ચે વાતચીત થઈ હતીઃ ઠાકરે
નોંધપાત્ર વાત એ છે કે, ગયા મહિને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray )એ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. બન્ને વચ્ચે થોડીવાર સુધી ખાનગી વાતચીતથી રાજકીય કોરિડોરમાં અલગ-અલગ સમાચારો ફરતા થયા હતા. ઠાકરેએ મીડિયાને જણાવ્યું હતું કે, મરાઠા અનામતના મુદ્દે તેમની વચ્ચે વાતચીત થઈ હતી.
NCPના પ્રમુખ શરદ પવાર પણ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા
આ અઠવાડિયે NCPના પ્રમુખ શરદ પવાર પણ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray )ને મળ્યા હતા. આ દરમિયાન કેબિનેટ પ્રધાન જીતેન્દ્ર અહવાડ(Cabinet Minister Jitendra Ahwad), ગૃહ પ્રધાન દિલીપ વલસે પાટિલ(Home Minister Dilip Walse Patil) અને આદિત્ય ઠાકરે પણ ત્યાં હાજર હતા.
આ પણ વાંચોઃ પવાર દેશમુખને સતત બચાવી રહ્યાં છે, સાચું બોલી રહ્યાં નથી: ફડણવીસનો આક્ષેપ
અમારા કેટલાક રાજકીય અને વૈચારિક મતભેદો જરૂર છેઃ સંજય રાઉત
ભાજપ સાથે નિકટતાના અહેવાલોને નકારી કાઢતા શિવસેનાના નેતા સંજય રાઉતે(Shiv Sena leader Sanjay Raute) કહ્યું હતું કે, "વધુ અફવાઓ ફેલાશે, મહા વિકાસ અઘાડી ગઠબંધન વધુ મજબૂત બનશે." અમારા કેટલાક રાજકીય અને વૈચારિક મતભેદો જરૂર છે, પરંતુ જો અમે કોઈ જાહેર કાર્યક્રમમાં એક-બીજાની સામે આવી જઇએ છે, તો જરૂર મળીએ છે.