- ભારતે અમને મહામારીની શરૂઆતમાં ઘણી મદદ કરી હતીઃ અમેરિકા
- ભારતને વેક્સિન બનાવવા માટેનો કાચો માલ ઉપલબ્ધ કરાવીશુંઃ અમેરિકા
- ભારતની મુશ્કેલીના સમયમાં અમે તેમની સાથે જ ઊભા છીએઃ અમેરિકા
વોશિંગ્ટન (અમેરિકા): ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેર વચ્ચે ભારતની સ્થિતિ વણસી રહી છે. ત્યારે હવે આવા સમયે અમેરિકા ભારતને મદદ કરવા આગળ આવ્યું છે. આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિએ ભારતને કોરોના વેક્સિન બનાવવા માટે આવશ્યક કાચા માલની નિકાસ પર પ્રતિબંધ લગાવતા ભારતને મોટો ઝાટકો લાગ્યો હતો. અમેરિકા રાષ્ટ્રપતિના આ નિર્ણયથી ભારત સહિત અન્ય જગ્યાઓ પર પણ ટીકા થઈ હતી. જોકે, ભારતના NSA (નેશનલ સિક્યોરિટી એડવાઈઝર) અજિત ડોભાલ અને અમેરિકાના NSA જેક સુલિવન વચ્ચે વાતચીત થયા પછી આ મામલો થાળે પડ્યો હતો. હવે અમેરિકાએ ભારતને મદદ કરવાની વાત કરી છે.
આ પણ વાંચોઃ દેશમાં કોરોનાની સુનામી: ગુજરાતમાં 25 દિવસમાં 18.05 ટકા રિકવરી રેટ ઘટ્યો
મહામારીની શરૂઆતમાં ભારતે અમને ઘણી મદદ કરી હતીઃ બાઈડન
અમેરિકી રાષ્ટ્રપતિએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, મહામારીની શરૂઆતમાં ભારતે અમારી ઘણી મદદ કરી હતી. તે સમયે અમારા હોસ્પિટલ્સ પર ભારે દબાણ હતું અને તેવા સમયે ભારતે અમને બહાર આવવામાં મદદ કરી હતી.
આ પણ વાંચોઃ તિરંગાના રંગમાં રંગાયો બુર્જ ખલીફા, કોરોનાની જંગ સામે ભારતને હિંમત રાખવા જણાવ્યું
અમેરિકી રાષ્ટ્રપતિએ સુરક્ષા સલાહકારના ટ્વિટથી માહિતી આપી
અમેરિકી રાષ્ટ્રપતિએ આ નિવેદન અમેરિકી સુરક્ષા સલાહકાર જેક સુલિવનના ટ્વિટ પર આપ્યું હતું, જેમાં તેમણે સાથે મુસીબતના સમયમાં ભારતના લોકોની સાથે ઊભા રહેવાની વાત કહી હતી. આ સાથે જ ભારતને જોઈતી તમામ મદદ પૂરી પાડવાની પણ વાત કહી હતી. ટ્વિટમાં વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકા ભારતને વેક્સિન બનાવવા માટે આવશ્યક કાચા માલનો પૂરવઠો આપશે.