ETV Bharat / bharat

Asia largest Bio CNG plant : વડાપ્રધાન મોદીએ એશિયાના સૌથી મોટા બાયો CNG પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન - બાયો CNG ગોબર ધન પ્લાન્ટ

મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે વડાપ્રધાન મોદી (PM Modi Visits Indore) આજે એશિયાના સૌથી મોટા બાયો CNG પ્લાન્ટનું ઉદ્ઘાટન (Asia largest Bio CNG plant ) કરી દેશને મોટી ભેટ આપી છે. આ પ્લાન્ટ 100 ટકા ભીના કચરાનો ઉપયોગ કરીને ચલાવવામાં સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

Asia largest Bio CNG plant : વડાપ્રધાન મોદી આજે ઈન્દોરમાં એશિયાના સૌથી મોટા બાયો CNG પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

author img

By

Published : Feb 19, 2022, 9:54 AM IST

Updated : Feb 19, 2022, 2:29 PM IST

ભોપાલ: ભોપાલ: દેશના સૌથી સ્વચ્છ શહેરો પૈકીનું એક ગણાતું ઈન્દોર એશિયાના સૌથી મોટા બાયો CNG પ્લાન્ટના ઉદ્ઘાટન (Asia largest Bio CNG plant ) સાથે સ્વચ્છતામાં વધુ એક ઉચ્ચ ધોરણ સ્થાપિત કરવા માટે તૈયાર છે. આ પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉદ્ઘાટન (PM Modi Visits Indore) કર્યું છે.

બાયો-CNGનો જથ્થો દરરોજ 400 બસો ચલાવવામાં મદદ કરશે

આ પ્લાન્ટ 100 ટકા ભીના કચરાનો ઉપયોગ કરીને ચલાવી આશરે 18,000 કિલો ગેસનું ઉત્પાદન કરવાનો અંદાજ છે. ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનનું અનુમાન છે કે, બાયો CNGનો (Asia largest Bio CNG plant) જથ્થો શહેરમાં દરરોજ લગભગ 400 બસો ચલાવવામાં મદદ કરશે.

આ પણ વાંચો: હાઇકોર્ટનો રાજ્ય સરકારને નિર્દેશ- કોલસાનો ઉપયોગ ઘટાડી કુદરતી ગેસનો ઉપયોગ વધુ કરવો જોઈએ

બાયો CNGની અસરકારકતામાં વધારો થશે

આ પ્લાન્ટ PPP મોડલ પર બનાવવામાં આવ્યો છે, જેમાંથી ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનને વાર્ષિક 2.5 કરોડ રૂપિયાની કમાણી થશે. અધિકારીઓએ દાવો કર્યો હતો કે, આનાથી માત્ર કેલોરીફિક મૂલ્યમાં સુધારો જ નહીં, પરંતુ બાયો CNGની અસરકારકતામાં પણ વધારો થશે. ઈન્દોરના કલેક્ટર મનીષ સિંહે કહ્યું હતું કે, "આ વિકાસ ગીચ વસ્તીવાળા શહેરોની હવાની ગુણવત્તાને શુદ્ધ કરવામાં મદદ કરશે."

આ પણ વાંચો: CNG Pump Dealers Strike : વડોદરામાં બે કલાક સીએનજી પંપ રહ્યા બંધ, ડીલરોની આવી છે માગણી

96 ટકા શુદ્ધ મિથેન ગેસ સાથે CNGનું ઉત્પાદન કરશે

550 મેટ્રિક ટનની કુલ ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ 96 ટકા શુદ્ધ મિથેન ગેસ સાથે CNGનું ઉત્પાદન કરશે. આ પ્લાન્ટ PPP મોડલ પર અને ખાનગી એજન્સીના સહયોગથી સ્થાપવામાં આવ્યો છે. 20 રાજ્યોના સ્વચ્છ ભારત મિશનના મિશન ડિરેક્ટર્સ અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના અધિકારીઓ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે.

Last Updated : Feb 19, 2022, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.