ETV Bharat / bharat

PM Modi Virtual Rallies in UP: મકર સંક્રાંતિ બાદ વડાપ્રધાનની વર્ચ્યૂઅલ રેલી, 50 લાખ લોકોને જોડવાની આશા - વડાપ્રધાનની રેલી અંગે તૈયારી પૂરજોશમાં

વર્ચ્યુઅલ રેલીઓની શ્રેણીની પ્રથમ શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીથી (Virtual Rallies of PM Modi in UP) થશે. મકર સંક્રાંતિ પછી આ રેલીનું આયોજન કરવામાં આવશે, જેમાં ઉત્તર પ્રદેશના લગભગ 50 લાખ લોકોને જોડવાની તૈયારી ચાલી રહી છે.

PM Modi Virtual Rallies in UP: મકર સંક્રાંતિ બાદ વડાપ્રધાનની વર્ચ્યૂઅલ રેલી, 50 લાખ લોકોને જોડવાની આશા

author img

By

Published : Jan 11, 2022, 8:45 AM IST

Updated : Jan 11, 2022, 9:30 AM IST

લખનઉઃ વર્ચ્યૂઅલ રેલીની પ્રથમ શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીથી (Virtual Rallies of PM Modi in UP) થશે. મકરસંક્રાંતિ પછી આ રેલીનું આયોજન કરવામાં આવશે, જેમાં ઉત્તર પ્રદેશના લગભગ 50 લાખ લોકોને જોડવાની તૈયારી (BJP's campaign in Uttar Pradesh) ચાલી રહી છે. આ રેલીને સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીની IT સેલ તમામ (BJP's IT cell prepares for virtual rally) પ્રયાસો કરી રહ્યું છે.

આ પણ વાંચો- PM Modi COVID 19 Review Meeting: જિલ્લા સ્તર પર પર્યાપ્ત આરોગ્ય માળખાને સુનિશ્ચિત કરવા PM Modiનું આહ્વાન

ભાજપ ચૂંટણી પંચની માર્ગદર્શિકાની રાહ જોઈ રહ્યું છે

આ રેલીઓનું વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ ટેલિકાસ્ટ (Live telecast of PM's rally on social media) કરવામાં આવશે. આ સાથે નાની નાની જગ્યાએ સ્ટેજ મૂકીને રેલી પ્રદર્શિત કરવામાં આવશે. તો XD ટેક્નોલોજી દ્વારા તેને એવી રીતે પ્રસારિત કરવામાં આવશે કે, લોકો સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની સામે જોશે. અત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચની આગામી માર્ગદર્શિકાની (BJP's campaign in Uttar Pradesh) રાહ જોઈ રહી છે, જેમાં નાના નાના મેળાવડા માટે મંજૂરી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં રાજ્યભરમાં ડઝનબંધ સ્થળોએ 100થી 200 લોકોને એકત્ર કરીને રેલીનું સ્વરૂપ ભવ્ય બનાવવામાં આવશે.

આ પણ વાંચો- જાણો શા માટે વડાપ્રધાને કાશી વિશ્વનાથ મંદિરમાં આપ્યા 100 ચંપલ

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચ આગામી નિર્ણય કરશે

કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારને લઈને કડક નિયમો બનાવ્યા છે. આ નિયમો હાલમાં 15 જાન્યુઆરી સુધી અમલમાં છે. ત્યારબાદ કોવિડના બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ પોતાનો આગામી નિર્ણય આપશે. ત્યારબાદ પ્રચારને લઈને નવા નિયમો નક્કી કરવામાં (BJP's campaign in Uttar Pradesh) આવશે.

વડાપ્રધાનની રેલી અંગે તૈયારી પૂરજોશમાં

ભારતીય જનતા પાર્ટીની IT સેલના એક પદાધિકારીએ ETV Bharatને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી અંગે જબરદસ્ત તૈયારી ચાલી રહી (Preparations for the PM's rally are in full swing) છે. આના માધ્યમથી ઓછામાં ઓછા 50 લાખ લોકો સુધી પહોંચવાની રણનીતિ બનાવવામાં આવી છે. પદાધિકારીએ જણાવ્યું હતું કે, ઉચ્ચ સ્તરીય ડિજિટલ ટેકનિકોની મદદથી આ રેલી (BJP's IT cell prepares for virtual rally) યોજવામાં આવશે, જેમાં વડાપ્રધાન તો દિલ્હીથી બોલશે, પરંતુ સમગ્ર ઉત્તરપ્રદેશને સંબોધિત કરશે.

મકર સંક્રાંતિ પછી નાની સભાઓની મંજૂરી ચૂંટણી પંચ આપે તેવી આશા

સામાન્ય નાગરિકો વડાપ્રધાનના સંદેશને સાંભળી શકશે. પદાધિકારીએ જણાવ્યું હતું કે, આશા રાખીએ છીએ કે, મકર સંક્રાંતિ પછી નાની સભાઓની મંજૂરી ચૂંટણી પંચ આપશે, જેના માધ્યમથી અમે આ રેલીને નાના ના સ્થળ પર ઓછા લોકોની વચ્ચે સ્ટેજ બનાવીને પ્રસારિત કરીશું, જેનાથી રેલી જેવો માહોલ બનશે અને પ્રચારનું આ નવું માધ્યમ લોકો વચ્ચે પહોંચી શકશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ રીતે ડિજિટલ રેલીઓનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે.

વડાપ્રધાનની રેલી અંગે સમય ટૂંક સમયમાં જાહેર થશે

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, અમારા ડિજિટલ યોદ્ધા પ્રચાર અભિયાન અંગે સંપૂર્ણરીતે તૈયારી કરી રહ્યા (Preparations for the PM's rally are in full swing) છે. અમે વર્ચ્યૂઅલ માધ્યમથી પ્રચાર અભિયાનમાં જીવ ફૂંકીશું. પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીનો સમયગાળો ટૂંક જ સમયમાં મીડિયાને આપવામાં આવશે.

Last Updated : Jan 11, 2022, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.