સાલેમ,તામિલનાડુ: સામસામે અથડામણમાં બે ખાનગી બસોના ડ્રાઇવર (Two bus accident in Tamil Nadu)ફંગોળાયા હતા. કેટલાક મુસાફરો ઘાયલ પણ થયા હતા. 50 મુસાફરો સાથેની એક ખાનગી બસ સાલેમ જિલ્લાના એડપ્પડી વિસ્તારમાંથી (Adappadi area of Salem district)તિરુચેંગોડે જવા નીકળી હતી. એ જ રીતે એક ખાનગી કોલેજની બસ તિરુચેંગોડેથી એડપ્પડી તરફ આવી રહી હતી.
આ પણ વાંચોઃ પરિવારનો માળો વિખાયો, પ્રવાસ મોતના માતમમાં ફેરવાયો
ઘટનાનો વીડિયો - ઇડાપ્પડી-સનકાગિરી મુખ્ય માર્ગ પર બે બસો સામસામે (Tamil Nadu road accident)અથડાય હતી. આ અકસ્માત 17મી મેના રોજ સાંજે થયો હતો. આ અકસ્માતમાં 40થી વધુ કોલેજના વિદ્યાર્થીઓ અને કેટલાક મુસાફરો ઘાયલ થયા હતા. બસના ડ્રાઈવરને પણ ઈજા થઈ હતી અને તે તેની સીટ પરથી પટકાયો હતો. આ ઘટનાનો વીડિયો બસની અંદરના CCTVમાં રેકોર્ડ થયો હતો. કોંગનાપુરમ પોલીસે કેસ નોંધીને આ ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી.
આ પણ વાંચોઃ એક ઉંદર બન્યો મોતનું કારણ: ઉંદરે કારચાલક સાથે કર્યું કઈંક આવું... જુઓ વિડીયો
ખાનગી બસો સામસામે અથડાય - તમિલનાડુના સાલેમ જિલ્લામાં બે ખાનગી બસો સામસામે અથડાય હતી. ઈડાપ્પડીથી પ્રવાસ કરી રહેલી પ્રવાસીને લઈ જતી એક ખાનગી બસ વિદ્યાર્થીઓ સાથે થિરુચેન્ગોડથી પ્રવાસ કરી રહેલી અન્ય ખાનગી બસ સાથે અથડાઈ હતી. જ્યારે બસો એડપ્પડી-શંકરી હાઈવે પર કોઝીપનાઈ બસ સ્ટોપ પાસે પહોંચી ત્યારે અથડાઈ હતી.