ઉત્તરાખંડ : આજે સવારે સિલક્યારા ટનલની અંદર ફસાયેલા લોકોનો વીડિયો સામે આવ્યા બાદ બચાવ કાર્યમાં લાગેલી ટીમમાં આશા જાગી છે ઉપરાંત સ્થળ પર ઉત્તેજનાનું વાતાવરણ છે. વીડિયોના આધારે કહી શકાય કે તમામ લોકો એકદમ સુરક્ષિત છે. હવે સિલક્યારા ટનલમાં યુદ્ધના ધોરણે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આજથી સિલક્યારા ટનલના ઉપરના છેડેથી ડ્રિલિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઓડિશાથી આવ્યા જાડા પાઈપ : ટનલના ઉપરથી ડ્રિલિંગ કરવા માટે ઓડિશાથી મોટા પાઈપો લાવવામાં આવ્યા છે. આ પાઈપો આઠ વાહનોમાં લાવવામાં આવી છે. આ જાડા પાઈપો ઓડિશાથી સેનાના હેલિકોપ્ટર દ્વારા લાવવામાં આવ્યા છે. આર્મી હેલિકોપ્ટરે જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર જાડા પાઈપને ઉતાર્યા હતા. જોલી ગ્રાન્ટ એરપોર્ટથી આઠ ટ્રક દ્વારા આ પાઈપોને સિલક્યારા ટનલ રેસ્ક્યુ સાઈટ પર લાવવામાં આવી છે.
ટનલની ઉપરથી ડ્રિલિંગ કરાશે : જોલી ગ્રાન્ટ એરપોર્ટથી સિલક્યારા ટનલ સુધી મોટા પાઈપો લાવનારા ટીમે જણાવ્યું હતું કેસ, ટનલની ઉપરથી ડ્રિલિંગ કરતી વખતે આ જાડી પાઈપો ટનલમાં નાખવામાં આવશે. હવે આ જાડી પાઈપો ટનલના ઉપરના છેડા પર લગાવવામાં આવી રહી છે. ટનલ ઉપર ડ્રિલિંગનું સ્થાન પહેલેથી જ નક્કી કરવામાં આવ્યું છે. સમગ્ર ઓપરેશનને પાર પાડવા માટે રેસ્ક્યુ ટીમ સંપૂર્ણપણે તૈયાર છે.
-
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue operation: The vertical drilling machine from the upper part of the hill above the tunnel reaches Silkyara Tunnel pic.twitter.com/kKoOtcrN9W
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue operation: The vertical drilling machine from the upper part of the hill above the tunnel reaches Silkyara Tunnel pic.twitter.com/kKoOtcrN9W
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 21, 2023#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue operation: The vertical drilling machine from the upper part of the hill above the tunnel reaches Silkyara Tunnel pic.twitter.com/kKoOtcrN9W
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 21, 2023
વર્ટિકલ ડ્રિલિંગ મશીન પહોંચ્યું : આ સાથે કૌડિયાલાથી મહાકાય વર્ટિકલ મશીન લાવવામાં આવ્યું છે. આ વર્ટિકલ મશીનને ત્રણ વાહનોમાં લોડ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 13 કલાકની લાંબી મુસાફરી બાદ સિલક્યારા ટનલ સુધી લઈ જવામાં આવ્યું હતું. આ મશીનને ટનલની ઉપરના છેડા પર પહોંચાડવામાં આવશે. વર્ટિકલ ડ્રિલિંગ મશીન દ્વારા ટનલની ઉપરથી નીચે સુધી ડ્રિલિંગ કરવામાં આવશે. આ મશીનની વિશેષતા એ છે કે તે મોટા એરિયામાં ડ્રિલિંગ કરી શકે છે.
વડાપ્રધાને લીધી અપડેટ : ઉલ્લેખનિય છે કે, ઓસ્ટ્રેલિયાના ઇન્ટરનેશનલ ટનલિંગ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સ આ રેસ્ક્યુ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા છે. આ દરમિયાન આજે સવારે વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ધામીને ફોન કરીને બચાવ કામગીરી અંગે અપડેટ લીધી હતી.
પેરલલ ડ્રિલિંગમાં સમસ્યા સર્જાઈ : અત્યાર સુધી સિલક્યારાની ટનલમાં પેરલલ ડ્રિલિંગ ચાલતું હતું. એટલે કે, ટનલની સપાટીથી સીધા બીજા છેડા તરફ ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું હતું. આ પ્રક્રિયામાં ટનલની ઉપરથી કાટમાળ પડી રહ્યો હતો. જેના કારણે આ ડ્રિલિંગમાં સમસ્યા સર્જાઈ હતી. આ કારણોસર હવે ટનલની ઉપરના ભાગથી ઊભું ડ્રિલિંગ કરવામાં આવશે.
રેસ્ક્યુ ઓપરેશનનો દસમો દિવસ : ઉલ્લેખનિય છે કે, ઉત્તરકાશીના સિલક્યારામાં ચારધામ રોડ પ્રોજેક્ટ હેઠળ એક ટનલ બનાવવામાં આવી રહી છે. દિવાળીના દિવસે આ સુરંગમાં કાટમાળ ઘૂસી ગયો હતો. 12 નવેમ્બરના રોજ સવારથી 41 કામદારો કાટમાળને કારણે ટનલની અંદર ફસાયેલા છે. તેમને બચાવવા માટે છેલ્લા 10 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.