વારાણસી: તેમના વારાણસી પ્રવાસના બીજા દિવસે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ (Vice President Venkaiah Naidu) શનિવારે શ્રી કાશી વિશ્વનાથ મંદિર અને કાલ ભૈરવ મંદિરની મુલાકાત લીધી. દર્શન-પૂજન કર્યા બાદ તેઓ 11 વાગે ચંદૌલીની તળેટીમાં સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્મૃતિ ભવન (Pandit Deendayal Upadhyay Smriti Bhavan) ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ગઈકાલે ગંગા આરતીમાં હાજરી આપ્યા બાદ ઉપરાષ્ટ્રપતિએ ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યુ હતુ અને બપોરે ભોજન કર્યા પછી, તેઓ સાંજે લગભગ 4:30 વાગ્યે વારાણસીથી હૈદરાબાદ માટે રવાના થશે.
આ પણ વાંચો: વૈશ્વિક ઉપયોગ માટે NAVICને પ્રોત્સાહન આપો: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ISROને કહ્યું
પ્રશાસને ચંદૌલીમાં ઉપરાષ્ટ્રપતિના આગમનને લઈને સુરક્ષા વ્યવસ્થા શરૂ કરી દીધી છે. ઉપરાષ્ટ્રપતિ સ્ટોપ પર સ્થિત પંડિત દીનદયાળ સ્મૃતિ ઉપવન ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને અખંડ માનવતાવાદના પ્રણેતાને શ્રદ્ધાંજલિ આપશે. ઉપરાષ્ટ્રપતિના આગમનને ધ્યાનમાં રાખીને મુખ્ય માર્ગોના રૂટ ડાયવર્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે કેવડિયાની મુલાકાતે
ટ્રાફિક પોલીસે તમામ વાહનોને ઉપરાષ્ટ્રપતિના પડાવ તરફ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ રૂટ ડાયવર્ઝનની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. જે શનિવારે સવારે 7 વાગ્યાથી કાર્યક્રમ પૂરો થયાના એક કલાક સુધી લાગુ રહેશે. સાથે જ પરીક્ષા કેન્દ્ર પર જતા વિદ્યાર્થીઓને કેન્દ્રમાં જવા દેવામાં આવશે. જો કે તેઓએ આઈડી બતાવવાનું રહેશે.