તેલંગણા: ટોલીવુડમાં વધુ એક દુર્ઘટના બની છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા ચલપતિ રાવનું નિધન(Popular actor Chalapathy Rao passed away) થયું હતું. તેઓ 78 વર્ષના હતા. મળતી માહિતી મુજબ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. હૈદરાબાદ સ્થિત તેમના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચાર બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ચલપતિ રાવને બે પુત્રી અને એક પુત્ર છે. પુત્ર રવિ બાબુ દિગ્દર્શક, અભિનેતા અને નિર્માતા છે.
આ પણ વાંચો: Tunisha Sharma Suicide: 'અલીબાબા' ફેમ તુનિષા શર્માએ સેટ પર જ કરી આત્મહત્યા
600 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું: જણાવી દઈએ કે ચલપતિ રાવનો જન્મ 8 મે 1944ના રોજ કૃષ્ણા જિલ્લાના બલ્લીપારુમાં થયો હતો. તેણે 600 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. પીઢ અભિનેતા કૈકલા સત્યનારાયણનું બે દિવસ પહેલા નિધન થયું હતું, હવે ચલપતિ રાવના આકસ્મિક અવસાનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભારે શોક છવાઈ ગયો છે. શોકમાં ડૂબેલી ફિલ્મ જગતની અનેક પ્રખ્યાત હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને શોક વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: Tunisha Sharma death case : અભિનેતા શીઝાન ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ધરપકડ કરવામાં આવી
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભારે શોક છવાઈ ગયો: પીઢ અભિનેતા ચલપતિ રાવને સફળ અભિનેતા અને નિર્માતા તરીકે ઓળખવામાં આવે છે. તેણે 1966માં ફિલ્મ 'ગુડાચારી 116'થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ચલપતિ રાવે કલિયુગ ક્રિષ્નાડુ, કડપા રેડમ્મા, જગન્નાટકમ, પેલાન્ટે નુરેલ્લા પંતા, પ્રમુખ ગારી અલ્લુડુ અને અન્ય માટે નિર્માતા તરીકે કામ કર્યું હતું.