- વેણુગોપાલ છેલ્લા 30 વર્ષોથી સાપ પકડવાનું કરે છે કામ
- વેણુગોપાલ 1990થી સાપ અને અન્ય પ્રાણીઓની કરી રહ્યાં છે રક્ષા
- અનેક વખત વેણુગોપાલને સાપે ડંખ પણ માર્યા છે
વિજયનગર ( કર્ણાટક ) : સામાન્ય રીતે આપણે સાપને જોતા જ ડરી જતા હોય છે, કર્ણાટકના વિજયનગર જિલ્લાના ઇંગલાગી ગામના વેણું ગોપાલ( Venugopal ), છેલ્લા 30 વર્ષોથી સાપ ( Saving Snakes )સહિતના ભાલુ, અજગર જેવા ખતરનાક પ્રાણીઓનું રેસ્ક્યૂ કરી રહ્યા છે. વેણુ ગોપાલ 1990થી સાપ અને અન્ય પ્રાણીઓની રક્ષા કરી રહ્યાં છે. આ ઉપરાંત, તેઓ પોતાના ખેતરમાં, વિવિધ પ્રકારની મરઘીઓ, બતક અને માછલીઓ પણ પાળે છે.
લાંબા સમયથી નિસ્વાર્થ ભાવે કરે છે કાર્ય
30 વર્ષમાં તેમણે સાપ સિવાય મગર, વાંદરા અને ભાલુઓને પણ બચાવ્યા છે, આ બાદ તેને જંગલમાં છોડી મુકવામાં આવતા હતા, તેમણે કર્ણાટકના ઘણા જિલ્લાઓમાં જુદા જુદા સાપ અને અન્ય પ્રાણીઓને બચાવ્યા છે. વનવિભાગના અધિકારીઓ પણ તેઓને આ કાર્યમાં મદદ કરી રહ્યા છે. એક વખત તે પોતાના પિતા સાથે ખેતરમાં જમી રહ્યાં હતાં, તે સમયે પક્ષીઓ પોતાના ઇંડાની રક્ષા કરવા સાપને ચાંચ મારી રહ્યાં હતાં. આ જોઇને તેમના પિતાએ સાપને ડબ્બામાં પુરી લેવાની સલાહ આપી, ત્યારથી વેણુ ગોપાલ સાપને બચાવી રહ્યાં છે. ક્યારેક એવું પણ બને કે વેણું ગોપાલને સાપ ડંખ પણ મારી દે છે, તેમ છતાં વેણું તેમને બચાવવા માટે તત્પર છે. તે લાંબા સમયથી નિસ્વાર્થ ભાવે આ કાર્ય કરી રહ્યાં છે.
આજદિન સુધી 20,000 થી 25,000 સાપને બચાવ્યા
સર્પ મિત્ર વેણુગોપાલે પોતાની વાત કરતા જણાવ્યું હતું કે, આ કામ મેં 1990માં શરૂ કર્યું હતું અને હવે લગભગ 30 વર્ષ થઈ ગયા છે. આજદિન સુધી 20,000 થી 25,000 સાપને બચાવ્યા છે. સાપ સિવાય પણ અન્ય પ્રાણીઓને પણ બચાવું છું. મેં કર્ણાટકના જુદા જુદા જિલ્લામાં ઘણા સાપને બચાવ્યા છે, આ સિવાય મેં ભાલુ, વાંદરા સહિતના પ્રાણીઓને પણ બચાવ્યા છે. ખેતરમાં પિતા સાથે ભોજન કરતી વખતે એક સાપ અમારી સામેથી પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન કેટલાક પક્ષીઓ પોતાના ઇંડાની સુરક્ષા કરવા માટે સાપને ચાંચ મારી રહ્યાં હતાં. આ જોઇને મારા પિતાએ મને કહ્યું કે, સાપને એક ડબ્બામાં પૂરી દો, આ સાથે જ તેમણે તે સાપને સાંજના સમયે છોડી મુકવા પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો: