ETV Bharat / bharat

આ વખતે વટ સાવિત્રીના પર્વ પર સોમવતી અમાસનો યોગ, લાલ નહીં પીળું સિંદૂર મનાય છે શુભ - વટ સાવિત્રી

હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર (Holi festival in Hindu) પૂરો થયા બાદ જુદા જુદા ધાર્મિક તહેવારોની સીઝન (Religion festival Season) શરૂ થાય છે. જેમાં વટ સાવિત્રીને સૌથી ખાસ માનવામાં આવે છે. જેમાં વૃક્ષની પૂજા કરીને પરિણીત મહિલાઓ (Married Women Prayer) પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.

આ વખતે વટ સાવિત્રીના પર્વ પર સોમવતી અમાસનો યોગ, લાલ નહીં પીળું સિંદૂર મનાય છે શુભ

author img

By

Published : May 11, 2022, 7:28 PM IST

હૈદરાબાદ:હિન્દુ ધર્મમાં વટ સાવિત્રીનું (Vat Savitri in Hindu religion) મહત્ત્વ કરવા ચોથ જેટલું બતાવાયું છે. આ દિવસે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરશે. ઉત્તર ભારતમાં દર વર્ષે જેઠ મહિનાની અમાસના દિવસે આ વ્રત ઉજવાય છે, જ્યારે મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતના રાજ્યમાં 15 દિવસ બાદ એટલે કે જેઠ મહિનાની પૂનમના (Poonam Day Pooja) દિવસે આ વ્રત ઉજવાય છે. આ વર્ષે વટ સાવિત્રી પર ખાસ યોગ બની રહ્યો છે. તારીખ 30 મેના રોજ વટ સાવિત્રીનું વ્રત મનાવાશે. આ વખતે વટ સાવિત્રીના દિવસે સોમવતી અમાસ (Somvati Amavasya Divas) આવે છે. આ પછી સોમવતી અમાસ છેક આવતા વર્ષે આવશે.

આ પણ વાંચો: પાટણમાં ભગવાન જગન્નાથજીની યાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ

વટ સાવિત્રીના વ્રત પર મહિલાઓ કરવા ચોથની જેમ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. સ્નાન, દાન, પિપળાના વૃક્ષની પૂજા કરીને પતિની કીર્તિ માટે પ્રાર્થના કરે છે. લગ્ન કરેલી મહિલાઓ પિપળાના વૃક્ષ નીચે બેસીને પૂજા કરે છે. એવું કહેવામાં આવે છે કે, આ દિવસે મહિલાઓ પિપળાના વૃક્ષની ઉંમર સમાન એમના પતિની ઉંમર માટે પ્રાર્થના કરે છે. શાસ્ત્ર અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે, વૃક્ષોમાં હું પીપળો છું. એટલે પીપળાના વૃક્ષમાં દરેક દેવી દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. આ વૃક્ષની પૂજા કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે દોરા સાથે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ દિવસે ખાસ પીપળાની આરતી કરીને ફળાહાર કરવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ ખાસ શૃંગાર કરીને પૂજા કરવા માટે જાય છે. આ દિવસે લાલના બદલે પીળા રંગથી સેથો પૂરવો શુભ મનાય છે.

આ પણ વાંચો: મહેસાણાના સતલાસણામાંથી મળ્યા બૌદ્ધ ધર્મના અવશેષો

જ્યારે વૃક્ષમાં રક્ષા દોર બાંધી આશીર્વાદ માંગવામાં આવે છે. ઝાડની સાતવાર પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ પછી હાથમાં કાળા મગ લઈને આ વ્રતની કથા કરવાથી જીવનમાં શાંતિ મળે છે. કથા સાંભળ્યા પછી પંડિતજીને દાન કરવામાં આવે છે. બીજા દિવસે વ્રત છોડતા પહેલા વડના ઝાડના દર્શન કરીને ઉપવાસ પૂર્ણ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સાવિત્રીએ તેમના પતિ સત્યવાનને વટવૃક્ષ નીચે બેસીને પુનર્જીવિત કર્યા હતા. એવું કહેવાય છે કે આ દિવસે સાવિત્રીએ યમરાજ પાસેથી તેમના પતિ સત્યવાનનું જીવન પાછું લાવ્યું હતું. આ વ્રતમાં સાવિત્રીની જેમ મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે ત્રણેય દેવોને પ્રાર્થના કરે છે, જેથી તેમના પતિને સુખ, સમૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય મળે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.