ETV Bharat / bharat

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર જાણો કઇ વસ્તુઓ ઘરમાં રખાય અને કઇ ન રખાય - વાસ્તુ ટિપ્સ

ધનવાન બનવાની ઇચ્છા દરેકને હોય છે. એવામાં લોકો ધન કમાવા માટે ઘણી મહેનત તો કરે છે, પરંતું એ પછી પણ તમારી પાસે પૈસા ટકતા નથી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આટલી મહેનત કર્યા પછી પણ ધન હાથમાં આવવાથી કોણ જાણે કેવી રીતે ખર્ચાઇ જાય છે. તમારા કમાયેલું ધન પાણીની જેમ વહી જાય છે.

Vastu Tips
Vastu Tips
author img

By

Published : Jun 7, 2021, 12:11 PM IST

Updated : Jun 7, 2021, 1:12 PM IST

ન્યૂઝ ડેસ્કઃ કેટલા પણ પૈસા કમાઇ લો પરંતું ક્યારેક બિનજરૂરી ખર્ચ થઇ જાય છે, હંમેશા આ વાતની ફરિયાદ કેટલાય લોકોને રહે છે. શું તમે જાણો છો કે આની પાછળનું કારણ વાસ્તુ દોષ પણ હોઇ શકે છે. ઘરમાં જો વાસ્તુ દોષ છે તો આ તમારા જીવનમાં ઘણો ઉંડો પ્રભાવ પાડી શકે છે. વાસ્તુ દોષ વ્યક્તિના ભાગ્યને બગાડી પણ શકે છે અને બનાવી પણ શકે છે. વાસ્તુ દોષથી તમારે આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે. તો આવો આપણે જાણીએ એવી કેટલીક વાતો જેનું કારણ વાસ્તુ દોષ હોય છે અને તેનાથી કઇ રીતે બચી શકાય છે.

ધન મૂકવાનું સ્થાનઃ લોકો હંમેશા ધન રાખવા માટે કબાટનો ઉપયોગ કરે છે. વાસ્તુ અનુસાર, ધન રાખવાવાળું કબાટ કોઇ પણ દિશામાં રાખ્યું હોય પણ તેનું મુખ હંમેશા ઉત્તર દિશામાં જ હોવું જોઇએ. જ તેનું મુખ દક્ષિણ દિશા તરફ હોય તો વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

નળમાંથી પાણી ટપકવુંઃ વાસ્તુ અનુસાર, નળમાંથી પાણી ટપકવું અશુભ માનવામાં આવે છે. જો ઘરનો નળ ખરાબ થઇ ગયો હોય તો તેને તરત બદલાવો જોઇએ. વાસ્તુ કહે છે કે, સતત નળમાંથી પાણી ટપકતું રહેવું આર્થિક તંગીનો સંકેત છે.

પાણીની પાઇપઃ વાસ્તુ અનુસાર, જેવી રીતે ટપકતો નળ અશુભ માનવામાં આવે છે તેવી રીતે જ ઘરના દક્ષિણ કે પશ્ચિમ દિશામાં કરવામાં આવેલી પાણીની પાઇપ પરિવારને કંગાલ બનાવી શકે છે. તે માટે પાણીની પાઇપ ઉત્તર દિશા અથવા પૂર્વ દિશામાં રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

બેડરૂમની દિવાલઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બેડરૂમમાં દરવાજાની સામેવાળી દિવાલ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ દિવાલમાં તિરાડ પડવાથી ભાગ્ય અને સંપત્તિ સંબંધિત મૂશ્કેલીઓ આવી શકે છે.

ઘરમાં રાખવામાં આવતો ફાલતૂ સામાનઃ હંમેશા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જે લાંબા સમય સુધી ઉપયોગમાં આવતી નથી અથવા તૂટી જાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર લાંબા સમયથી એક જ જગ્યાએ સ્ટોર કરવામાં આવેલી વસ્તુઓમાં નેગેટિવ એનર્જીનો વાસ થઇ જાય છે. તેથી આ વસ્તુઓને સારી કરાઇને ઉપયોગમાં લેવી અથવા તેને બહાર ફેંકી દેવી જોઇએ.

પાણીનો ફોટોઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં પાણીનો ફોટો લગાવવાનું શુભ માનવામાં આવે છે. આ કારણથી વાસ્તુ અનુસાર, ઘરમાં શાંત તળાવનો ફોટો લગાવવાની જગ્યાએ વહેતી નદી અથવા ઝરણાનો ફોટો લગાવવાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે.

તુલસીનો છોડઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરની ઉત્તર દિશામાં તુલસીનો છોડ મૂકવાનું શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે.

ઘરમાં તૂટેલો કાચઃ વાસ્તુ અનુસાર, ઘરમાં તૂટેલો અરિસો રાખવાનું શુભ માનવામાં આવતું નથી. ઘરમાં તૂટેલો કાચ રાખવાથી નેગેટિવ એનર્જી વધે છે. તેનાથી આર્થિક તંગી સાથે અન્ય કેટલીક મૂશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે.

ફાટેલુ પર્સઃ વાસ્તુ અનુસાર, ફાટેલુ પર્સ એટલે આર્થિક તંગીનો સંકેત. આ કારણથી ક્યારેય પોતાની પાસે ફાટેલુ પર્સ રાખવું ના જોઇએ.

Last Updated : Jun 7, 2021, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.