જમશેદપુરઃ ઝારખંડ અને તેની આસપાસના આદિવાસી વિસ્તારોમાં સોહરાય તહેવાર ખૂબજ ધામધૂમથી ઉજવાય છે. આ તહેવારમાં ખેતીકામમાં સહાય કરતા પશુ અને નવા પાકની પૂજા કરવામાં આવે છે આ ઉપરાંત આદિવાસીઓ પોતાના ઘરની દિવાલો પર રંગકામ કરીને આકર્ષક સ્વરુપ આપે છે. જમશેદપુરના જોંદ્રાગોડા ગામની એક આદિવાસી વિદ્યાર્થીનીએ પોતાના ઘરને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો લૂક મળે તે રીતે રંગકામ કર્યુ છે. આ ઘર આકર્ષક લાગી રહ્યું છે અને તેને જોવા માટે ગામ બહારથી પણ લોકો આવી રહ્યા છે.
દેશની સૌથી પ્રસિદ્ધ એવી વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન દેશના દરેક રાજ્યોમાં થઈ રહ્યું છે. આ ટ્રેનો લૂક એક આદિવાસી વિદ્યાર્થીની પૂર્ણિમાએ પોતના ઘરને આપ્યો છે. આ માટીમાંથી બનેલું ઘર રંગકામ બાદ ખીલી ઉઠ્યું છે. પૂર્ણિમાએ પોતાના મોબાઈલમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જોઈને પોતાના માટીના ઘરને આ લૂક આપવાનું નક્કી કર્યુ હતું. માત્ર વાદળી અને સફેદ રંગથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આબેહૂબ ચિત્ર ઘરની દિવાલો પર દોરવામાં આવ્યું છે. આ ઘરને જોતા એવો ભાસ થાય છે કે વંદે ભારત ટ્રેન ગામમાં ઊભી છે. આ ગામના લોકોએ વંદે ભારત ટ્રેન પ્રત્યક્ષ નિહાળી નથી. જો કે મોબાઈલમાં અનેકવાર જોઈ છે. પૂર્ણિમાના આ પરાક્રમથી ગામવાસીઓ ખુશ છે અને તે ઘરને જોવા માટે પણ આવી રહ્યા છે.
સોહરાય તહેવાર અમે ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ. જેમાં અમે ઘરની સાફસફાઈ કરી દિવાલો પર રંગકામ કરીએ છીએ. અમે માત્ર માટીમાંથી બનતા રંગોનો ઉપયોગ કરીએ છીએ. આ રંગો મેં જાતે બનાવ્યા છે. મેં મારા ઘરની દિવાલો પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું રંગકામ કરીને ગામના લોકોને આ ટ્રેન વિશે માહિતગાર કરવાનો પ્રયાસ કર્યો છે. મને ખુદને પણ એમ લાગે છે કે હું ઘરમાં નથી પણ વંદે ભારત ટ્રેનમાં સવાર છું...પૂર્ણિમા(આદિવાસી વિદ્યાર્થીની, જોંદ્રાગોડા,જમશેદપુર )
ગામવાસીઓને પૂર્ણિમાએ દોરેલ વંદે ભારત ટ્રેનનું ચિત્ર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. પૂર્ણિમાના પાડોશીઓ કહે છે કે અમે ક્યારેય ટ્રેનમાં મુસાફરી કરી નથી, ન તો આ ટ્રેન પ્રત્યક્ષ જોઈ છે, પરંતુ ગામની દીકરી પૂર્ણિમાએ અમને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો અનુભવ ઘરઆંગણે ગામમાં જ કરાવ્યો છે. ગામના બાળકોમાં આ રંગકામથી ખૂબ જ ઉત્સાહ આવી ગયો છે તેમણે એમ જ છે કે અમારા ગામમાં ટ્રેન આવી ગઈ છે. આ ઘટના સૂચવે છે કે આદિવાસીઓને વંદે ભારત ટ્રેન પસંદ છે અને આ વર્ષે તેઓ સોહરાય તહેવાર આ ટ્રેનના ભીંતચિંત્ર સાથે ઉજવશે.