ETV Bharat / bharat

Uttarpradesh News : ફિરોઝાબાદમાં સિલિન્ડર ફાટવાને કારણે લાગી આગ, 12 વર્ષની બાળકી જીવતી ભૂંજાઇ, પાંચને ગંભીર ઇજાઓ - फिरोजाबाद की खबरें

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં એક મકાનમાં સિલિન્ડર વિસ્ફોટના કારણે આગ લાગી હતી. આ આગના કારણે 12 વર્ષની બાળકી જીવતી દાઝી ગઈ હતી અને તેનું મોત નિપજ્યું હતું. જ્યારે પાંચ લોકો દાઝી ગયા હતા.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 24, 2023, 3:23 PM IST

ઉત્તરપ્રદેશ : જિલ્લામાં બુધવારે સવારે એક ઘરમાં એલપીજી સિલિન્ડર વિસ્ફોટ થવાને કારણે અકસ્માત થયો હતો. સિલિન્ડર વિસ્ફોટના કારણે ઘરમાં આગ લાગી હતી અને આ આગમાં 12 વર્ષની બાળકીનું મોત થયું હતું. અકસ્માતમાં પરિવારના અન્ય પાંચ સભ્યો પણ દાઝી ગયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગમાં ઘરવખરીનો સામાન પણ બળીને રાખ થઈ ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

આગ લાગવાથી ભારે નુકસાન : મળતી માહિતી મુજબ, ઘટના ફિરોઝાબાદ જિલ્લાના રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આ અકસ્માત આ પોલીસ સ્ટેશન વિસ્તારના મોમિન નગરમાં રહેતા ઈસરારના ઘરે થયો હતો. બુધવારે સવારે ઘરમાં ભોજન બનતું હતું. તેની સાથે આ ઘરમાં બંગડીઓ જોડવાનું કામ પણ કરવામાં આવે છે. દરમિયાન અચાનક ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ લાગી હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

એકનું મોત થયું : આગએ આખા ઘરને લપેટમાં લીધું હતું અને પરિવારના સભ્યો તે ઘરની અંદર ફસાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી પોલીસે દિવાલ તોડી ઘરમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા અને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલ્યા.

ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા : અહીં તબીબોએ 12 વર્ષની કિશોરી ખુશી પુત્રી ભુરાને મૃત જાહેર કરી હતી. ખુશી ઇસરારના પડોશમાં રહેતી હતી જે ઇસરારના ઘરે આવતી હતી. ઘરમાં લાગેલી આગમાં તે જીવતી સળગી ગઈ હતી. પોલીસે પરિવારના અન્ય પાંચ સભ્યોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જેમાં બે લોકોની હાલત ગંભીર છે.

આગનું કારણ અકબંઘ : દાઝી ગયેલા લોકોમાં ફરાહ પુત્રી ઇસરાર, કાયનત પુત્રી વકીલ, ફલક પુત્રી ઇસરાર, ઇર્શાદ પુત્ર ઇસરાર, ઉમરિયા પુત્રી ભુરાનો સમાવેશ થાય છે. આ અંગે એસપી સિટી સર્વેશ કુમાર મિશ્રાનું કહેવું છે કે રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના મોમિન નગરમાં ઇસરારના ઘરમાં આગ લાગી હતી. પોલીસના અથાક પ્રયાસોથી પરિવારના તમામ સભ્યોને બહાર કાઢી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. એક બાળકીનું મોત થયું છે. ઘટનાના કારણો શોધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.