દહેરાદુન: પંજાબના જાણીતા ગાયક સિદ્ધુ મુસેવાલાની (Sidhu Moose Wala Murder Case) ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ કેસમાં પંજાબ પોલીસે આરોપીઓને પકડવા માટે જુદી જુદી ટીમ તૈયાર કરી છે. જે આરોપીઓને પકડવા માટે દિવસ-રાત એક કરી રહી છે. આ કેસની કડીમાં ઉત્તરાખંડ એસટીએફ (Uttrakhand STF Cell) તથા પંજાબ એસટીએફે (Punjab STF Cell) દહેરાદુન પોલીસનો સંપર્ક કરીને સંયુક્ત રીતે કાર્યવાહી કરી છે. આ હત્યા કેસમાં આરોપીઓની મદદ કરનારા કુલ છ વ્યક્તિઓની (Six Suspected Arrested) ધરપકડ થઈ છે. આ તમામ વ્યક્તિઓને શિમલા બાયપાસ પાસે આવેલા નયાગાંવ ચોકીમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. પછી પંજાબ પોલીસ એમને પૂછપરછ માટે લઈ ગઈ હતી.
આ પણ વાંચો: સુરક્ષા વ્યવસ્થા મુદ્દે આપ પર પ્રશ્નોના બાણ, 3 વખત સિક્યુરિટી ઘટાડવા પાછળનું કારણ શું?
આ પ્રકારના ઈનપુટ: હેમકુંડ સાહિબ યાત્રાધામથી આશરે છ વ્યક્તિઓ પંજાબ તરફ જઈ રહ્યા હતા. એ સમયે પંજાબ એસટીએફને ચોક્કસ ઈનપુટ મળ્યા હતા. પછી ઉત્તરાખંડ એસટીએફ અને પટેલ નગર નયા ગાંવ પોલીસ ચોકીને એલર્ટ કરી દેવામાં આવી. પોલીસે સમગ્રે વિસ્તારને ઘેરી લીધો હતો. એવું પણ જણવા મળ્યું કે, આ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ તમામ આરોપીઓએ સિદ્ધુ હત્યા કેસના આરોપીઓને ગાડી તથા શરણ દેવા માટેની મદદ કરી હતી. આ સાથે અન્ય પાંચ વ્યક્તિઓને પણ પોલીસે પકડી લીધા છે. જેના પર આશંકા છે કે, એ શખ્સોએ પણ મદદ કરી હશે. ઉત્તરાખંડ પોલીસે આ પ્રકારના ઑપરેશન કે ધરપકડ અંગે કોઈ નિવેદન નથી આપ્યું.
શિમલા બાયપાસ પર પૂછપરછ: પ્રાથમિક રીપોર્ટ અનુસાર પંજાબના ગાયક સિદ્ધુ મુસેવાલા કેસમાં પંજાબ એસટીએફે ઉત્તરાખંડ એસટીએફને રીપોર્ટ આપ્યા હતા. જેમાં સ્પષ્ટતા હતી કે, હેમકુંડ સાહિબ યાત્રાના નામે કેટલાક શખ્સો રાજ્યમાં એન્ટ્રી લઈ રહ્યા છે. જેનો સંબંધી આ હત્યાકેસ સાથે છે. ઉત્તરાખંડ એસટીએફે પટેલનગર પોલીસ સાથે મળીને શિમલા બાયપાસ પાસે ઘેરો બનાવીને શખ્સોને પકડી પાડ્યા હતા. આ માટે તપાસ કરી રહેલી ટીમને ચોક્કસ ગાડી નંબર અને ચોક્કસ ઓળખ આપવામાં આવી હતી. પોલીસે આ ઓળખને કારણે કેટલાક શખ્સોની ધરપકડ કરી છે. હાલમાં પંજાબ પોલીસ આ પકડાયેલા શખ્સોની પૂછપરછ કરી રહી છે. હત્યા કરાનારાઓએ પંજાબી ગાયકની ગાડી પર 30 રાઉન્ડ ફાયર કર્યા છે. અત્યાર સુધીમાં 6 વ્યક્તિઓને પકડી કાયદાકીય પગલાં લીધા છે.
આ પણ વાંચો: ચાર બાળકો HIV પોઝિટિવ આવ્યા બાદ NHRCએ મહારાષ્ટ્ર સરકારને નોટીસ ફટકારી,આવી હતી બેદરકારી
કોંગ્રેસ લડી લેવાના મુડમાં: મુસેવાલા કેસમાં પંજાબ કોંગ્રેસ હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારીમાં છે. કોંગ્રેસે મુસેવાલાની સુરક્ષા પર પ્રશ્નો ઊભા કર્યા છે. આ ઉપરાંત આ ઘટનાને લઈને કેન્દ્રીય પ્રધાન અમિત શાહને મળવા માટે પણ તૈયારીઓ કરી લીધી છે. રાજ્યની આમ આદમી પાર્ટીની સરકારે એક દિવસ પહેલા જ એમના સુરક્ષ કવચમાં ઘટાડો કર્યો હતો.