ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો - કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે સોમવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. મુખ્યપ્રધાનને લખનઉની સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપ્યો હતો.

યોગી આદિત્યનાથે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

author img

By

Published : Apr 5, 2021, 11:00 AM IST

Updated : Apr 5, 2021, 2:10 PM IST

  • ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કોરોનાની વેક્સિન લીધી
  • લખનઉની સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
  • મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે લોકોને વેક્સિન લેવા અપીલ કરી

લખનઉ : ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે સોમવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. મુખ્યપ્રધાન યોગી રાજધાની લખનઉની સિવિલ હોસ્પિટલમાં ગયા અને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાન યોગીએ દેશના વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો.

બેદરકારીને કારણે દેશમાં કોરોનાનો ચેપ વધ્યો

મુખ્યપ્રધાન યોગીએ જણાવ્યું કે, બેદરકારીને કારણે દેશમાં કોરોનાનો ચેપ વધી રહ્યો છે. જેના કારણે હાલત કફોડી બની છે. કોરોનાનો નવો સ્ટ્રેન બેદરકારીનું પરિણામ છે. દરેકે તેમનો વારો આવે ત્યારેે કોરોના વેક્સિન મૂકાવવી જોઇએ. મારો વારો આવ્યો ત્યારે મેં પણ વેક્સિન મકાવી છે.

માસ્ક અને સામાજિક અંતરને અનુસરવું જરૂરી

મુખ્યપ્રધાન યોગીએ ફરી એકવાર લોકોને કોવિડ-19ના પ્રોટોકોલને અનુસરવાની અપીલ કરી અને કહ્યું કે, માસ્ક અને સામાજિક અંતરને અનુસરવું હજુ પણ જરૂરી છે. કોરોના વેક્સિન મુકાવ્યા પછી પણ લોકોએ માસ્ક પહેરવું જોઇએ અને બે ગજનુંં અંતર રાખવું જોઇએ.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મુકાવી હતી વેક્સિન

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને માર્ચ મહિનામાં કોરોના વેક્સિન લીધી હતી. અરવિંદ કેજરીવાલને દિલ્હીની લોક નાયક જયપ્રકાશ હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. તેમને કોવિશિલ્ડ વેક્સિન મૂકવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલની સાથે તેમના માતા-પિતાને પણ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલ 52 વર્ષના છે. પરંતુ તેઓ લાંબા સમયથી ડાયાબિટીઝથી પીડિત છે. તેથી તેમને પણ આ વેક્સિન આપવામાં આવી હતી. રસી મળ્યા બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, અમને કોઈપણ પ્રકારની મુશ્કેલી આવી નથી. તે દરેકને અપીલ કરવા માગે છે કે, જે પણ રસી લગાવવાને પાત્ર છે, તેઓએ રસી લેવી જ જોઇએ.

આ પણ વાંચો : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કોરોના રસી કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો

વડાપ્રધાને દિલ્લીની AIIMS હોસ્પિટલમાં લીધી વેક્સિન

દિલ્લીની AIIMS હોસ્પિટલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માર્ચ મહિનામાં કોવેક્સિન લીધી હતી. તેમણે આ જાણકારી ટ્વીટ કરીને આપી હતી. તેમેણે જણાવ્યું હતું કે, તબીબો અને વૈજ્ઞાનિકોએ કોવિડ-19ની સામે વૈશ્વિક લડાઈને મજબૂત કરવા માટે કામ કર્યું છે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદી સહિત રાજકીય નેતાઓએ વેક્સિન લીધી

નાયબ મુખ્યપ્રધાન અને તેમની પત્નીએ લીધી વેક્સિન

રાજ્યમાં 1 માર્ચથી 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન વેક્સિન આપવાની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે 3 માર્ચેં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પત્ની સાથે કોરોના વેક્સિન લેવા માટે પહોંચ્યા હતા. વેક્સિન લેતા પહેલા તેમને મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. ત્યારબાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્યપ્રધાન અને તેમની પત્નીને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : DyCM નીતિન પટેલ અને તેમની પત્નીએ લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ

અન્ય રાજનેતાઓએ જેમણે લીધી વેક્સિન

આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ, બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે, NCPના પ્રમુખ શરદ પવાર, ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક, કેન્દ્રીય પ્રધાન ડૉ જિતેન્દ્ર સિંહ તથા વિજય રૂપાણી તથા તેમના પત્ની અંજલિ રૂપાણી એ પણ વેક્સિન લીધી છે.

Last Updated : Apr 5, 2021, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.