જયપુર, રાજસ્થાન : UPSC ટોપર ટીના ડાબી ફરી લગ્ન કરી રહી છે. વર્ષ 2016ની IAS ટોપર ટીના દાબી હવે 2013 બેચના IAS પ્રદીપ ગાવંડે સાથે લગ્ન કરવા જઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે બન્ને 22 એપ્રિલે જયપુરની એક ખાનગી હોટલમાં લગ્ન કરવાના છે. આ અગાઉ IAS ટીના ડાબીએ તેની જ બેચના અથર અમીર સાથે લગ્ન કર્યા હતા. આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બન્નેના છૂટાછેડા થઈ ગયા હતા.
પ્રથમ લગ્ન બે વર્ષ પણ ન ટક્યાઃ IAS ટીના ડાબીના લગ્ન ફરી ચર્ચામાં છે. દાબી 2016નો ટોપર છે અને તે જ વર્ષે બીજા ટોપર રહેલા અતહર આમિર સાથે ટ્રેનિંગ દરમિયાન બન્ને મિત્રો બન્યા, એકબીજાને ડેટ કરી, આ બાદ વર્ષ 2018માં પરિવારના સભ્યોની સંમતિથી તેમના લગ્ન થયા હતા. સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનેલા આ લગ્ન 2 વર્ષથી વધુ ટકી શક્યા નહીં. થોડા જ સમયમાં બન્નેએ પરસ્પર સહમતિથી છૂટાછેડા લીધા હતા.
આ પણ વાંચો : અધિકારીએ ત્રણ અલગ-અલગ ધાર્મિક વિધિથી કર્યા લગ્ન, લોકો કરી રહ્યા છે પ્રશંસા
દર બે વર્ષે લેવામાં આવતા ત્રણ મોટા નિર્ણયઃ UPSCમાં ટોપ કરનાર ટીના ડાબીએ દર બે વર્ષે ત્રણ મોટા નિર્ણયો લીધા છે. 2016માં UPSCમાં ટોપ કર્યા બાદ ટીનાએ 2018માં આઈએએસ અતહર અમીર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ બાદ 2020માં પરસ્પર સંમતિથી બન્નેએ છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ બે વર્ષ પછી 2022માં IAS પ્રદીપ ગાવંડે સાથે લગ્ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીના ડાબી બ્યૂરોક્રેસીમાં સૌથી પ્રખ્યાત IASની યાદીમાં સામેલ છે. સોશિયલ મીડિયા હોય કે અન્ય મીડિયા, તે પોતાના દરેક એક્ટને લઈને હેડલાઈન્સમાં રહે છે. ટીનાના ઈન્સ્ટાગ્રામ પર 1.4 મિલિયન ફોલોઅર્સ છે.
કોણ છે પ્રદીપ ગાવંડે ?: પ્રદીપ ગાવંડેનો જન્મ 9 ડિસેમ્બર, 1980ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. તેઓ ચુરુના કલેક્ટર રહી ચૂક્યા છે. પ્રદીપે UPSC પરીક્ષા પાસ કરતા પહેલા MBBS પણ કર્યું છે. હાલ પ્રદીપ પુરાતત્વ વિભાગમાં ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા લગ્ન સમારંભના કાર્ડમાં ફંક્શનની તારીખ અને સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બન્ને જયપુરની એક ખાનગી હોટલમાં 22 એપ્રિલે સાત ફેરા લેવાના છે.
આ પણ વાંચો : RCB ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલએ IPL પહેલા વિની રમન સાથે કર્યા લગ્ન
મુખ્ય સચિવને અપાયું આમંત્રણઃ IAS ટીના ડાબી તેમના ભાવિ પતિ પ્રદીપ ગાવંડે સાથે સચિવાલય પહોંચી હતી. તેઓ મુખ્ય સચિવ ઉષા શર્માને મળ્યા અને તેમને ઔપચારિક આમંત્રણ આપ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, શર્માએ તેણીને શુભકામનાઓ પાઠવી હતી અને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સંમત થયા હતા.