ETV Bharat / bharat

UPSC Civil Service Result 2022 :બસ ડ્રાઈવરની દીકરીએ પાસ કરી UPSC પરીક્ષા - સામાન્ય ઘરની છોકરીએ UPSC પરીક્ષા પાસ કરી

હરિયાણાના વિદ્યાર્થીઓએ દેશની પ્રતિષ્ઠિત યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની (UPSC Civil Service Result 2022) પરીક્ષામાં પણ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. પલવલ જિલ્લાની રહેવાસી નિધિ ગેહલોતે (Ordinary House Girl Passed UPSC Exam) UPSC પરીક્ષામાં 524 રેન્ક મેળવ્યો છે. નિધિના પિતા બસ ડ્રાઈવર છે.

UPSC Civil Service Result 2022 :બસ ડ્રાઈવરની દીકરીએ પાસ કરી UPSC પરીક્ષા

author img

By

Published : May 31, 2022, 3:10 PM IST

પલવલ: UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2021નું (UPSC Civil Service Result 2022) અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે UPSCના પરિણામમાં છોકરીઓનો વિજય થયો છે. ટોપ 4માં છોકરીઓએ કબજો જમાવ્યો છે. બીજી તરફ હરિયાણાના પલવલ જિલ્લાની કૃષ્ણા કોલોનીમાં રહેતી નિધિ ગેહલોતે (Ordinary House Girl Passed UPSC Exam) પણ પ્રતિષ્ઠિત યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષા પાસ કરી છે. નિધિને 524 રેન્ક મળ્યો છે. નિધિના પિતા સત્ય પ્રકાશ ખાનગી બસ ડ્રાઈવર છે. બસ ચલાવીને તે પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે.

આ પણ વાંચો: સિદ્ધુ મુસેવાલાના અંતિમ દર્શન: તસવીર જોઈને ફેન્સના આંસુ રોકાઈ રહ્યા નથી

ઘરે રહીને UPSCનો અભ્યાસ કર્યો : 2009 માં તેણીની 10માંની પરીક્ષા પાસ કર્યા પછી, નિધિએ 12માં દાખલ થવાને બદલે ઉતાવદ પોલિટેકનિકલ કોલેજમાં સિવિલમાંથી ડિપ્લોમા કર્યું હતું. ડિપ્લોમા પૂર્ણ કર્યા બાદ તેણે B.Tech સિવિલમાં એડમિશન લીધું હતું. તેણે 2017માં સિવિલમાંથી બીટેક પૂર્ણ કર્યું અને 2020માં YMCA યુનિવર્સિટીમાંથી સિવિલ એમટેક પૂર્ણ કર્યું હતું. નિધિએ એમટેકના પરિણામોમાં યુનિવર્સિટીમાં ટોપ કર્યું હતું. નિધિ શરૂઆતથી જ વહીવટી સેવામાં જવા માંગતી હતી. જેના માટે તેણે 2020થી તૈયારી શરૂ કરી અને તેણે ઘરે રહીને UPSCનો અભ્યાસ કર્યો હતો.

હું મારી પુત્રીની આ સફળતાથી ખૂબ જ ખુશ છું. તે 12-14 કલાક અભ્યાસ કરતી હતી. તેની સફળતા માટે અમે અમારા ખર્ચમાં ઘટાડો કર્યો હતો. કોચિંગ માટે તમામ મદદ પરિવાર દ્વારા આપવામાં આવી હતી. આખરે આજે તેની મહેનત રંગ લાવી. સત્ય પ્રકાશ, નિધિના પિતા

નિધિ 10 કલાક અભ્યાસ કરતી હતી : નિધિ UPSCના પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ ગઈ હતી. જે બાદ તેણે બીજા પ્રયાસની તૈયારી કરી. આખરે દ્રઢતા અને પરિશ્રમના બળ પર તેને બીજા પ્રયાસમાં સફળતા મળી છે. નિધિએ તેના અભ્યાસ અને તૈયારી વિશે જણાવ્યું હતું કે, તે દરરોજ લગભગ 10 કલાક અભ્યાસ કરતી હતી. પ્રથમ વખત તેણી નિષ્ફળ ગઈ, તેણીને ખૂબ જ ખરાબ લાગ્યું હતું, પરંતુ વધુ મહેનત કરીને તેણે ફરીથી તૈયારી શરૂ કરી હતી. નિધિએ કહ્યું કે, જેઓ પહેલી વાર સફળ નથી થઈ શકતા, તેઓ બીજી વાર પણ નિષ્ફળ જાય એવું નથી.

આ પણ વાંચો: પદ્મ પુરસ્કારો 2023 માટે નોમિનેશનની અંતિમ તારીખ જાણી લો કઈ છે..

સફળતા એક દિવસ અવશ્ય મળશે નિધિ : પોતાની સફળતા માટે તૈયારી કરી રહેલા યુવાનોને નિધિએ કહ્યું કે, જો તમને નિષ્ફળતા મળે તો મહેનત કરવાનું બંધ ન કરો. સફળતા એક દિવસ અવશ્ય મળશે. નિધિએ UPSCમાં 524 રેન્ક મેળવ્યો છે. નિધિએ તેની સફળતા પાછળ તેના માતા-પિતાનો હાથ હોવાનું જણાવ્યું છે. નિધિના પિતા સાદા બસ ડ્રાઈવર છે. નિધિના માતા-પિતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરીએ આ માટે ખૂબ જ મહેનત કરી છે અને તેઓ ઈચ્છે છે કે તે હવે દેશની સેવા કરે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.