- 761 લોકોએ UPSC 2020 ક્રેક કરી : 545 પુરુષ અને 216 મહિલાઓ
- પ્રથમ ક્રમાંકે બિહારનો શુભમ કુમાર અને જાગૃતિ અવસ્થી બીજા ક્રમાંકે
- કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ અને દેશભરમાં 8માં નંબરે પાસ થયેલ છે
- જામિયા મિલિયા ઇસ્લામિયાની રેસિડેન્શિયલ કોચિંગ એકેડેમી (RCA) ના 23 વિદ્યાર્થીઓ સફળ થયા
ન્યુઝ ડેસ્ક : UPSC એ જણાવ્યું કે, 761 ઉમેદવારોએ સિવિલ સર્વિસ પરીક્ષા 2020 પાસ કરી છે, જેમાં 545 પુરુષ અને 216 મહિલાઓ છે. અગાઉ (UPSC) અપરિણીત મહિલાઓને નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) અને નેવલ એકેડેમીની પરીક્ષાઓ માટે અરજી કરવાની મંજૂરી આપી હતી. ગત મહિને સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં એક નિર્દેશ આપ્યો હતો, જેનું પાલન કરીને આ પગલું ભરવામાં આવ્યું હતું. જાગૃતિ અવસ્થી મહિલા ઉમેદવારમાં ટોપ પર છે, તેણીએ બીજું સ્થાન મેળવ્યું છે. તેમણે વૈકલ્પિક વિષય તરીકે સમાજશાસ્ત્ર સાથે પરીક્ષા પાસ કરી છે. તે MANIT ભોપાલમાંથી B.Tech (ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ) માં સ્નાતક છે.
સતત મહેનતનો કોઇ વિકલ્પ નથી : શુભમ કુમાર
બિહારના કટિહાર જિલ્લાના રહેવાસી શુભમ કુમારે સિવિલ સર્વિસ પરીક્ષા 2020 માં ટોપ કર્યું છે. ઇટીવી ભારત ના રીપોર્ટરને શુભમે ઇનટરવ્યું દરમ્યાન જણાવ્યું કે, તેણે ખાતરી નહોતી કે હું પરીક્ષામાં ટોપ કરી શકીશ. પરિણામ બહાર આવ્યા બાદ શુભમ ખૂબ જ ખુશ છે. તે જ સમયે, તેના પરિવારના તમામ સભ્યો ખૂબ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. કારણ કે મેં મારાથી બને તેટલો પ્રયત્ન કર્યો, જોકે મને લાગ્યું કે હું વધુ સારું કરી શકીશ. હાલમાં હું નેશનલ એકેડેમી ઓફ ડિફેન્સ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ પુણેમાં છું. અને, ઓફિશિયલ ટ્રેઇની છું. આ દરમિયાન શુભમે પોતાની એક ક્ષણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મને આ વખતે મેઇન્સમાં એટલો વિશ્વાસ નહોતો, કારણ કે હું તમામ સવાલોના જવાબો સારી રીતે આપી શકતો ન હતો. તેણે કહ્યું, 'આ મારો ત્રીજો પ્રયાસ હતો. મેં 2018 માં પ્રથમ પ્રયાસ કર્યો, 2019 માં બીજો પ્રયાસ કર્યો, જેમાં મને 290 ક્રમ મળ્યો, પછી મને ભારતીય સંરક્ષણ ખાતા સેવા મળી.
આ પણ વાંચો : પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જયંતી નિમિત્તે CM યોગી આદિત્યનાથ આજે ગોરખપુરથી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવશે
સતત 2 વર્ષ સુધી અભ્યાસ કર્યા બાદ જાગૃતિએ આ સિદ્ધિ મેળવી
જાગૃતિ અવસ્થી મહિલા ઉમેદવારમાં ટોપ પર છે. તેણે બીજું સ્થાન મેળવ્યું છે. તેમણે વૈકલ્પિક વિષય તરીકે સમાજશાસ્ત્ર સાથે પરીક્ષા પાસ કરી છે. તે MANIT ભોપાલમાંથી B.Tech (ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ) માં સ્નાતક છે. જાગૃતિએ UPSC ની પરીક્ષા આપવા માટે BHEL (Bharat Heavy Electricals Limited) ની નોકરી છોડી દીધી હતી. જાગૃતિએ ઇનટરવ્યું દરમ્યાન જણાવ્યું કે અભ્યાસને કારણે 4 વર્ષથી ઘરમાં ટીવી બંધ છે. જાગૃતિની માતાએ તેના બાળકોના શિક્ષણ માટે સરકારી નોકરી છોડી દીધી હતી, જાગૃતિના પિતા ડોક્ટર છે. BHEL ની નોકરી છોડ્યા બાદ સતત 2 વર્ષ સુધી અભ્યાસ કર્યા બાદ જ જાગૃતિએ આ સિદ્ધિ મેળવી છે.
લગ્ન પછી પણ ધ્યેય પર ધ્યાન આપ્યુંને સિદ્ધિ હાંસલ કરી
અંકિતા જૈને UPSC ની પરીક્ષામાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ સાથે અંકિતા જૈનની બહેન વૈશાલી જૈને પણ UPSC 2020 માં 21 મો રેન્ક મેળવ્યો છે. તેનાથી પરિવારમાં બેવડી ખુશીઓ આવે છે. અંકિતા જૈનના સાસુ ડો.સવિતા ત્યાગી કહે છે કે, અમારા માટે આનંદનો દિવસ છે. અંકિતા જૈને સિવિલ સર્વિસીસમાં ત્રીજું સ્થાન મેળવી સમગ્ર પરિવારનું નામ રોશન કર્યું છે. રાકેશ ત્યાગીએ જણાવ્યું કે પુત્રવધૂ અંકિતા હાલમાં મુંબઈમાં છે. સાથે જ તેમનો પુત્ર અભિનવ ત્યાગી પણ IPS છે. તેઓ મહારાષ્ટ્રમાં ACP તરીકે પણ તૈનાત છે.
પોતાના વિસ્તારની સેવા કરવાનું સપનું થશે સાકાર
પ્રવીણ કુમારને આ સફળતા બીજા પ્રયાસમાં મળી, યુપીએસસીમાં સાતમો ક્રમ મેળવ્યો છે. IIT કાનપુરમાંથી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ પ્રવીણે દિલ્હીથી UPSC ની તૈયારી શરૂ કરી હતી. પ્રવીણે ઇટીવી ભારતના ઇનટરવ્યું દરમ્યાન જણાવ્યું કે તેણે બિહાર, ઝારખંડ અને છત્તીસગઢમાં પોતાની પસંદગી આપી છે. જો બિહારમાં નોકરી મેળવવાની તક હોય, તો તેઓ તેમની માટીની સેવા કરીને ખૂબ ખુશ થશે.
આ પણ વાંચો : UNGAમાં પાકિસ્તાને કાશ્મીરનો રાગ આલાપ્યો, ભારતે કહ્યું - PoK પણ અમારૂ જ છે
કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ અને દેશભરમાં 8માં નંબરે
ગુજરાત માટે આનંદના સમાચાર છે કે, પરિણામના ટોપ ટેનમાં ગુજરાતીનો પણ સમાવેશ થયો છે. UPSC પરીક્ષામાં સુરતના કાર્તિક જીવાણીએ દેશભરમાં 8માં નંબરે સ્થાન પ્રાપ્ત કર્યું છે. હૈદરાબાદ ખાતે UPSCની ટ્રેનીંગ મેળવી કાર્તિક જીવાણીએ ત્રીજી વખત UPSC પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. 2019માં 94મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. અને IPS માટેની પસંદગી પણ થઈ ગઈ હતી. પરંતુ કાર્તિક સુરતના પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર રાવ સાહેબની જેમ IAS બનવા માંગતો હતો આ જ કારણ છે કે તેને ફરીથી UPSC જેવી કઠિન પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો અને આજે તે ફરી વખત UPSCની પરીક્ષા ઉતીર્ણ કરી છે. ગુજરાતી મીડિયમ શાળાથી ભણતરની શરૂઆત કરનાર કાર્તિકે IIT મુંબઈમાં બી.ટેક કર્યું છે. અને ત્યારબાદ 2019માં UPSCની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં 94મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો, એવું જ નહી ગત વર્ષની પરીક્ષા કરતા આ વર્ષે સારુ પરિણામ હાંસલ કર્યું છે. વર્ષ દરમિયાન રોજનું 10 કલાક વાંચન કાર્તિક કરતો હતો.
ટીના ડાબીની બહેન છે જે પહેલાથી જ સિવિલ સર્વિસ કરી રહી છે
રિયા ડાબીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે, તે ટીના ડાબીની બહેન છે જે પહેલાથી જ સિવિલ સર્વિસ કરી રહી છે અને તેણે પ્રથમ પ્રયાસમાં 15 મો ક્રમ મેળવ્યો છે. રિયા ડાબીની મોટી બહેન ટીના ડાબીએ પણ વર્ષ 2015 માં પ્રથમ પ્રયાસમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. રિયા ડાબીએ તેની સફળતાનો શ્રેય તેના માતા -પિતાને આપ્યો છે. સિવિલ સર્વિસિસ પરીક્ષામાં 15 મો રેન્ક મેળવવા અંગે ઇટીવી ઇન્ડિયા સાથે વાત કરતી વખતે રિયા ડાબીએ કહ્યું હતું કે, અપેક્ષા નહોતી કે આટલું સારું પરિણામ આવશે. તેણે સખત મહેનત કરી હતી અને પરીક્ષાના સારા પરિણામોની અપેક્ષા રાખી હતી. આ સિવાય, તેની તૈયારી વિશે જણાવતી વખતે, તેણે કહ્યું કે વ્યક્તિએ સિવિલ સર્વિસ માટે દરરોજ તૈયારી કરવી જોઈએ કારણ કે આ પરીક્ષા ખૂબ જ મુશ્કેલ છે. એમ પણ કહ્યું કે શક્ય તેટલી વાર, તમે જે પણ વાંચી રહ્યા છો તેને સુધારતા રહો.
પિતા કપડાની રેકડી ચલાવે છે અને પુત્ર બન્યો IAS
કિશનગંજ શહેરની કોલોનીમાં રહેતા અનિલ બોસાકની યુપીએસસીમાં પસંદગી થઈ છે. તેના પિતા કપડાની રેકડી ચલાવે છે. અનિલનો આ બીજો પ્રયાસ હતો, તેમાં 45 મો રેન્ક મળ્યો, તેને IAS માટે પસંદ કરવામાં આવ્યો છે. અનિલને UPSC 2019 માં 616 ક્રમ મળ્યો, તે આ રેન્કથી સંતુષ્ટ નહોતો. આ વખતે અનિલ ઓલ ઈન્ડિયા 45 મો રેન્ક લાવીને સફળ થયો છે. અનિલના પિતા સંજય બોસક ગામડે ગામડે કપડાં વેચતા હતા.
જામિયાની રેસિડેન્શિયલ કોચિંગ એકેડેમી (RCA)ના 23 વિદ્યાર્થીઓ સફળ થયા
જામિયા મિલિયા ઇસ્લામિયાની રેસિડેન્શિયલ કોચિંગ એકેડેમી (RCA) ના 23 વિદ્યાર્થીઓ આ વર્ષે સિવિલ સર્વિસમાં સફળ થયા છે. જેમાં એકેડમીમાંથી પર્સનાલિટી ટેસ્ટ માટે કોચિંગ લેનાર રાધિકાએ 18 મો રેન્ક મેળવ્યો છે. તે જ સમયે, જામિયાના કુલપતિ, પ્રોફેસર નજમા અખ્તરે તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. જામિયા મિલિયા ઇસ્લામિયાની રેસિડેન્શિયલ કોચિંગ એકેડેમીમાં લઘુમતી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલા વિદ્યાર્થીઓને મફત કોચિંગ સાથે છાત્રાલયની સુવિધા આપવામાં આવે છે. દર વર્ષે ડઝનેક વિદ્યાર્થીઓ અહીંથી કોચિંગ લઈને સિવિલ સર્વિસ અને અન્ય વહીવટી સેવાઓમાં સફળતા મેળવે છે. આ વર્ષે 23 વિદ્યાર્થીઓ અહીંથી કોચિંગ લઈને સિવિલ સર્વિસ માટે પસંદ કરવામાં આવ્યા છે.