ETV Bharat / bharat

UPની અનામિકા સિંઘે દેશનું ગૌરવ વધાર્યું, અનામિકાનું નામ 8 દેશના યુવા વૈજ્ઞાનિકોમાં સામેલ - ગોરખપુર

હૈદરાબાદમાં આંતરરાષ્ટ્રીય યુવા વૈજ્ઞાનિક સમારોહ શરૂ થયો છે. યુવા વૈજ્ઞાનિકોના દળમાં ગોરખપુરની વિદ્યાર્થિની અનામિકા સિંઘનું નામ સામેલ થઈ ચૂક્યું છે. અનામિકા દિનદયાળ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટીની વિદ્યાર્થિની છે. યંગ સાયન્ટિસ્ટ કોન્ક્લેવમાં ભારત, રશિયા, ચીન, ઉઝ્બેકિસ્તાન, કઝાકિસ્તાન સહિત આઠ એશિયાઈ દેશોના યુવા વૈજ્ઞાનિકો પણ જોડાઈ રહ્યા છે.

UPની અનામિકા સિંઘે દેશનું ગૌરવ વધાર્યું, અનામિકાનું નામ 8 દેશના યુવા વૈજ્ઞાનિકોમાં સામેલ

author img

By

Published : Nov 25, 2020, 2:22 PM IST

  • ગોરખપુરની અનામિકા સિંઘે દેશનું નામ ઊંચું કર્યું
  • અનામિકાનું નામ 8 દેશના યુવા વૈજ્ઞાનિકોમાં સામેલ
  • હૈદરાબાદમાં આંતરરાષ્ટ્રીય યુવા વૈજ્ઞાનિક સમારોહ શરૂ

ગોરખપુરઃ ઉત્તરપ્રદેશના દિનદયાળ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટીની વિદ્યાર્થિની અનામિકા સિંઘ દેશના 15 યુવા વૈજ્ઞાનિકોના દળમાં સામેલ થઈ ચૂકી છે. આ દળ મંગળવારથી હૈદરાબાદમાં શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય યુવા વૈજ્ઞાનિક સમારોહમાં ભાગ લઈ રહ્યું છે. આમાં કોવિડ-19ના સંક્રમણના કારણે પડી રહેલી મુશ્કેલીઓ પર અનામિકા પોતાનું વક્તવ્ય સાથે વિચારો રજૂ કરશે. આ આયોજન વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર અને શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન સંયુક્ત રીતે મળીને કરી રહ્યા છે.

હૈદરાબાદમાં 28 નવેમ્બર સુધી આયોજન

આ પહેલા યંગ સાયન્ટિસ્ટ કોન્કલેવમાં એસસીઓના સભ્ય ભારત, રશિયા, ચીન, ઉઝ્બેકિસ્તાન, કઝાકિસ્તાન સહિત 8 એશિયાઈ દેશોના યુવા વૈજ્ઞાનિક સામેલ થઈ રહ્યા છે, જેનું આયોજન હૈદરાબાદમાં સ્થિત સીએસઆઈઆર ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજીમાં આગામી 28 નવેમ્બર સુધી થશે.

કોન્કલેવમાં દેશમાંથી પસંદ થયેલા 15 યુવા વૈજ્ઞાનિક

આ કોન્કલેવમાં પ્રત્યેક દેશમાંથી 15-15 યુવા વૈજ્ઞાનિક ભાગ લઈ રહ્યા છે, જેમાંથી આ કોન્કલેવમાં દેશના પસંદ થયેલા 15 યુવા વૈજ્ઞાનિકોના દળમાં દિનદયાળ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટીની ફિઝિક્સની વિદ્યાર્થિની અનામિકા સિંઘનું પણ નામ સામેલ છે.

રાજ્યમાંથી એક માત્ર પસંદ થયેલી વિદ્યાર્થિની

આ કોન્કલેવમાં અનામિકા કામ્બેટિંગ કોવિડ એન્ડ ઈમર્જિંગ પેડનમિક્સ રિસર્ચ એન્ડ ઈનોવેશન થીમ પર પોતાના વિચાર રજૂ કરશે. આ કોન્કલેવમાં અનામિકા ફક્ત ગોરખપુરમાંથી જ નહીં પરંતુ રાજ્યમાંથી પસંદ થયેલી એક માત્ર વિદ્યાર્થિની છે. અનામિકાની આ ઉપલબ્ધિ પર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર રાજેશ સિંહે અનામિકાને શુભેચ્છા પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી છે. યુનિવર્સિટીમાં હાલમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.