અમદાવાદ: ફરી એકવાર યુપીના સૌથી મોટા ડોન અતીક અહેમદ 1200 કિલોમીટરની યાત્રા કરીને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સુધીની યાત્રા પર નીકળી પડ્યો છે. ઉલ્લેખનીય છે કે અતિક અહેમદને અગાઉ જે રૂટ પરથી લાવવામાં આવ્યો હતો તે જ રૂટ પર ફરીથી લાવવામાં આવી રહ્યું છે. અતિક અહેમદને આ વખતે ભારે સુરક્ષા વચ્ચે લાવવામાં આવી રહ્યો છે. પોલીસ વાનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
શું થયું જેલની બહાર?: પ્રયાગરાજ પોલીસ એ જ વાહનો લઈને પહોંચી હતી જે તેઓ ગત વખતે લાવ્યા હતા. અતીકને કેટલાક કલાકોના પેપર વર્ક બાદ સાબરમતી જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. લગભગ 2 વાગે પોલીસે અતિકને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને જેલમાંથી બહાર આવતા જ અતિક અહેમદે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ લોકો મને લઈ જઈ રહ્યા છે તેમની નિયત સારી નથી. મને પરેશાન કરવા માંગે છે. મને મારી નાખવા માંગે છે. ઉમેશ પાલ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગનું પણ કહ્યું છે. વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા હોવા છતાં શા માટે આ લોકો મને ફરી પ્રયાગરાજ લઈ જઈ રહ્યા છે.
અતીકને ગઈ વખત રૂટથી જ લઇ જવાશે: અતીક અહેમદને ગત વખતે જયારે સાબરમતી જેલથી પ્રયાગરાજ લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં અનેક વાર ગાડી રોકાઈ હતી. અતિકનો પરિવાર પણ એન્કાઉન્ટરના ભયથી અતિકની ગાડી પાછળ સફર કરી રહ્યો હતો. આ વખતે પણ અતિ અહેમદનો રૂટ ગઈ વખત જ રાખવામાં આવ્યો છે. અતીકને સાબરમતી જેલમાંથી રાજસ્થાનના ઉદયપુર, મધ્યપ્રદેશના શિવપુરથી ઝાંસી થઈને પ્રયાગરાજ લાવવામાં આવશે. સાબરમતી જેલના સિવાયએસપી જણાવે છે કે અમોને પહેલાથી જ વોરંટ આપી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ યુપી પોલીસ અતીકને લેવા માટે આવી હતી. સામાન્ય પ્રક્રિયા કે જેમાં અતિકનું મેડિકલ ચેકઅપ કરીને યુપી પોલીસ તેને લઈને રવાના થઇ હતી.
આ પણ વાંચો Fake Notes Scam: 'ફર્ઝી'નું અમલીકરણ? નકલી નોટ બનાવાનું કૌભાંડ ઝડપાયું, 4ની ધરપકડ
અગાઉની જ ટીમ સાથે અતિક રવાના: અતીક અહેમદને ફરીથી તે જ રૂટથી પ્રયાગરાજ લઇ જવામાં આવી રહ્યો છે. સાબરમતી જેલમાંથી રાજસ્થાનના ઉદયપુર, મધ્યપ્રદેશના શિવપુરથી ઝાંસી થઈને પ્રયાગરાજ લાવવામાં મોકલવામાં આવી રહ્યો છે. અગાઉ જે પોલીસ ટીમ આતિકને લઈને આવી હતી તે જ પોલીસ ટીમ આ વખતે પણ મોકલવામાં આવી છે. પોલીસ ટીમમાં ઈન્ચાર્જ ઈન્સપેક્ટર અને 30 કોન્સ્ટેબલ હાજર છે. આ સિવાય એક જીપ અને બે કેદી ગાર્ડ વાહનો પણ મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો Gangster Atiq Ahmed: યુપી પોલીસ માફિયા અતીક અહેમદને લઈને રવાના
શું છે સમગ્ર મામલો?: રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની થોડા દિવસો પહેલા જાહેરમાં ગોળી અને બોંબનો મારો ચલાવીને હત્યા નિપજાવવામાં આવી હતી. જે કેસમાં અતિક અહેમદ સહિત અનેક લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે તે કેસમાં અતિ અહેમદનું નામ પણ ફરિયાદમાં સામેલ હોવાથી ઉત્તર પ્રદેશ પોલીસ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ અતિક અહેમદને ટ્રાન્સફર વોરંટથી ઉત્તરપ્રદેશ લઈ જવા માટે સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પહોંચી છે. મહત્વનું છે કે 2007માં ઉમેશ પાલ અપહરણ કેસમાં અતિક અહેમદને થોડા દિવસો પહેલા જ ત્યાંની કોર્ટમાં રજૂ કરવામાં આવતા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં અતિ અહેમદ પાકા કામના કેદી તરીકે બંધ હતો. ત્યારે તેને ફરી એકવાર ઉત્તર પ્રદેશ લઈ જવાની તૈયારીઓ પોલીસે કરી છે.