ETV Bharat / bharat

Yogi Adityanath in Kedarnath: યુપીના મુખ્યમંત્રીની શિવસાધના, બદ્રીનાથ બાદ કેદારનાથના દર્શને યોગી આદિત્યનાથ - ચારધામ યાત્રા

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બદ્રીનાથના દર્શન કર્યા બાદ આજે કેદારનાથ આવી પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે બાબા કેદારના દર્શન કર્યા અને તેમની પૂજા અર્ચના કરી. મુખ્યમંત્રી યોગીના આશરે બે કલાક જેવા કાર્યક્રમ દરમિયાન કેદારપુરીમાં સતત જયશ્રી રામ અને હર હર મહાદેવના લોકો નારા લગાવતા રહ્યાં. જ્યાંથી પણ મુખ્યમંત્રી યોગી પસાર થયાં ત્યાં તેમના અભિવાદન માટે લોકો જય જયકાર કરતા નજરે પડ્યાં.

Yogi Adityanath in Kedarnath
Yogi Adityanath in Kedarnath
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 8, 2023, 5:33 PM IST

ઉત્તરાખંડ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિશ્વ પ્રસિદ્ધ ચારધામ પૈકી કેદારનાથ ધામ પહોંચીને બાબા કેદારનાથના દર્શન કર્યા અને રૂદ્રાભિષેક કર્યો. આ દરમિયાન ભગવાન કેદારનાથ સમક્ષ સીએમ યોગીએ વિશ્વમાં સુખ સમૃદ્ધી તેમજ જનકલ્યાણની કામના રહે તેવા બાબ કેદાર પાસે આશીર્વાદ લીઘા. મુખ્યમંત્રી યોગીના આશરે બે કલાક જેવા કાર્યક્રમ દરમિયાન કેદારપુરીમાં સતત જયશ્રી રામ અને હર હર મહાદેવના નારા લોકો લગાવતા રહ્યાં. જ્યાંથી પણ મુખ્યમંત્રી યોગી પસાર થયાં ત્યાં તેમના અભિવાદન માટે શ્રદ્ધાળુ જય જયકાર કરતા નજરે પડ્યાં. જવાબમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ શ્રદ્ધાળુઓનું અભિવાદન કર્યું અને જ્યશ્રી રામ અને બાબા કેદારનો જયકાર કરતા રહ્યાં.

  • देवभूमि उत्तराखण्ड में आज बाबा श्री केदारनाथ जी के दर्शन-पूजन कर लोक-मंगल की कामना की।

    जय श्री केदार! pic.twitter.com/fXoOXc9fc6

    — Yogi Adityanath (@myogiadityanath) October 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કેદારનાથમાં યોગી: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે એટલે કે 8 ઓક્ટોબરે સવારે આશરે 10 વાગ્યે કેદારનાથ હેલીપેડ પહોંચ્યા હતાં. જ્યાં હેલીપેડ પર બદરી કેદાર મંદિર સમિતિના અધ્યક્ષ અજ્ય અજેન્દ્ર સહિત રાજકીય-સામાજીક આગોવાનો અને સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓએ મુખ્યમંત્રી યોગીનુ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. ગણમાન્ય લોકો સાથે મુલાકાત કર્યા બાદ મુખ્યમંત્રી યોગીએ જીએમવીએન અતિથિ ગૃહમાં થોડીવાર આરામ કર્યો. ત્યાર બાદ તીર્થ પુરોહિત સમાજ દંડની આગેવાનીમાં મુખ્યમંત્રી યોગીને મંદિર સુધી લઈ જવામાં આવ્યાં, જ્યાં તેમણે પૂજા અર્ચના કરી.

  • महाद्रिपार्श्वे च तटे रमन्तं सम्पूज्यमानं सततं मुनीन्द्रैः।
    सुरासुरैर्यक्षमहोरगाद्यैः केदारमीशं शिवमेकमीडे॥

    जय श्री केदार! pic.twitter.com/ndZ8qBWTc4

બદ્રીનાથ ધામના કર્યા દર્શન: નોંધનીય છે કે, ગઈકાલે શનિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બદરીનાથ ગયાં હતાં. જ્યાં તેમણે ભગવાન બદરી વિશાલના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા. અને ત્યારે ગઈકાલે જ મુખ્યમંત્રી યોગીએ કેદારનાથ જવાનો કાર્યક્રમ કર્યો હતો પરંતુ મોસમ ખરાબ હોવાના કારણે તેઓ કેદારનાથ ન જઈ શક્યાં અને આજે રવિવારે તેઓ કેદારનાથ આવી પહોંચ્યાં.

બાબા કેદારની કરી પૂજા: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાબા કેદારનાથના દર્શન કરીને વિશ્વમાં સુખ સમૃદ્ધી અને જનકલ્યાણની કામના કરી. આશરે પોણો કલાક ચાલેલી પૂજા દરમિયાન મુખ્યમંત્રી યોગી બાબા કેદારનાથને રૂદ્રાભિષેક કરીને વિશેષ ગો મુખી શ્રૃંઘી અને દૂધ તેમજ જળાભિષેક કર્યો.

રૂદ્રાભિષેક બાદ તેમણે બહાર આવીને નંદીની પૂજા કરી અને શાલ ચઢાવી. અહીં મંદિર પ્રાંગણમાં ઉભેલા શ્રદ્ધાળુઓ વચ્ચે બાબા કેદારનાથના નારા લગાવ્યા બાદ તેમણે કેદાર સભા સહિત અન્ય તીર્થ પુરોહિતો સાથે મુલાકાત કરી.

આ પણ વાંચો

  1. UPSRTC will run only bs 6 buses: દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર ઘટાડવા UPSRTC દોડાવાશે માત્ર BS-6 બસો
  2. Indian Air Force Day 2023: આજે 91મો ભારતીય વાયુસેના દિવસ, વિશ્વની ચોથી સૌથી મોટી છે ભારતીય વાયુ સેના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.