ETV Bharat / bharat

CM યોગી આદિત્યનાથે હૈદરાબાદના ચારમિનાર ખાતે દેવી ભાગ્યલક્ષ્મી મંદિરની લીધી મુલાકાત - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની 2 દિવસીય બેઠકમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Chief Minister Yogi Adityanath) હૈદરાબાદ પહોંચી ગયા છે. જ્યાં તેમણે રવિવારે સવારે ચારમિનાર વિસ્તારમાં સ્થિત શ્રી ભાગ્યલક્ષ્મી મંદિરમાં (Shri Bhagyalakshmi Temple) પૂજા અર્ચના કરી હતી.

CM યોગી આદિત્યનાથે હૈદરાબાદના ચારમિનાર ખાતે દેવી ભાગ્યલક્ષ્મી મંદિરની લીધી મુલાકાત

author img

By

Published : Jul 3, 2022, 1:59 PM IST

હૈદરાબાદ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે સવારે હૈદરાબાદના (Chief Minister Yogi Adityanath hyderabad visit) ચારમિનાર વિસ્તારમાં આવેલા શ્રી ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. કડક સુરક્ષા વચ્ચે CM યોગી ચારમિનાર વિસ્તારમાં સ્થિત શ્રી ભાગ્યલક્ષ્મી મંદિર પહોંચ્યા. જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, CM યોગી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠકમાં ભાગ લેવા હૈદરાબાદ પહોંચી ગયા છે.

આ પણ વાંચો: આજે BJP કારોબારી બેઠકનો બીજો દિવસ જાણો શું છે અપડેટ

CM યોગી આદિત્યનાથે પ્રાર્થના અને આરતી પણ કરી: ધારાસભ્ય રાજા સિંહે (MLA Raja Singh) કહ્યું કે, યોગીજી જ્યારે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન GHMC ચૂંટણી 2020 દરમિયાન ભાજપ માટે પ્રચાર કરવા અહીં આવ્યા ત્યારે મંદિરની મુલાકાત લેવાના હતા. જો કે સમયની તંગીને કારણે તેઓ તે સમયે મુલાકાત લઈ શક્યા ન હતા. તેમણે અમને કહ્યું હતું કે, જ્યારે પણ તેઓ આગલી વખતે હૈદરાબાદ આવશે ત્યારે તેઓ મંદિરની મુલાકાત લેશે. તેથી, તે પૂર્ણ કરવા માટે તેઓ આજે આવ્યા હતા અને પ્રાર્થના અને આરતી પણ કરી હતી. GHMC (Greater Hyderabad Municipal Corporation) ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરનારા યોગી આદિત્યનાથે પણ મતદારોને "હૈદરાબાદને ભાગ્યનગરમાં પરિવર્તિત કરવા" પાર્ટીને મત આપવા વિનંતી કરી હતી. શહેરના દક્ષિણ ભાગમાં સ્થિત સ્મારક ચારમિનાર જેને "જૂના શહેર વિસ્તાર" તરીકે ઓળખવામાં આવે છે, જે એક સમયે ચોક્કસ સમુદાયની મોટી વસ્તીને કારણે સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ માનવામાં આવતું હતું. શહેરનો આ ભાગ અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી AIMIM પાર્ટીનો ગઢ છે.

બે દિવસીય બેઠક થઈ શરૂ: હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠક શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનું ઉદ્ઘાટન કર્યું. કારોબારીની બેઠકમાં તમામ મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓને પ્રથમ હરોળમાં બેસાડવામાં આવ્યા છે. આ પહેલા હૈદરાબાદ પહોંચતા PM નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા માટે ગતિશીલ શહેર હૈદરાબાદમાં ઉતર્યા. આ બેઠક દરમિયાન અમે પાર્ટીને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરીશું.

આ પણ વાંચો: પીએમ મોદી આજે હૈદરાબાદમાં જનસભાને કરશે સંબોધિત

કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ: PM મોદી રાષ્ટ્રીય કાર્યકારિણીને પણ સંબોધિત કરશે. વડાપ્રધાન (PM Modi Hyderabad visit) આગામી સમયમાં પાર્ટી માટે રોડમેપ આપે તેવી અપેક્ષા છે, ખાસ કરીને જ્યારે ગુજરાત જેવા મોટા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. તમને જણાવી દઈએ કે, કોવિડ-19 મહામારી પછી આ પહેલીવાર છે કે, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યોની સંપૂર્ણ ભાગીદારી સાથે બેઠક યોજાઈ રહી છે. નવેમ્બર 2021 માં યોજાયેલી છેલ્લી બેઠકમાં, નેતાઓ શારીરિક તેમજ વર્ચ્યુઅલ રીતે હાજર હતા. ભાજપની આ બેઠક પહેલા હૈદરાબાદ શહેરમાં પાર્ટીના ઝંડા અને બેનરો લગાવી દેવામાં આવ્યા છે. જ્યાં પોસ્ટરમાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ દર્શાવવામાં આવી છે.

20 કરોડ લોકો સુધી પહોંચવાની યોજના: આ બેઠક હૈદરાબાદ ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં થઈ રહી છે. જેમાં PM મોદીની સાથે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, 19 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને BJPના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજરી આપી રહ્યા છે. બેઠક પહેલા પાર્ટીના ઉપાધ્યક્ષ અને પૂર્વ CM વસુંધરા રાજેએ કહ્યું કે, બેઠકમાં 2 પ્રસ્તાવ મોકલવામાં આવશે. એક રાજકીય પ્રસ્તાવ છે અને બીજો અર્થતંત્ર અને ગરીબ કલ્યાણનો છે. આ ઉપરાંત હૈદરાબાદમાં 'હર ઘર ત્રિરંગા'ની કવાયત અંગે ચર્ચા કરવા માટે ભાજપની બેઠક યોજાઈ રહી છે. આ 20 કરોડ લોકો સુધી પહોંચવાની અમારી યોજના છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.