લખનઉ: આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને (UP Assembly Elections 2022) ધ્યાનમાં રાખીને નવા વર્ષના પહેલા દિવસે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો લોકોને 300 યુનિટ ઘરેલું વીજળી મફતમાં (akhilesh yadav free electricity) મળશે અને સિંચાઈના બિલ પણ માફ કરવામાં આવશે.
અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે...
પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, 'નવા વર્ષની શુભકામનાઓ હવે 2022માં' ન્યુ યુપી'માં નવા પ્રકાશ સાથે નવું વર્ષ આવશે. ઘરેલું વીજળીના 300 યુનિટ મફત અને સિંચાઈ બિલ માફ કરવામાં (free electricity announcement) આવશે. નવું વર્ષ સૌને સુખ અને શાંતિ આપે, સમાજવાદી પાર્ટીની સરકાર આવશે અને 300 યુનિટ મફત ઘરેલું વીજળી અને સિંચાઈ વીજળી મફતમાં અપાવશે.
-
नव वर्ष की हार्दिक बधाई व शुभकामना!
— Akhilesh Yadav (@yadavakhilesh) January 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
अब बाइस में ‘न्यू यूपी’ में नयी रोशनी से नया साल होगा
300 यूनिट घरेलू बिजली फ़्री व सिंचाई बिल माफ़ होगा
नव वर्ष सबको अमन-चैन, ख़ुशहाली दे। सपा सरकार आयेगी और 300 यूनिट फ़्री घरेलू बिजली व सिंचाई की बिजली मुफ़्त दिलवाएगी। #बाइस_में_बाइसिकल pic.twitter.com/8RadolTql5
">नव वर्ष की हार्दिक बधाई व शुभकामना!
— Akhilesh Yadav (@yadavakhilesh) January 1, 2022
अब बाइस में ‘न्यू यूपी’ में नयी रोशनी से नया साल होगा
300 यूनिट घरेलू बिजली फ़्री व सिंचाई बिल माफ़ होगा
नव वर्ष सबको अमन-चैन, ख़ुशहाली दे। सपा सरकार आयेगी और 300 यूनिट फ़्री घरेलू बिजली व सिंचाई की बिजली मुफ़्त दिलवाएगी। #बाइस_में_बाइसिकल pic.twitter.com/8RadolTql5नव वर्ष की हार्दिक बधाई व शुभकामना!
— Akhilesh Yadav (@yadavakhilesh) January 1, 2022
अब बाइस में ‘न्यू यूपी’ में नयी रोशनी से नया साल होगा
300 यूनिट घरेलू बिजली फ़्री व सिंचाई बिल माफ़ होगा
नव वर्ष सबको अमन-चैन, ख़ुशहाली दे। सपा सरकार आयेगी और 300 यूनिट फ़्री घरेलू बिजली व सिंचाई की बिजली मुफ़्त दिलवाएगी। #बाइस_में_बाइसिकल pic.twitter.com/8RadolTql5
ગયા વર્ષે આમ આદમી પાર્ટીએ પણ આ જાહેરાત કરી હતી
ગયા વર્ષે 16 સપ્ટેમ્બરે આમ આદમી પાર્ટી (AAP)એ પણ દિલ્હીની જેમ ઘરેલુ ગ્રાહકોને 300 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી હતી અને જો પાર્ટીની સરકાર બનશે તો 38 લાખ પરિવારોના બાકી વીજ બિલો માફ કરશે.
મનીષ સિસોદિયાએ કરી હતી જાહેરાત
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, જો ઉત્તર પ્રદેશમાં પાર્ટીની સરકાર બનશે તો આમ આદમી પાર્ટી (AAP) રાજ્યના તમામ ઘરેલું ગ્રાહકોને 300 યુનિટ સુધી મફત વીજળી આપશે. આ સિવાય સરકાર નાના કે મોટા તમામ પ્રકારના હોલ્ડિંગ ધરાવતા ખેડૂતોને મફત વીજળી આપશે.
આ પણ વાંચો:
UP Assembly elections : AAP નેતા સંજય સિંહ અખિલેશ યાદવને મળ્યા, રાજકારણ ગરમાયું
યુપી વિધાનસભા ચૂંટણી 2022 : દરેક બુથમાં મુસ્લિમ મત મેળવવા ભાજપનો માસ્ટર સ્ટ્રોક