લખનૌ: પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હવે યુપી વિધાનસભા ચૂંટણીના (UP assembly election 2022)બીજા તબક્કાના પ્રચાર માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક (Congress star campaigners) નથી. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા સ્ટાર પ્રચારકોની યાદીમાંથી મનમોહનસિંહ (former pm manmohan singh) અને સોનિયા ગાંધીના (congress leader sonia gandhi) નામ હટાવી દેવામાં આવ્યાં છે. નોંધપાત્ર છે કે પ્રથમ તબક્કામાં બંનેના નામ 30 સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.
અઝહરુદ્દીનને બીજા તબક્કાના 30 સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન
આ સિવાય ખાસ વાત એ છે કે પહેલા તબક્કામાં આરપીએન સિંહ પણ ભાજપમાં જોડાયેલા સ્ટાર પ્રચારકોની (Congress star campaigners)યાદીમાં સામેલ હતાં. આ પછી, પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનને બીજા તબક્કાના 30 સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે, હવે અઝહર કોંગ્રેસના ઉમેદવારોના પક્ષમાં બેટિંગ કરતા જોવા મળશે. પહેલા તબક્કાના પ્રચારમાં સામેલ પાર્ટીના રાષ્ટ્રીય સચિવ રોહિત ચૌધરીને પણ યુપી વિધાનસભા ચૂંટણીના (UP assembly election 2022) બીજા તબક્કાના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
હાર્દિક પટેલ સહિત આ છે બીજા તબક્કામાં સ્ટાર પ્રચારક
રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અજયકુમાર લલ્લુ, આરાધના મિશ્રા મોના, ગુલામ નબી આઝાદ, અશોક ગહેલોત, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, ભૂપેશ બઘેલ, સલમાન ખુર્શીદ, રાજ બબ્બર, પ્રમોદ તિવારી, પીએલ પુનિયા, રાજીવ શુક્લા, સચિન પાયલટ, દીપેન્દ્રસિંહ હુડા, મોહમ્મદ અઝહરુદ્દીન, નસીમુદ્દીન સિદ્દીકી, આચાર્ય પ્રમોદ ક્રિષ્નમ, રશીદ અલ્વી, ઝફર અલી નકવી, કુલદીપ બિશ્નોઈ, વર્ષા ગાયકવાડ, હાર્દિક પટેલ, ફૂલો દેવી નેતામ, સુપ્રિયા શ્રીનેત, ઈમરાન પ્રતાપગઢી, કન્હૈયા કુમાર, પ્રણિતી શિંદે, ધીરજ ગુર્જર અને તૌકીર આલમ.
આ પણ વાંચોઃ Rahul Gandhi on Budget 2022: રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું, ગરીબ અને અમીર ભારત વચ્ચેની ખાઈ વધી રહી છે
પ્રથમ તબક્કામાં આ પાર્ટીના સ્ટાર પ્રચારકો હતાં
પ્રથમ યાદીમાં (Congress star campaigners) સોનિયા ગાંધી, મનમોહનસિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અજયકુમાર લલ્લુ, આરાધના મિશ્રા મોના, ગુલામ નબી આઝાદ, અશોક ગહેલોત, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, ભૂપેશ બઘેલ, સલમાન ખુર્શીદ, રાજ બબ્બર, પ્રમોદ તિવારી, પીએલ પુનિયા. આરપીએન સિંહ, સચિન પાયલટ, પ્રદીપ જૈન આદિત્ય, નસીમુદ્દીન સિદ્દીકી, આચાર્ય પ્રમોદ ક્રિષ્નમ, દીપેન્દ્રસિંહ હુડ્ડા, વર્ષા ગાયકવાડ, ફૂલો દેવી નેતામ, હાર્દિક પટેલ, સુપ્રિયા શ્રીનેત, ઈમરાન પ્રતાપગઢી, કન્હૈયા કુમાર, પ્રણીતિ શિંદે, ધીરજ ગુર્જર, રોહિત ચૌહાણ. અને તૌકીર ખાનનો સમાવેશ થતો હતો.
આ સ્ટાર પ્રચારકોને હટાવાયાં
સોનિયા ગાંધી, મનમોહનસિંહ, આરપીએન સિંહ, રોહિત ચૌધરી અને પ્રદીપ જૈન આદિત્ય
આ સ્ટાર પ્રચારકો બનાવવામાં આવ્યાં
રાજીવ શુક્લા, મોહમ્મદ અઝહરુદ્દીન, રાશિદ અલ્વી, ઝફર અલી નકવી અને કુલદીપ બિશ્નોઈ
આ પણ વાંચોઃ UP Assembly election 2022 : પ્રિયંકા ગાંધીનો યુ-ટર્નઃ "હું એકમાત્ર ચહેરો છું", નિવેદન પર આપી સ્પષ્ટતા