ETV Bharat / bharat

UP Assembly Election 2022: યાદવોના પ્રભુત્વવાળી કરહાલ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે અખિલેશ યાદવ - સમાજવાદી પાર્ટી મૈનપુરી

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ (President of the Samajwadi Party) અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ વિધાનસભા સીટ (Karhal assembly seat) પરથી ચૂંટણી લડશે. આ ક્ષેત્રને 'યાદવ લેન્ડ' કહેવામાં આવે છે. કરહાલ સીટ પર યાદવ વોટ બેંક પણ સૌથી વધુ છે.

UP Assembly Election 2022: યાદવોના પ્રભુત્વવાળી કરહાલ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે અખિલેશ યાદવ

author img

By

Published : Jan 20, 2022, 7:53 PM IST

લખનૌ: પૂર્વ મુખ્યપ્રધાન અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ (President of the Samajwadi Party) અખિલેશ યાદવે વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022)ના મેદાનમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે. 'યાદવ લેન્ડ' કહેવાતા મૈનપુરીની કરહાલ વિધાનસભા સીટ પરથી અખિલેશ યાદવ ઉમેદવાર હશે. છેલ્લા ઘણા દિવસોથી અખિલેશ યાદવના ચૂંટણી લડવા અંગે સસ્પેન્સ અકબંધ હતું. તેઓ હંમેશા પાર્ટી દ્વારા લેવામાં આવતા નિર્ણયની વાત કરતા હતા. આખરે ગુરુવારે અખિલેશ યાદવે મૈનપુરીની કરહાલ વિધાનસભા (yadav vote bank in up) બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી.

સંગઠનના નેતાઓ અખિલેશને મળ્યા હતા

મૈનપુરી જિલ્લાના સપા સંગઠન (samajwadi party mainpuri)ના નેતાઓ આજે સપા પ્રમુખ અખિલેશ યાદવને પણ મળ્યા હતા. સ્થાનિક નેતાઓએ માંગ કરી હતી કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કાર્યકરોની ભાવનાઓ અનુસાર કરહાલ સીટથી જ ચૂંટણી લડવી જોઈએ, જેના પર તેઓ સંમત થયા હતા. કરહાલ વિધાનસભા બેઠક સપા પ્રમુખ અખિલેશ યાદવના ચૂંટણી લડવા માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે.

આ પણ વાંચો: UP Assembly Election 2022: ચૂંટણી માટે કોંગ્રેસની બીજી યાદી આવી, AIMIMએ પણ ત્રીજી યાદી બહાર પાડી

કરહાલ સીટ પર યાદવ વોટ બેંક પણ સૌથી વધુ

સમાજવાદી પાર્ટીના સ્થાપક (Founder of the Socialist Party) મુલાયમ સિંહ યાદવે મૈનપુરી જિલ્લામાં જ પહેલી વિધાનસભા ચૂંટણી લડી હતી. મૈનપુરી જિલ્લો મુલાયમ સિંહ યાદવનું રાજકીય કાર્યસ્થળ રહ્યું છે. જિલ્લામાંથી જીત મેળવીને મુલાયમ સિંહ યાદવ દેશના સંરક્ષણ પ્રધાન બન્યા. કરહાલ સીટ પર યાદવ વોટ બેંક પણ સૌથી વધુ છે. આવી સ્થિતિમાં અખિલેશ યાદવ કરહાલ બેઠક પરથી લડીને સરળતાથી જીત નોંધાવી શકશે.

આ પણ વાંચો: Chandrashekhar contest from Gorakhpur : ચંદ્રશેખર આઝાદ ગોરખપુરથી મુખ્યપ્રધાન યોગી સામે લડશે ચૂંટણી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.