ગિરિડીહ: દહેજને (Dowry in Indian Marriage) કારણે દેશના જુદા જુદા સમાજમાં હત્યા અને અત્યાચારના કેસ સામે આવી રહ્યા છે. કેટલીય યુવતીઓએ આ કુપ્રથાને કારણે જીવ (Dowry Law) ગુમાવ્યા છે. પોલીસ પગલાં લઈ રહી છે તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ અટકતી નથી. પણ ગ્રામ્ય વિસ્તારના કેટલાક લોકોએ આ પ્રથાને કાયમી ધોરણે બંધ (Ban on Dowry Rituals) કરી દેવા પહેલ કરી છે. આ ગામમાં દહેજ લેવા અને આપવા એમ બન્ને પ્રથા પર પ્રતિબંધ (Boycott man who take Dowry) જાહેર કરી દેવામાં આવ્યો છે. બરવાડીહ અંજુમન કમિટીએ લીધેલા આ નિર્ણયની ભારે પ્રશંસા થઈ રહી છે.
આ પણ વાંચો: First donkey farm: હવે ગધેડીનું દૂધ સપ્લાય કરવાની યોજના, અહીં બન્યું પ્રથમ ગધેડાનું ફાર્મ
મુસ્લિમ સમુદાયમાંથી પહેલ: ઝારખંડના બરવાડીહ ગામમાં કોઈ પ્રકારનું દહેજ ન લેવાની પહેલ મુસ્લિમ સમુદાય તરફથી કરવામાં આવી છે. આ ગામે અત્યાર સુધીમાં બે એવા લગ્ન થયા છે જેમાં દહેજ લેવામાં નથી આવ્યું. પંચાયતમાં આ રીત વર્ષોથી ચાલી આવી રહી છે. આ મામલે બરવાડીહ અંજુમન કમિટીના સદરલાલ મોહમ્મદ અંસારીએ કેટલીક સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, આ પહેલની શરૂઆત કરવામાં થોડી મુશ્કેલી થઈ હતી. પણ દહેજ વગરના લગ્નની વાત જ્યારે કરવામાં આવી ત્યારે કેટલાક લોકોએ વિરોધ પણ કરેલો હતો.
કમિટીએ ધ્યાન રાખ્યું: દહેજને લઈને કેટલીક મુશ્કેલીઓ પડી રહી હતી. જેની ફરિયાદ આ કમિટી સુધી આવતી હતી. અંસારીએ એવું પણ ઉમેર્યું કે, ઘણા એવા પણ કેસ સામે આવ્યા જેમાં છુપી રીતે લગ્ન કરાયા હોય અને દહેજ લેવામાં આવ્યું હોય. પછી જ્યારે કમિટીને આવા કોઈ પરિવારની જાણ થતી તો એને અમે બોયકોટ કરી દેતા હતા. પછી તો મોટાભાગના લોકોએ દહેજ પ્રથાનો વિરોધ કરવાનું શરૂ કર્યું. આ પહેલની અસર આસપાસના બીજા ગામે પણ થઈ હતી. દહેજ પ્રથા સામે શરૂ થયેલું અભિયાન અન્ય ગામની પંચાયત સુધી પહોંચી હતી.
આ પણ વાંચો: રાહુલના સમર્થનમાં કોંગ્રેસનું પ્રદર્શન, સ્મૃતિ ઈરાનીએ પૂછ્યા આવા સવાલો...
હિન્દુ સમુદાયના લોકો જોડાયા: આ અભિયાનમાં કેટલાક હિન્દુ પરિવારના લોકો પણ જોડાયા હતા. એ પરિવારોમાં પણ દહેજ વગર લગ્ન લેવાના શરૂ થઈ ગયા હતા. અહીં ગામના દરેક મુસ્લિમ પરિવાર આ કમિટીના આદેશનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. જોકે, કેટલાક હિન્દુ સમુદાયના લોકો પણ જોડાઈ રહ્યા છે.