- ઓડિશાના મયુરભંજ જિલ્લામાં અનોખો કલાકાર
- કાગળ અને ઝાડ પર કોતરણી કરી ફેલાવે છે સામાજિક સંદેશ
- પદ્મશ્રી રઘુનાથ મહાપત્રાને 'દિબીરી કલા' દ્વારા શ્રદ્ધાંજલિ આપી
ઓડિશા: તેની કલમ કલ્પનાને આકાર આપે છે. તેઓ સામાજિક સંદેશ ફેલાવવા માટે કાગળ અને ઝાડ ઉપર જાણીતી હસ્તીઓની છબીઓ કોતરણી કરી કંઇક અલગ કરવાના શોખીન છે. રાજ્યના આ યુવા કલાકારે રાજ્યના પ્રતિષ્ઠિત સાહિત્યકાર મનોજ દાસ, શિલ્પકાર સ્વ.રઘુનાથ મહાપાત્ર સહિત અનેક અગ્રણી હસ્તીઓનાં ચિત્રો બનાવ્યાં છે. આ દ્વારા તેમણે સમાજમાં તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપી છે.
ઝાડ પર કોતરણી અને કંઇક અલગ કરવાની કળાને કારણે વિશેષ ચર્ચામાં
મયુરભંજ જિલ્લાના આગડા ગામનો રહેવાસી સમેન્દ્ર બેહરા તેની ઝાડ પર કોતરણી અને કંઇક અલગ કરવાની કળાને કારણે આ વિસ્તારમાં વિશેષ ચર્ચામાં છે. કલા પ્રત્યેની તેમનો ઉત્સાહ સર્જનાત્મક ક્ષેત્રમાં એક અલગ ઓળખ આપી છે. બેહેરાએ ઝાડ ઉપર પ્રખ્યાત હસ્તીઓના ચહેરાઓ કોતર્યા છે. તેની કળા જોનારાઓને આકર્ષિત કરે છે અને દરેક લોકો તેની પ્રશંસા કરે છે.
પદ્મશ્રી રઘુનાથ મહાપત્રાને 'દિબીરી કલા' દ્વારા શ્રદ્ધાંજલિ આપી
સમરેન્દ્ર બેહેરાએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યુ છે કે, 'મને નાનપણથી જ કલાનો શોખ હતો. ઇન્ટરમિડિયેટ (+2) કર્યા પછી મને બાલાસોર આર્ટસ અને ક્રાફ્ટ્સ કોલેજમાં પ્રવેશ મળ્યો. હું વિઝ્યુઅલ આર્ટ્સમાં છું પણ હું સામાન્ય રીતે પ્રિન્ટિંગ આર્ટ્સ કરું છું. મેં કંઇક અલગ કરવા માટે આ કર્યું છે. મેં લેખક મનોજ દાસની છબી પેન પર કોતરી છે અને પદ્મશ્રી રઘુનાથ મહાપત્રાને 'દિબીરી કલા' (કેરોસીનના દિવાની કાળાશથી કાગળ પર બનાવેલી પેઇન્ટિંગ) દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે.
આ પણ વાંચોઃ ભોપાલના ડોક્ટરે આ રીતે જાળવ્યો પોતાનો શોખ, આટલું કલેક્શન કર્યું એકઠું
આ કલાકારની બહેન બિનાપાની બેહરાએ પણ ઈટીવી ભારતની વાતચીતમાં કહ્યુ કે તે જ્યાં પણ બેસે છે ત્યાં કંઈક પેઇન્ટિંગ કરે છે. તે કળામાં નિષ્ણાત છે. અમને તેની કળા પર ગર્વ છે. તેમજ ગામ લોકો પણ તેના પર ગર્વ અનુભવે છે.
ખાનગી કોલેજમાં આર્ટ લેક્ચરર તરીકે કાર્યરત બેહરા
કેન્દ્રપરા જિલ્લાની એક ખાનગી કોલેજમાં આર્ટ લેક્ચરર તરીકે કાર્યરત બેહરાને રાજ્ય અને બહારના ઘણા એવોર્ડ અને પ્રશંસા મળી છે. તેમની જટિલ કળાઓ આ ક્ષેત્રમાં તેમની કુશળતાને બતાવે છે. એક ગ્રામીણ ગૌરામણિ ખટુઆ કહે છે કે, 'જ્યારે તે નાનો હતો ત્યારે તે આ પ્રાથમિક શાળામાં આવતો હતો. તેને જે કોઈ પણ વસ્તુ મળે તે તેને દિવાલ પર બનાવતો હતો. તે એક સારો વિદ્યાર્થી હતો. તેમણે મહાત્મા ગાંધી અથવા જવાહરલાલ નહેરુના ચિત્રો બનાવ્યા હતા.
સમરેન્દ્રએ પોતાની સર્જનાત્મકતાથી બેસાડ્યો દાખલો
જ્યારે કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વ બંધ થઈ ગયું ત્યારે કલાકાર સમરેન્દ્રએ પોતાની સર્જનાત્મકતા અને કલ્પનાનો ઉપયોગ પોતાને અને સમાજ માટે કંઈક ઉપયોગી કરવા માટે કર્યો. યુવા લોકો કે જેઓ આત્મનિર્ભર બનવા માંગે છે તેના માટે દાખલો બેસાડ્યો છે. સમરેન્દ્રએ સાબિત કર્યુ કે, જો કોઈની અંદર દૃઢ ઇચ્છાશક્તિ હોય તો તે વસ્તુઓ જેનો ઉપયોગ કરવા યોગ્ય નથી તે પણ ઉત્પાદક રીતે વાપરી શકાય છે. પર્યાપ્ત ભંડોળ અને સરકારી સહાય યુવાન કલાકારને તેના જુસ્સાને આગળ વધારવામાં મદદ કરશે. જેના દ્વારા તે સમાજમાં વધુ ફાળો આપી શકશે.