ETV Bharat / bharat

લખીમપુર ખીરી હિંસા: કેન્દ્રીય પ્રધાનનો દીકરો આશીષ મિશ્રા પોલીસ રિમાન્ડ પર, 3 દિવસ થશે પૂછપરછ - લખીમપુર ખીરી

લખીમપુર ખીરી હિંસા (Lakhimpur Kheri Violence) મામલે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન (Union Minister of State for Home Affairs)ના દીકરા આશીષ મિશ્રા (Ashish Mishra)ને 3 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યો છે. લખીમપુર ખીરીમાં 3 ઑક્ટોબરના થયેલી હિંસા મામલે પોલીસે કેન્દ્રીય પ્રધાનના દીકરા આશીષ મિશ્રાની શનિવારની રાત્રે ધરપકડ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે, મંગળવારના પોલીસ લખીમપુર જિલ્લા જેલથી આશીષ મિશ્રાને પોતાની કસ્ટડીમાં લેશે.

લખીમપુર ખીરી હિંસા: કેન્દ્રીય પ્રધાનનો દીકરો આશીષ મિશ્રા પોલીસ રિમાન્ડ પર

author img

By

Published : Oct 11, 2021, 8:51 PM IST

  • આશીષ મિશ્રાને 3 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યો
  • 12 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીની મંજૂરી
  • લખીમપુર ખીરી હિંસામાં શનિવારના આશીષની થઈ હતી ધરપકડ

લખનૌ: લખીમપુર ખીરી હિંસા (Lakhimpur Kheri Violence) મામલે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન (Union Minister of State for Home Affairs)ના દીકરા આશીષ મિશ્રા (Ashish Mishra)ને 3 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યો છે. વરિષ્ઠ પ્રોસિક્યુશન ઓફિસર (SPO)એસ.પી. યાદવે પત્રકારોને જણાવ્યું કે, અદાલત (મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ)માં આશીષ મિશ્રાને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવા માટે શનિવારના અરજી આપવામાં આવી હતી.

12 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડી

એસ.પી. યાદવે જણાવ્યું હતું કે, આશિષ મિશ્રાને પોલીસ રિમાન્ડ પર લેવા માટે આજે કોર્ટમાં સુનાવણી હતી અને કોર્ટે 12 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડી માટે મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે, કસ્ટડીના સમયગાળા દરમિયાન આશિષ મિશ્રાની તબીબી તપાસ કરવામાં આવશે અને પૂછપરછના નામે પોલીસ દ્વારા તેમને હેરાન કરવામાં આવશે નહીં. યાદવે એમ પણ કહ્યું કે, આ સમય દરમિયાન તેમના એડવોકેટ પણ હાજર રહેશે.

ખેડૂતોને કચેડી દેનારા વાહનમાં હતો આશીષ

ઉલ્લેખનીય છે કે 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખીરીમાં થયેલી હિંસાના સંદર્ભમાં પોલીસે શનિવારે રાત્રે કેન્દ્રીય પ્રધાનના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરી હતી. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યના કાર્યક્રમનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કચડી નાખનારા વાહનમાંથી એકમાં આશિષ હતો તેવો આરોપ છે. આ અકસ્માતમાં 4 ખેડૂતોના મોત થયા હતા.

વરુણ ગાંધીએ કડક કાર્યવાહી કરવાની કરી માંગ

આ પહેલા ભાજપના સાંસદ વરુણ ગાંધીએ પણ લખીમપુર કેસમાં સંકળાયેલા તમામ શંકાસ્પદોને તાત્કાલિક ઓળખીને IPCની કલ 302 (હત્યા) હેઠળ હત્યાનો કેસ નોંધીને સખતથી સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને લખેલા પત્રમાં કહ્યું કે, '3 ઑક્ટોબરના ખીરીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને નિર્દરયતાપૂર્વક કચેડવાની જે હ્રદયદ્રાવક ઘટના બની છે તેનાથી આખા દેશના નાગરિકોમાં એક પીડા અને રોષ છે.' તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે એક ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપ ન્યાય પ્રક્રિયામાં રોડા નાંખી રહ્યું છે.

આ પણ વાંચો: લખીમપુર મામલે આજે મહારાષ્ટ્ર બંધ, MVA સરકારે લોકો પાસે માગ્યું સમર્થન

આ પણ વાંચો: લખીમપુર હિંસા મામલે દેશભરમાં કોંગ્રેસનું 'મૌન વ્રત' કાર્યક્રમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.