ETV Bharat / bharat

કેન્દ્રીય મંત્રી તોમરની મુસીબત વધી, પુત્ર દેવેન્દ્રનો ત્રીજો વીડિયો થયો વાયરલ, આ વખતે 10 હજાર કરોડના ટ્રાન્ઝેક્શનની વાત - દેવેન્દ્રપ્રતાપ સિંહ તોમર

કેન્દ્રીયપ્રધાન નરેન્દ્રસિંહ તોમરની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. તોમરના પુત્રનો ત્રીજો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વ્યક્તિએ વાયરલ થયેલા બંને વીડિયોને સાચા ગણાવ્યા છે. ત્રીજા વીડિયોમાં 10000 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કેન્દ્રીયપ્રધાન નરેન્દ્રસિંહ તોમરના પુત્રનો ત્રીજો વીડિયો વાયરલ, ગાંજાની ખેતી અને 10000 કરોડના મામલે પુષ્ટિ કરતો શખ્સ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2023, 7:25 PM IST

ગ્વાલિયર: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીયપ્રધાન નરેન્દ્રસિંહ તોમરની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.કેન્દ્રીયપ્રધાન નરેન્દ્રસિંહ તોમરના પુત્રના બે વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. જેના કારણે દેશ અને રાજ્યના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિએ ખુલાસો કર્યો છે કે વાયરલ થયેલા બંને વીડિયો નકલી નહીં પણ વાસ્તવિક છે. તેમણે વાતચીતની પુષ્ટિ કરી છે. આ વીડિયોમાં એક નવો ખુલાસો કરતા વ્યક્તિએ કહ્યું કે આ સમગ્ર મામલો 100 કે 500 કરોડ રૂપિયાનો નથી, પરંતુ 10000 કરોડ રૂપિયાનો છે.

ત્રીજા વીડિયોમાં 10000 કરોડ રૂપિયાની લેવડદેવડ : કેન્દ્રીયપ્રધાન નરેન્દ્રસિંહ તોમરના મોટા પુત્ર દેવેન્દ્રપ્રતાપ સિંહ તોમરના કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનના વીડિયોમાં નવો ખુલાસો થયો છે. પ્રધાનપુત્ર સાથે વીડિયો કોલ પર વાત કરનાર વ્યક્તિએ એક નવા વીડિયોમાં સમગ્ર વાતચીતની પુષ્ટિ કરી છે. વીડિયોમાં આ વ્યક્તિએ આખો મામલો 100 કે 500 કરોડ રૂપિયાનો નહીં પરંતુ 10000 કરોડ રૂપિયાનો જણાવ્યો છે. તેમનું કહેવું છે કે નરેન્દ્રસિંહ તોમરના પુત્રએ ગાંજાની ખેતી માટે વિદેશમાં 100 એકર જમીન પણ ખરીદી છે.

વ્યક્તિએ વીડિયો જાહેર કરી માહિતી આપી : વીડિયોમાં વ્યક્તિએ પોતાનું નામ જયમન દીપ જણાવ્યું છે. તે વ્યક્તિ કહી રહ્યો છે કે કેન્દ્રીયપ્રધાન નરેન્દ્રસિંહ તોમરના પુત્રનો વીડિયો કેટલાક દિવસોથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો સાચો છે. વ્યક્તિએ પોતાને કેનેડામાં રહેતો હોવાનું જણાવ્યું છે. તેણે કહ્યું કે માઈનિંગ કંપની સાથે પૈસાની લેવડદેવડ થઈ હતી. તેણે એમ પણ કહ્યું કે મારી મિત્રતા લગભગ 20 વર્ષ જૂની છે. ઉપરાંત, લોકડાઉન દરમિયાન હું માર્ચ મહિનામાં ભારત ગયો હતો અને તેને મળ્યો હતો. વ્યક્તિએ જણાવ્યું કે મેં તેની સાથે ગાંજા અને ભાંગની ખેતી વિશે વાત કરી હતી.

વ્યક્તિએ ટ્રાન્ઝેક્શનના ઘણા દસ્તાવેજો પણ બતાવ્યા : વીડિયોમાં તે વ્યક્તિએ પુરાવા માટે પોતાનો નંબર પણ આપ્યો છે. તેણે કહ્યું કે આ વીડિયો જોયા પછી હું આશ્ચર્યચકિત થઈ ગયો કે તે કેવી રીતે વાયરલ થયો. તેણે કહ્યું કે તેના દાદા સ્વતંત્રતા સેનાની હતાં. આ સિવાય વ્યક્તિએ પ્રબલસિંહ તોમરનું વોટ્સએપ આઈડી પણ બતાવ્યું. લેણદેણ કેવી રીતે થતી હતી તેની માહિતી આપી. ઘણા દસ્તાવેજો પણ બતાવ્યા. જે બાદ જયમન દીપ કહે છે કે આ 500 કરોડ રૂપિયાનો નથી પરંતુ 10 હજાર કરોડ રૂપિયાનો મામલો છે. નરેન્દ્રસિંહ તોમરની પત્ની સાથે ચેટ કરવાની પણ વાત કરી. કેટલાક મેક-અપ, ગાંજાના પાર્સલની પણ વાત છે. આખરે ફેસબુક પર વીડિયો અપલોડ કરવાની વાત કરી હતી. ત્રીજા વીડિયોમાં આ વ્યક્તિ દાવો કરી રહ્યો છે કે વાયરલ થયેલા બંને વીડિયો એકદમ સાચા છે.

  1. Etv Bharat : કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર સાથે ખાસ વાતચીત
  2. Raghavji Patel : કૃષિપ્રધાન રાઘવજી પટેલે ચણાની ખરીદીની મર્યાદા વધારવાની કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.