ETV Bharat / bharat

PM મોદી અને અમિત શાહે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ અંગે આપી પ્રતિક્રિયા - modi tweet

સમગ્ર રાજ્યમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ મંગળવારે છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને જીત માટે આસ્વસ્થ હતા, પરંતું ભાજપને જંગી બહુમતી મળી રહી છે અને કોંગ્રેસને કારણી હારનો સામનો કરવો પડ્યો છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાને ભાજપની અભુતપૂર્વ જીત બદલ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો.

સ્વરાજની ચૂંટણીના પરિણામ
સ્વરાજની ચૂંટણીના પરિણામ
author img

By

Published : Mar 2, 2021, 7:24 PM IST

Updated : Mar 3, 2021, 1:16 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની અભુતપૂર્વ જીત
  • PM મોદી અને અમિત શાહે ભાજપની જીત બાદ આપી પ્રતિક્રિયા
  • અમારી પાર્ટી ગુજરાતના વિકાસ અને પ્રત્યેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે હંમેશાં કાર્યરત રહેશે - PM મોદી

ન્યૂઝ ડેસ્ક : 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂટણી માટે મતદાન થયું હતું. જેની મતગણતરી આજે યોજાઇ રહી છે. જેમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ ભાજપ તરફી રહ્યા છે. ત્યારે આ જીત બાદ PM મોદી અને અમિત શાહે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમને ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો.

ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના ભગીરથ પ્રયત્નોની પ્રશંસા કરું છું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની અભુતપૂર્વ જીત અંગે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, ભાજપની શહેરી અને ગ્રામીણ ગુજરાતે સર્વાનુમતે સંદેશ આપ્યો છે. હું ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની પ્રશંસા કરું છું અને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના ભગીરથ પ્રયત્નોની પ્રશંસા કરું છું. અમારી પાર્ટી ગુજરાતના વિકાસ અને પ્રત્યેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે હંમેશાં કાર્યરત રહેશે.

સ્વરાજની ચૂંટણીના પરિણામ
PM મોદીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ અંગે આપી પ્રતિક્રિયા

PM મોદી - ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું

આ સાથે PM મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું.

આ વિજય ગરીબ, ખેડૂતો અને ગામડાના વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત - કેન્દ્રીય ગૃહ પ્રધાન

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભાજપની અભુતપૂર્વ જીત અંગે જણાવતા ટ્વીટ કર્યું હતું કે, આ વિજય ગરીબ, ખેડૂતો અને ગામડાના વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત ભાજપા સરકારોમાં જનતાના અતૂટ વિશ્વાસની જીત છે.

હું જનતાને નમન કરું છું - અમિત શાહ

આ સાથે અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર દેશના ગરીબ, ખેડૂતો અને વંચિત સમાજના કલ્યાણ અને વિકાસ માટે સતત કટિબદ્ધ છે. ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડૂતોએ ભાજપાને વિજયી બનાવીને સરકારની કલ્યાણકરી નીતિઓ પર વિશ્વાસની મહોર લગાવી છે. હું જનતાને નમન કરું છું. આ ભવ્ય વિજય બદલ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા.

સ્વરાજની ચૂંટણીના પરિણામ
અમિત શાહે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ અંગે આપી પ્રતિક્રિયા

ચૂંટણીઓ પહેલાં જ અનેક બેઠક પર ભાજપ બિનહરીફ વિજયી

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કેટલીય બેઠક પર બિનહરીફ જાહેર થઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત નારણપુરા વૉર્ડમાં બિન્દા સુરતી બિનહરીફ જાહેર થયા હતા. ત્યારબાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કેટલીક બેઠકો પર ભાજપના કેટલાક ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

કઈ બેઠકો પર ભાજપ બિનહરીફ?

આજે શનિવારે ભુજ નગરપાલિકામાં ભાજપના 2 ઉમેદવાર અને ધાંગધ્રા નગરપાલિકમાં ભાજપના 5 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે, જ્યારે જિલ્લા પંચાયત અંતર્ગત જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના એક-એક ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે, જ્યારે તાલુકા પંચાયતમાં સુરતના ઓલપાડ અને ચોર્યાસીમાં એક-એક, અમદાવાદના દસક્રોઈમાં 02, કચ્છના ભુજમાં 01, જૂનાગઢ તાલુકા પંચાયતમાં 01, ભાવનગરના ઉમરાળા તાલુકા પંચાયતમાં 02, સુરેન્દ્રનગરના લીંબડીમાં 01, વઢવાણમાં 01, ધાંગધ્રા 02, જ્યારે થાનગઢમાં 5 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપના 27 ઉમેદવાર બિનહરીફ

આમ, ભાજપને કોઈ જ મહેનત કર્યા વિના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 01, જિલ્લા પંચાયતમાં 02, તાલુકા પંચાયતમાં 17, નગરપાલિકામાં 07, એમ કુલ મળીને અત્યાર સુધીમાં 27 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે.

સી. આર. પાટીલે પાઠવી હતી શુભેચ્છા

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સ્થાનિક સ્વરાજની 2021ની ચૂંટણી અંતર્ગત મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉમેદવારો પર પ્રજાએ વિશ્વાસ અને પ્રેમ જીતીને ચૂંટણીઓમાં બિનહરીફ જાહેર થયા છે, તે બદલ અભિનંદન પાઠવી, સૌ વિજયી ઉમેદવારો અને તેમના મત વિસ્તારની સ્વર્ણિમ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોની વિગત

81 નગરપાલિકાની 2,720 બેઠક

81 નગરપાલિકાના 680 વૉર્ડની 2,720 બેઠક ઉપર ચૂંટણી યોજાશે. જેમાં અનુસૂચિતજાતિ માટે 185, અનુસૂચિતજનજાતિ માટે 107, OBC માટે 269 અને સામાન્ય વર્ગની મહિલાઓ માટે 1,039 બેઠક અનામત રાખવામાં આવી છે. જેમાંથી 92 બેઠક બિનહરીફ થઇ છે.

31 જિલ્લા પંચાયતની કુલ 980 બેઠક

31 જિલ્લા પંચાયતની કુલ 980 બેઠકમાં 63 બેઠક અનુસૂચિત જાતિ, 260 બેઠક અનુસૂચિત જનજાતિ, સામાજિક, OBC માટે 96 અને સામાન્ય વર્ગની મહિલાઓ માટે 278 બેઠક અનામત છે. જેમાંથી 111 બેઠક બિનહરીફ થઇ છે.

231 તાલુકા પંચાયતના 4,774 વૉર્ડ માટે ચૂંટણી

231 તાલુકા પંચાયતમાં 4,774 વૉર્ડમાંથી અનુસૂચિત જાતિ માટે 344, અનુસૂચિત જન જાતિ માટે 1,232, OBC માટે 463 અને સામાન્ય વર્ગની મહિલાઓ માટે 1,385 બેઠક અનામત રાખવામાં આવી છે. જેમાંથી 92 બેઠક બિનહરીફ થઇ છે.

સમગ્ર રાજ્યમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ મંગળવારે છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને જીત માટે આસ્વસ્થ હતા, પરંતું ભાજપને જંગી બહુમતી મળી રહી છે અને કોંગ્રેસને કારણી હારનો સામનો કરવો પડ્યો છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાને ભાજપની અભુતપૂર્વ જીત બાદ પ્રતિક્રિયા આપી હતી.

Last Updated : Mar 3, 2021, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.