ETV Bharat / bharat

નીતિશ કુમારે ઘણાને છેતર્યા છે, લાલુ યાદવે પણ દૂર રહેવું જોઈએ: અમિત શાહ - અમિત શાહ સીમાંચલની બે દિવસની મુલાકાતે

જે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે ત્યાં કેન્દ્રીય પ્રધાનોની મુલાકાત નોંધપાત્ર રીતે વધી રહી છે. ગુજરાત પહેલા અમિત શાહે બિહારની મુલાકાત લઈને વિપક્ષ પર મોટા ચાબખા માર્યા હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન (Union Home Minister Amit Shah) અમિત શાહ 2 દિવસ બિહારની (Amit Shah in Seemanchal) મુલાકાતે છે. પ્રાચીન કાલી મંદિરમાં (Amit Shah worship In Kali Temple) પૂજા કરશે. નેપાળ સરહદની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આ દરમિયાન બાંગ્લાદેશથી ઘૂસણખોરી પર ચર્ચા થશે.

નીતિશ કુમારે ઘણાને છેતર્યા છે, લાલુ યાદવે પણ દૂર રહેવું જોઈએ: અમિત શાહ

author img

By

Published : Sep 24, 2022, 6:30 PM IST

કિશનગંજ-બિહારઃ કેન્દ્રીય ગૃહપ્રધાન (Union Home Minister Amit Shah) અમિત શાહ, બિહારના સીમાંચલની બે દિવસીય (Amit Shah in Seemanchal) મુલાકાતે છે. તેઓ કિશનગંજની મુલાકાત લેશે. આ દરમિયાન, તેઓ સૌથી પહેલા (Amit Shah worship In Kali Temple) પ્રખ્યાત અને પ્રાચીન કાલી મંદિરમાં પૂજા કરશે. આ મંદિરમાં મા કાલીની પૂજા કરવાથી વિશેષ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેના મહત્વને જોતા ગૃહપ્રધાન પણ અહીં પહોંચી મંદિરના દર્શન કરશે. મંદિરમાં પૂજા બાદ, ગૃહપ્રધાનનો સંભવિત કાર્યક્રમ જિલ્લા મુખ્યાલયથી, 35 કિલોમીટર દૂર ટેઢાગાછ બ્લોકમાં છે, જ્યાં નેપાળ સરહદ છે અને ગૃહપ્રધાન ત્યાંની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.

અમિત શાહની બિહારની મુલાકાત: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બિહારની 2 દિવસીય (Amit Shah on 2 day visit to Bihar) મુલાકાતે છે. ગઈકાલે એટલે કે, શુક્રવારે તેમણે પૂર્ણિયામાં એક વિશાળ રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન, તેમણે મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, નીતિશ કુમારે ઘણા લોકોને છેતર્યા છે. લાલુ યાદવે પણ તેમનાથી દૂર રહેવું જોઈએ. જોકે, હકીકત એવી પણ છે કે, લાલુ પ્રસાદ યાદવ અને નીતીશકુમાર દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવાના છે. આ મુદ્દાને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.

દિવાલો પર પેઇન્ટિંગઃ કેન્દ્રીય પ્રધાન અમિત શાહના આગમનની ખુશીમાં ઐતિહાસિક કાલી મંદિર પરિસરને દરેક રીતે શણગારવામાં આવ્યું છે. મંદિર પરિસરની દીવાલો પર, મધુબની ચિત્રો બનાવવામાં આવ્યા છે. શહેરની કેટલીક, વિદ્યાર્થિનીઓએ જ મંદિરની દિવાલો પર મધુબની પેઇન્ટિંગ્સ (Paintings of Madhubani on the walls) બનાવ્યા છે. આ મંદિર પ્રત્યે, ભક્તોમાં એટલી બધી શ્રદ્ધા અને આસ્થા છે કે, અહીં મૂર્તિદાનની સ્પર્ધા થાય છે. જો કોઈ વ્યક્તિ, મૂર્તિ દાન કરવા ઈચ્છે તો તેણે 21 વર્ષ સુધી રાહ જોવી પડે છે. કાલી મંદિરમાં દર વર્ષે, કારતક મહિનાની અમાવસ્યાએ નિશિ પૂજા ભવ્ય સ્વરૂપમાં કરવામાં આવે છે, જેમાં દૂર દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો આ નિશિ પૂજામાં ભાગ લે છે.

સવારે 9:30 વાગ્યે કાલી મંદિર પહોંચશે: અમિત શાહ શનિવારે સવારે 9:30 વાગ્યે સુભાષપલ્લી ચોક સ્થિત (Amit Shah worship In Kali Temple) કાલી મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે. મંદિરમાં પૂજા કર્યા પછી, તેઓ સવારે 10:30 વાગ્યે SSB કેમ્પસમાં BOP ફતેહપુરની મુલાકાત લેશે અને ફતેહપુર, પેકાટોલા, બેરિયા, અમગાચી અને રાનીગંજની BOP ઇમારતોનું ઉદ્ઘાટન કરશે. આ પછી, લગભગ 12 વાગ્યે, અમિત શાહ BSF કેમ્પસમાં BSF, SSB અને ITBPના મહાનિર્દેશકો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સરહદ સુરક્ષા પર સમીક્ષા બેઠક કરશે. આ દરમિયાન બાંગ્લાદેશથી ઘૂસણખોરી પર ચર્ચા થશે.

બીજેપી ડિસ્ટ્રિક્ટ કોર કમિટીની બેઠક મળશે: બાંગ્લાદેશથી ઘૂસણખોરી આ વિસ્તારમાં મોટી સમસ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ, સંજય જયસ્વાલે પણ નિર્દેશ કર્યો હતો કે, સિમાંચલમાં મુસ્લિમ વસ્તી ઝડપથી વધી રહી છે. આ બેઠક બાદ, અમિત શાહ બપોરે 2:30 વાગ્યે માતા ગુજરી યુનિવર્સિટીમાં કિશનગંજ, પૂર્ણિયા, અરરિયા અને કટિહારની ભાજપ જિલ્લા કોર કમિટી સાથે બેઠક કરશે. બપોરે 3:30 કલાકે તેઓ સ્વતંત્રતાના, અમૃત મહોત્સવ નિમિત્તે માતા ગુજરી યુનિવર્સિટી (Gujri University) ખાતે આયોજિત કાર્યક્રમ "સુંદર સુભૂમિ"માં હાજરી આપશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.