- ભાજપ જીતશે તેવો શાહનો દાવો
- ચૂંટણીમાં ભાજપ જંગી વિજય મેળવશે તેવો વિશ્વાસ કર્યો વ્યક્ત
- શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજવા બદલ ચૂંટણી પંચનો માન્યો આભાર
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની ચૂંટણીઓના પ્રથમ તબક્કાના એક દિવસ પછી જણાવ્યું હતું કે, બન્ને રાજ્યોમાં શાંતિપૂર્ણ મતદાન આગામી દિવસોમાં આ રાજ્યો માટે સકારાત્મક સંકેત છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પશ્ચિમ બંગાળની પ્રથમ 30 બેઠકોમાંથી 26 બેઠકો ભાજપ જીતશે. આસામની 47 બેઠકોમાંથી 33 બેઠકો જીતશે. આસામમાં બીજેપી સરકારની અસર છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે 'બિહાર દિવસ' પર આપી શુભેચ્છા
પ્રથમ તબક્કામાં 30 માંથી 26 બેઠકો જીતી લેશે
બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જંગી વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે દાવો કર્યો હતો કે, રાજ્યના ભૂસ્તરે ઉપસ્થિત ભાજપ કાર્યકરો પાસેથી મળેલી માહિતી અનુસાર પાર્ટી પ્રથમ તબક્કામાં 30 માંથી 26 બેઠકો જીતી લેશે. બંગાળમાં આઠ તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે.
ચૂંટણી પંચનો આભાર માન્યો
શાહે કહ્યું કે, સોનાર બંગાળની દ્રષ્ટિથી ભાજપે રાજ્યના લોકોમાં પશ્ચિમ બંગાળની વધુ સારી આશા જગાવી છે. તેમણે શાંતિપૂર્ણ રીતે બંગાળમાં પ્રથમ તબક્કાની ચૂંટણીઓ યોજવા બદલ ચૂંટણી પંચનો આભાર માન્યો અને કહ્યું કે હું હિંસાથી પ્રભાવિત પશ્ચિમ બંગાળમાં શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજવા બદલ ચૂંટણી પંચનો આભાર માનું છું.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં આજે અમિત શાહ ભાજપનું ઘોષણા પત્ર જાહેર કરશે
બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબુત થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય બાંગ્લાદેશ મુલાકાતનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું કે, આનાથી બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબુત થશે અને ચૂંટણી સાથે તેને કોઈ લેવા દેવા નથી. શાહ દ્વારા આ વાત તૃણમુલ કોંગ્રેસે વડાપ્રધાનની તેમની બાંગ્લાદેશ પ્રવાસ અંગેના સંબોધનની ટીકા બાદ કરી હતી.
પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ભાજપ 47માંથી 37 બેઠકો જીતશે
ભૂતપૂર્વ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે, આસામમાં સુત્રોથી મળેલી માહિતી અનુસાર રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ભાજપ 47માંથી 37 બેઠકો જીતશે.