ETV Bharat / bharat

ફરી કોવિડ પ્રતિબંધો બદલાયા: કેન્દ્રીય આરોગ્ય સચિવે લખ્યો કઈક આવો પત્ર

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને કોવિડ-19 પ્રતિબંધો(Covid restriction in India)ની સમીક્ષા, સુધારો અથવા નાબૂદ કરવા જણાવ્યું છે. કારણ કે દેશમાં રોગચાળામાં સતત ઘટાડો થવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

ફરી કોવિડ પ્રતિબંધો બદલાયા: કેન્દ્રીય આરોગ્ય સચિવે લખ્યો કઈક આવો પત્ર
ફરી કોવિડ પ્રતિબંધો બદલાયા: કેન્દ્રીય આરોગ્ય સચિવે લખ્યો કઈક આવો પત્ર
author img

By

Published : Feb 16, 2022, 5:27 PM IST

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ પ્રતિબંધો(Covid restriction in India)માં સુધારો કરવા અને તેને દૂર કરવા માટે પત્ર લખ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે (Rajesh Bhushan Letter) જણાવ્યું હતું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ દૈનિક ધોરણે કેસ અને ચેપના ફેલાવા પર નજર રાખવાનું ચાલુ રાખવું જોઈએ. તેઓ ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ, વેક્સિન (Testing Tracking and Vaccination)ની વ્યૂહરચના સાથે ચાલુ રાખી શકે છે. આ સાથે, કોવિડના યોગ્ય વર્તનનું પાલન પણ સુનિશ્ચિત કરવું જોઈએ.

આ પણ વાંચો: LIC પાસે અનક્લેઈમ છે 21,539 કરોડ રૂપિયા, જો તમારા પૈસા ફસાયેલા છે તો ક્લેમ કરી શકો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા

બુધવારે સવારે 8 વાગ્યા સુધી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા (Corona update data)અનુસાર, વધુ 514 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક વધીને 5,09,872 થઈ ગયો છે. સતત 10મા દિવસે કોવિડ-19ના દૈનિક કેસોની સંખ્યા એક લાખથી ઓછી નોંધાઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસના 0.87 ટકા છે, જ્યારે કોવિડ-19માંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર વધીને 97.94 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના સારવાર હેઠળના કેસોની સંખ્યામાં 52,887 કેસનો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો: Lasa fever threat: શું કોરોના પછી હવે તાંડવ મચાવશે 'લાસા ફીવર'?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.