ETV Bharat / bharat

છોકરીઓના લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરશે સરકાર - છોકરીઓના લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરશે સરકાર

કેન્દ્ર સરકાર બાળ લગ્ન નિષેધ અધિનિયમ 2006 (Central Government Child Marriage Prohibition Act 2006), સ્પેશિયલ મેરેજ એક્ટ (Special Marriage Act) અને હિન્દુ મેરેજ એક્ટ 1955 (Hindu Marriage Act 1955) જેવા કાયદાઓમાં સુધારો કરશે. આ સંબંધિત બિલ આજે ગુરુવારે સંસદમાં રજૂ કરવામાં આવશે.

છોકરીઓના લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરશે સરકાર

author img

By

Published : Dec 16, 2021, 12:03 PM IST

  • છોકરીઓના લગ્નની ઉંમર 18 થી વધારીને 21 વર્ષ કરશે સરકાર
  • કબિનેટની બેઠકમાં છોકરીઓના લગ્નની ઉંમર બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી
  • સરકાર વર્તમાન કાયદાઓમાં સુધારો કરવા માટે સંસદમાં બિલ બનાવશે

હૈદરાબાદ: ભારતમાં ટૂંક સમયમાં છોકરીઓ માટે લગ્નની કાયદેસરની ઉંમર (The age of marriage for girls will change) બદલાશે. કેન્દ્રીય કેબિનેટે દેશમાં છોકરીઓ માટે લગ્નની કાયદેસર વય 18 થી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં છોકરીઓના લગ્નની ઉંમર બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ માટે સરકાર વર્તમાન કાયદાઓમાં સુધારો કરવા માટે સંસદમાં બિલ બનાવશે.

PM મોદીએ છોકરીઓના લગ્નની ઉંમર બદલવાનો સંકેત આપ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર ભાષણ દરમિયાન છોકરીઓના લગ્નની ઉંમર બદલવાનો સંકેત આપ્યો હતો.મળતી માહીતી અનુસાર કેન્દ્ર સરકાર બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 (Central Government Child Marriage Prohibition Act 2006) અને પછી સ્પેશિયલ મેરેજ એક્ટ (Special Marriage Act) અને હિંદુ મેરેજ એક્ટ 1955 (Hindu Marriage Act 1955) જેવા અંગત કાયદામાં સુધારો કરશે. ડિસેમ્બર 2020માં જયા જેટલીની આગેવાની હેઠળની ટાસ્ક ફોર્સે નીતિ આયોગને તેની ભલામણો સુપરત કરી હતી. આ ભલામણોના આધારે કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે.

છોકરીઓની લગ્નની ઉંમર વધારવાનો હેતુ મહિલાઓને સશક્ત કરવાનો છે

ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા જેટલીએ કહ્યું કે, ટાસ્ક ફોર્સની ભલામણોનો હેતુ વસ્તીને નિયંત્રિત કરવાનો નથી. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં (National Family Health Survey) એવું બહાર આવ્યું છે કે, ભારતનો કુલ પ્રજનન દર ઘટ્યો છે. હાલમાં ભારતનો કુલ પ્રજનન દર 2.2 છે. છોકરીઓની લગ્નની ઉંમર વધારવા પાછળનો ખરો હેતુ મહિલાઓને સશક્ત કરવાનો છે. માતૃત્વની ઉંમર, માતા મૃત્યુદર ઘટાડવા અને પોષણમાં સુધારો કરવા સંબંધિત બાબતોની તપાસ કરવા માટે સરકાર દ્વારા ટાસ્ક ફોર્સની સ્થાપના કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સ્ત્રીઓની લગ્નની વય વધારીને 21 વર્ષ કરવી, એ એક ઉપરચોટિયો વિચાર છે, સરકારે શિક્ષણ-રોજગારી પર ધ્યાન આપવું જોઇએ

આ પણ વાંચો: શક્તિ વંદનાઃ મહિલાઓને સશક્ત અને શિક્ષિત બનાવવા પાછળ જીવન ખપાવી દેનારા 85 વર્ષીય ભાનુબેન પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.